Petrol Diesel Price Today : સતત ત્રીજા દિવસે ઘટ્યા ડીઝલના ભાવ, જાણો આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલ પાછળ કેટલો થશે ખર્ચ
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.34 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.59 રૂપિયા પ્રતિ લીટર છે. હવે દેશવાસીઓ પેટ્રોલના ભાવમાં રાહત માટે આશા રાખી રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલના દરરોજ સવારે (Petrol Diesel Price Today) નવા ભાવ જાહેર કરવામાં આવે છે. હાલમાં ઇંધણના ભાવ સર્વોચ્ચ સપાટીએ છે. બળતણ મોંઘવારી ઉપર સીધી અસર કરે છે. સરકારી ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર કર્યા છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ ઈંધણના ભાવમાં આજે પણ ફેરફાર થયો છે. ડીઝલના ભાવ સતત ત્રીજા દિવસે ઘટાડવામાં આવ્યા છે. સતત ત્રણ દિવસ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થયો છે જોકે, પેટ્રોલના ભાવ યથાવત છે.
રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 101.84 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે બીજી તરફ ડીઝલ 20 પૈસા ઘટીને 89.27 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે. સતત ત્રીજા દિવસે કિંમતોમાં ઘટાડાને કારણે દિલ્હીમાં ડીઝલ ચાલુ સપ્તાહે 60 પૈસા સસ્તું થયું છે. મુંબઈમાં પણ ડીઝલ 20 પૈસા સસ્તું થઈને 96.84 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા પ્રતિ લીટર છે. મેં અને જૂનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા વધી ગયા હતા માત્ર 42 દિવસમાં પેટ્રોલ 11.52 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભારે ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે. ભાવવધારા બાદ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ શહેરોમાં પેટ્રોલનો દર 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયો છે. 4 મેથી ડીઝલના ભાવમાં ઘણો વધારો થયો હતો જેના કારણે ડીઝલ 9.08 રૂપિયા પ્રતિ લીટરથી વધુ મોંઘુ થયું હતું.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.34 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.59 રૂપિયા પ્રતિ લીટર છે. હવે દેશવાસીઓ પેટ્રોલના ભાવમાં રાહત માટે આશા રાખી રહ્યા છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Delhi | 101.84 | 89.27 |
Mumbai | 107.83 | 96.84 |
Chennai | 99.47 | 93.84 |
Kolkata | 102.08 | 92.32 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
દરેક શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અલગ અલગ કેમ હોય છે? ભારત એકમાત્ર દેશ છે જ્યાં બળતણ પર સૌથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે. સરકાર દ્વારા લાદવામાં આવેલા સ્થાનિક કર અને નૂરને કારણે જુદા જુદા શહેરો માટે કિંમતોમાં તફાવત પણ અલગ છે. આ સિવાય કેન્દ્ર સરકાર ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટી પણ વસૂલે છે.
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.
દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.
આ પણ વાંચો : PNB ને મળી મોટી સફળતા! ED ભાગેડુ નીરવ મોદીની જપ્ત સંપત્તિ પંજાબ નેશનલ બેંકને સુપરત કરશે
આ પણ વાંચો : દેવાદાર ટેલિકોમ કંપની વોડાફોને કરોડોની બાકી લાઇસન્સ ફી ચૂકવવાનો દાવો કર્યો, કેવું રહેશે કંપનીનું ભવિષ્ય ?