AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવાદાર ટેલિકોમ કંપની વોડાફોને કરોડોની બાકી લાઇસન્સ ફી ચૂકવવાનો દાવો કર્યો, કેવું રહેશે કંપનીનું ભવિષ્ય ?

કંપનીના પ્રવક્તાએ એક ન્યુઝ એજન્સીએ ઇમેઇલ કરેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે VILએ પ્રથમ ક્વાર્ટર 2021-22 માટે તેની લાઇસન્સ ફી ચૂકવી દીધી છે જોકે જવાબમાં અન્ય કોઈ વિગત આપવામાં આવી નથી.

દેવાદાર ટેલિકોમ કંપની વોડાફોને કરોડોની બાકી લાઇસન્સ ફી ચૂકવવાનો દાવો કર્યો, કેવું રહેશે કંપનીનું ભવિષ્ય ?
Big news came about Vodafone
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 9:18 PM
Share

વોડાફોન આઈડિયા લિમિટેડ (VIL) એ આજે ગુરુવારે કહ્યું કે તેણે 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે લાયસન્સ ફી ચૂકવી દીધી છે. અગાઉ એવી જાણ કરવામાં આવી હતી કે જૂન ક્વાર્ટર માટે VIL દ્વારા ચૂકવવામાં આવેલી લાઇસન્સ ફી 150 કરોડ રૂપિયા ઓછી હતી. કંપનીના પ્રવક્તાએ એક ન્યુઝ એજન્સીએ ઇમેઇલ કરેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે VILએ પ્રથમ ક્વાર્ટર 2021-22 માટે તેની લાઇસન્સ ફી ચૂકવી દીધી છે જોકે જવાબમાં અન્ય કોઈ વિગત આપવામાં આવી નથી.

જો વોડાફોન આઈડિયા કારોબાર સમેટી લે છે, તો તેમને અન્ય કંપનીઓમાં સ્વિચ કરવા માટે વધુ ચૂકવણી કરવી પડશે. રિલાયન્સ જિયો પર જવા માટે નવો 4G ફોન ખરીદવો પડશે કારણ કે આ કંપની પાસે 2G નેટવર્ક નથી. જો VI નાદાર થઈ જશે તો 27 કરોડથી વધુ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાશે.

કંપનીની સમસ્યા શું છે? બ્રિટિશ કંપની વોડાફોન ગ્રુપના સીઈઓ નિક રીડે 23 જુલાઈએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ હવે ભારતીય સંયુક્ત સાહસ (વોડા આઈડિયા) માં એક પણ રૂપિયાનું રોકાણ કરશે નહીં. આ પછી ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ સરકાર પાસે દેવા હેઠળ દબાયેલા વોડાફોન આઈડિયા માટે મદદ માંગી હતી. જોકે થોડા દિવસો બાદ તેમણે ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું.

વોડાફોન પર મોટું દેવું છે જો ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા જે ખોટ, દેવા અને મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહી છે તે બંધ થઈ જાય છે તો તેનું સૌથી મોટું નુકસાન સરકારને થશે. સરકારને 1.60 લાખ કરોડનું નુકસાન થઈ શકે છે. સ્પેક્ટ્રમ પેમેન્ટ અને AGR લેણાંના કિસ્સામાં આ રકમ બાકી છે.

કંપની AGR, સ્પેક્ટ્રમ, દેવું અને ફી સહિત કુલ 1.80 લાખ કરોડ દેવું છે જ્યારે તેની માર્કેટ કેપિટલ લગભગ 20,000 કરોડ રૂપિયા છે. આવા સંજોગોમાં કંપની માટે બાકી રકમ ચૂકવવી અને રોકાણ વગર ધંધો ચાલુ રાખવો અત્યંત મુશ્કેલ બનશે.

વોડા આઈડિયા પાસે રોકાણ વધારવાનો બહુ ઓછો અવકાશ છે અને નાદારીના કિસ્સામાં બેંકોના 28,700 કરોડ રૂપિયા પરત કરવા મુશ્કેલ બનશે. સૌથી મોટી અસર SBI પર પડશે જેણે કંપનીને 11,000 કરોડ રૂપિયાની લોન આપી છે.

આ સિવાય યસ બેન્કે રૂ. 4,000 કરોડની લોન આપી છે અને ઇન્ડસઇન્ડ બેન્કે 3,500 કરોડની લોન આપી છે. લોન બુકની વાત કરીએ તો, વોડા આઈડિયા IDFC ફર્સ્ટ બેંકના કુલ દેવાના 2.9 ટકા હિસ્સો ધરાવે છે. આ પછી યસ બેન્કનો લોન બુક શેર 2.4 ટકા અને ઇન્ડસઇન્ડ બેન્કનો 1.65 ટકા છે. નિષ્ણાતોનું કહેવું છે કે વોડાફોન આઈડિયાના 2 G ગ્રાહકો મુશ્કેલીમાં મુકાશે. જો કે તેમની પાસે BSNL-MTNL પર જવાનો વિકલ્પ રહશે.

આ પણ વાંચો :  ગુજરાતમાં તૈયાર થઇ રહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શું છે ? જાણો તેની વિશેષતાઓ

આ પણ વાંચો :  શેરબજારની તેજી દરમ્યાન આ વર્ષે રક્ષાબંધનના પર્વએ બહેનને આપો શેરની અનોખી ભેટ, જાણો પ્રક્રિયા

જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
g clip-path="url(#clip0_868_265)">