Petrol-Diesel Price Today : વર્ષ 2021 માં ક્રૂડમાં 45% નો ઉછાળો નોંધાયો, જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના આજના ભાવ

સ્થાનિક બજારમાં ક્રૂડના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ ઉપર આધાર રાખે છે. તાજેતરના અહેવાલો અનુસાર ઓપેક ગ્રુપ ની બેઠક બાદ અપેક્ષા કરવામાં આવે છે કે પેટ્રોલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે.

Petrol-Diesel Price Today : વર્ષ 2021 માં ક્રૂડમાં 45% નો ઉછાળો નોંધાયો, જાણો તમારા શહેરના પેટ્રોલ - ડીઝલના આજના ભાવ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 7:46 AM

સતત દસમા દિવસે પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price Today) ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશની રાજધાની સહિતના તમામ મહાનગરોમાં કિંમતો સ્થિર છે. દેશની રાજધાની દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા છે જ્યારે ડીઝલ 89.87 રૂપિયા છે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે. મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ 42 દિવસમાં લગભગ 11.52 રૂપિયા મોંઘુ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી 74 ડોલરને પાર કરી ગયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી ક્રુડ ઓઇલના ભાવમાં 45 ટકાનો વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ફરી 74 ડોલરને પાર પહોંચ્યા સ્થાનિક બજારમાં ક્રૂડના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ ઉપર આધાર રાખે છે. તાજેતરના અહેવાલો અનુસાર ઓપેક ગ્રુપ ની બેઠક બાદ અપેક્ષા કરવામાં આવે છે કે પેટ્રોલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે. આ બેઠકમાં સંપૂર્ણ સમજૂતી થઈ છે. જે અંતર્ગત પાંચ ઓપેક અને નોન-ઓપેક દેશો ઓગસ્ટથી ક્રૂડ તેલના ઉત્પાદનમાં વધારો કરશે પરંતુ આ સામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ફરી 74 ડોલરને પાર પહોંચ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">