EPFO : તમારા PF એકાઉન્ટમાં વહેલીતકે આ માહિતી અપડેટ કરો નહીંતર પૈસા ઉપાડી શકશો નહીં

જો કોઈ કર્મચારી 5 વર્ષ સતત નોકરી કરતા પહેલા તેની પીએફની રકમ ઉપાડી લે છે. તેથી તે દર વર્ષે પીએફ ખાતામાં જમા કરવામાં આવતી સંપૂર્ણ રકમના વિગતવાર વિભાજનને સાબિત કરવા માટે આવકવેરા રિટર્ન (ITR) ફોર્મ 2 અને 3 ભરવા માટે જવાબદાર રહેશે.

EPFO : તમારા PF એકાઉન્ટમાં વહેલીતકે આ માહિતી અપડેટ કરો નહીંતર પૈસા ઉપાડી શકશો નહીં
EPFO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 7:22 AM

જો તમે તમારા પ્રોવિડન્ટ ફંડ ખાતામાંથી પૈસા ઉપાડવા માંગો છો, તો તમારે સૌથી પહેલા તમારા PF  ખાતામાં કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અપડેટ કરવા પડશે, નહીંતર  તમને પ્રોવિડન્ટ ફંડના નાણાં ઉપાડવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતામાં જમા રકમ સરળતાથી આંશિક અથવા સંપૂર્ણ રીતે ઉપાડી શકાય છે. તેને PF ઉપાડ કહેવામાં આવે છે. કર્મચારી નોકરીમાંથી નિવૃત્તિ મેળવે અથવા સતત 2 મહિનાથી વધુ સમય સુધી બેરોજગાર રહે છે તો આ કિસ્સાઓમાં EPFની રકમ ઉપાડી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લગ્ન, મેડિકલ ઈમરજન્સી, હોમ લોન પેમેન્ટ જેવા સંજોગોમાં પણ આ ફંડમાં જમા રકમનો અમુક ભાગ અમુક શરતો અનુસાર ઉપા માટે પરવાનગી મળે છે. જો તમે નિવૃત્તિ પહેલા પીએફના પૈસા ઉપાડવા માંગતા હોય તો તેના કેટલાક દસ્તાવેજો જરૂરી છે. આ દસ્તાવેજોની મદદથી પીએફના પૈસા ઉપાડી શકાય છે.

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા બચત કાર્યક્રમોમાંનો એક એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ અથવા EPF છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની સ્થાપના વર્ષ 1951માં કરવામાં આવી હતી. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. શ્રમ મંત્રાલય ભારતમાં EPF કાર્યક્રમોનું નિયમન કરે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન આ બચત યોજનાનું સંચાલન કરે છે. તેને EPFO ​​પણ કહી શકાય.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પીએફના પૈસા ઉપાડવા માટે જરૂરી દસ્તાવેજો

  • બે રેવન્યુ સ્ટેમ્પ.
  • ક્લેઇમ ફોર્મ.
  • બેંક ખાતાની વિગતો
  • ઓળખ પુરાવો.
  • સરનામાનો પુરાવો.
  • IFSC કોડ
  • બેંક એકાઉન્ટ નંબર સાથેનો કેન્સલ ચેક.
  • જન્મતારીખ, પિતાનું નામ જેવી અંગત વિગતો ઓળખના પુરાવા સાથે સ્પષ્ટ રીતે મેળ ખાતી હોવી જોઈએ

જો કોઈ કર્મચારી 5 વર્ષ સતત નોકરી કરતા પહેલા તેની પીએફની રકમ ઉપાડી લે છે. તેથી તે દર વર્ષે પીએફ ખાતામાં જમા કરવામાં આવતી સંપૂર્ણ રકમના વિગતવાર વિભાજનને સાબિત કરવા માટે આવકવેરા રિટર્ન (ITR) ફોર્મ 2 અને 3 ભરવા માટે જવાબદાર રહેશે.

EPF યોજનામાં મૂળ પગારના 12% યોગદાન આપવામાં આવે છે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) દ્વારા રચાયેલી સમિતિએ જણાવ્યું હતું કે EPFO ​​સભ્યો સ્વેચ્છાએ ઉચ્ચ યોગદાન માટે પસંદગી કરી શકે છે અને ઉચ્ચ પેન્શન માટે મોટી રકમ જમા કરી શકે છે. હાલમાં, 20 થી વધુ કામદારો ધરાવતી સંસ્થાઓમાં દર મહિને 15,000 રૂપિયા સુધીની કમાણી કરતા કામદારો માટે EPF ફાળો ફરજિયાત છે. દરેક કર્મચારી EPF યોજનામાં તેના મૂળ પગારના 12% ફાળો આપે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">