જેલમાં બંધ કેદી ચૂંટણી લડી શકે પણ મતદાન નથી કરી શકતો, જાણો આવું કેમ ?

જેલમાં બંધ રહેલ કેદી ચૂંટણી લડી શકે છે પરંતુ ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા. આવુ કેમ ? લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ ઘડવામાં આવી છે. તેમા આવી અનેક બાબતોનો ઉલ્લેખ છે. આ લેખ દ્વારા આપણે એ જાણીશુ કે, કેમ જેલમાં કે પોલીસ કસ્ટડીમાં રહેલ આરોપી ચૂંટણીમાં મતદાન નથી કરી શકતો.

જેલમાં બંધ કેદી ચૂંટણી લડી શકે પણ મતદાન નથી કરી શકતો, જાણો આવું કેમ ?
symbolic imageImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2024 | 12:55 PM

લોકસભાની ચૂંટણીના સાત પૈકી પાંચમા તબક્કા માટે હાલમાં ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે. અત્યાર સુધીમા ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે. 94 બેઠકો માટેની ત્રીજા તબક્કાની ચૂંટણી આગામી 7મી મેના રોજ યોજાશે. ત્યારે સૌ કોઈ એક વાત જાણવા માગતુ હશે કે, જેલમાં બંધ રહેલ કેદી ચૂંટણી લડી શકે છે પરંતુ ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા. આવુ કેમ ? લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ ઘડવામાં આવી છે. તેમા આવી અનેક બાબતોનો ઉલ્લેખ છે. આ લેખ દ્વારા આપણે એ જાણીશુ કે, કેમ જેલમાં કે પોલીસ કસ્ટડીમાં રહેલ આરોપી ચૂંટણીમાં મતદાન નથી કરી શકતો.

આરોપી દોષિત પુરવાર થાય તો ચૂંટણી ના લડી શકે

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 મુજબ, જે વ્યક્તિ, કોઈ ગુના માટે દોષિત ઠરેલ હોય અને તેને બે વર્ષ કે તેથી વર્ષથી જેલની સજા ફટકારાયેલ હોય, તો તેઓ સંસદ અને રાજ્ય વિધાનસભાના સભ્યપદ માટે અયોગ્ય છે ? લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(3) માં કહેવાયું છે, “કોઈપણ ગુના માટે દોષિત ઠરેલા હોય અને બે વર્ષથી ઓછી ના હોય તેવી જેલની સજા પામેલ વ્યક્તિ સજાની તારીખથી ગેરલાયક ઠરે છે અને મુક્તિના છ વર્ષ સુધી ગેરલાયક ઠરે છે, પરંતુ આ કાયદો અન્ડરટ્રાયલ કેદીઓને ચૂંટણી લડતા અટકાવતો નથી.

જો દોષિત સાબિત ના થયા હોવ તો ચૂંટણી લડી શકે ?

સાંસદ, ધારાસભ્યને દોષિત સાબિત થયા પછી જ ગેરલાયક ઠેરવી શકાય છે. એટલે કે આ નિયમ એવા વ્યક્તિ પર લાગુ થતો નથી કે જે માત્ર આરોપસર જેલમાં હોય. જે વ્યક્તિ જેલમાં હોય અને તેની સામે ટ્રાયલ ચાલી રહી હોય અને દોષિત સાબિત ના થયો હોય તો તે વ્યક્તિ ચૂંટણી લડી શકે છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

છેલ્લા કેટલાક વર્ષોમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમની આ કલમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. 2011 માં, પબ્લિક ઈન્ટરેસ્ટ ફાઉન્ડેશને એક અરજી દાખલ કરી દલીલ કરી હતી કે, જે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનાહિત આરોપો દાખલ કરવામાં આવ્યા છે અથવા જેઓ તેમના ગુનાહિત ઈતિહાસ અંગે ખોટા સોગંદનામા દાખલ કરે છે તેમને પણ ગેરલાયક ઠેરવવા જોઈએ. જો કે, સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે સર્વસંમતિથી જણાવ્યું હતું કે માત્ર વિધાનસભા જ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 માં ફેરફાર કરી શકે છે, તે કોર્ટના હાથમાં નથી. બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયે પણ કોર્ટમાં આવી જ એક અરજી દાખલ કરી હતી, જેનો કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.

કેદી મત કેમ ના આપી શકે?

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (5) જણાવે છે કે જો વ્યક્તિ કોઈપણ જેલમાં કેદ હોય અથવા પોલીસની કાયદેસરની કસ્ટડીમાં હોય તો તે મતદાન કરી શકતી નથી. તેનો અર્થ એ કે જેલમાં અંડર ટ્રાયલ કેદી પણ જ્યાં સુધી જામીન પર મુક્ત ના થાય ત્યાં સુધી મતદાન કરી શકે નહીં.

આ નિયમને 1997માં સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આનાથી એવા લોકોનો મત આપવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે જેઓ પૈસાના અભાવે જામીન મેળવી શકતા નથી. જ્યારે જામીન પર બહાર હોય તેવા લોકો મતદાન કરી શકે છે.

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">