AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Price Hike: ડુંગળીના વધતા ભાવ વચ્ચે રાહતના સમાચાર, આજથી સસ્તા ભાવે ડુંગળી વેચશે સરકાર

સોમવારથી સરકાર સરકારી આઉટલેટ પર ડુંગળીનું વેચાણ શરૂ કરવા જઈ રહી છે. જ્યાં ડુંગળીના ભાવ 25 રૂપિયા પ્રતિ કિલો હશે. હકીકતમાં, ત્રણ લાખ મેટ્રિક ટનના પ્રારંભિક ખરીદીના લક્ષ્યાંકને હાંસલ કર્યા પછી સરકારે આ વર્ષે ડુંગળીના બફરને વધારીને પાંચ લાખ મેટ્રિક ટન કરી દીધો છે.

Onion Price Hike: ડુંગળીના વધતા ભાવ વચ્ચે રાહતના સમાચાર, આજથી સસ્તા ભાવે ડુંગળી વેચશે સરકાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 9:09 AM
Share

Onion Price Hike: છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ ભાગોની સાથે સાથે દિલ્હી એનસીઆરના લોકો ડુંગળીના ભાવને (Onion Price) કારણે રડવા લાગ્યા હતા. શનિવાર અને રવિવારે દિલ્હીના જ અલગ-અલગ વિસ્તારોમાં ડુંગળીના ભાવ 50 રૂપિયા અને તેનાથી વધુ જોવા મળ્યા હતા. હવે ટામેટાના ભાવોથી બોધપાઠ લઈને સરકારે ડુંગળીના ભાવને તાત્કાલિક પોતાના હાથમાં લઈ લીધા છે.

આજે એટલે કે સોમવારથી સરકાર સરકારી આઉટલેટ પર ડુંગળીનું વેચાણ શરૂ કરવા જઈ રહી છે. જ્યાં ડુંગળીના ભાવ 25 રૂપિયા પ્રતિ કિલો હશે. હકીકતમાં, ત્રણ લાખ મેટ્રિક ટનના પ્રારંભિક ખરીદીના લક્ષ્યાંકને હાંસલ કર્યા પછી સરકારે આ વર્ષે ડુંગળીના બફરને વધારીને પાંચ લાખ મેટ્રિક ટન કરી દીધો છે.

ઉપભોક્તા બાબતોના વિભાગે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન (NCCF) અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ)ને વધારાના ખરીદીના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે લગભગ એક લાખ મેટ્રિક ટન ડુંગળીની ખરીદી કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. પ્રાપ્તિની સાથે બંને સંસ્થાઓ 21 ઓગસ્ટ, 2023થી NCCF આઉટલેટ્સ અને મોબાઈલ વાન દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળીનું છૂટક વેચાણ કરશે.

આ પણ વાંચો: માર્કેટમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે મુકેશ અંબાણીની Jio Financial, જાણો કેટલી થઈ શકે છે કમાણી

બફર સ્ટોક તૈયાર કરવાનું શરૂ કરી દીધુ હતું

માહિતી આપતાં સરકારે કહ્યું કે આગામી દિવસોમાં અન્ય એજન્સીઓ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મને સામેલ કરીને ડુંગળીના છૂટક વેચાણને યોગ્ય રીતે વધારવામાં આવશે. ગયા સપ્તાહની શરૂઆતમાં, ભારતના કેટલાક ભાગોમાં ડુંગળીની વધતી કિંમતો વચ્ચે, કેન્દ્ર સરકારે તેના બફર સ્ટોકમાંથી ડુંગળી આપવાનું શરૂ કર્યું. સરકાર દ્વારા આપવામાં આવેલી નવી માહિતી અનુસાર, મોટા બજારો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિશાન બનાવીને બફર સ્ટોકમાંથી ડુંગળીનો નિકાલ શરૂ કરવામાં આવ્યો છે.

લક્ષિત બજારો એવા છે કે જ્યાં છૂટક કિંમતો અખિલ ભારતીય સરેરાશ કરતાં વધુ છે અથવા પાછલા મહિના કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. સરકારના જણાવ્યા અનુસાર, બફરમાંથી લગભગ 1,400 મેટ્રિક ટન ડુંગળી લક્ષિત બજારોમાં મોકલવામાં આવી છે અને ઉપલબ્ધતા વધારવા માટે તેને સતત આપવામાં આવી રહી છે.

સરકારી આંકડાઓમાં વધ્યા હતા ડુંગળીના ભાવ

સત્તાવાર માહિતી અનુસાર રવિવારે ડુંગળીનો અખિલ ભારતીય સરેરાશ છૂટક ભાવ 19 ટકા વધીને રૂ. 29.73 પ્રતિ કિલો થયો હતો, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 25 પ્રતિ કિલો હતો. દિલ્હીમાં આ સમયગાળામાં ડુંગળીની છૂટક કિંમત 28 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 37 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે સરકારે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 2.51 લાખ ટન ડુંગળી બફર સ્ટોકમાં રાખી હતી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">