AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સરકારે કરી મોટી જાહેરાત, હવે LIC એજન્ટ્સને પણ મળશે સારી ગ્રેચ્યુઇટી અને પેન્શન

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સોમવારે ભારતીય જીવન વીમા નિગમ (LIC)ના એજન્ટ્સ માટે મોટી જાહેરાત કરી છે. હવે એલઆઈસી એજન્ટ્સ અને કર્મચારીઓને ગ્રેચ્યુઈટીની વધેલી મર્યાદાનો લાભ મળશે. આ ઉપરાંત ટર્મ ઈન્સ્યોરન્સ કવર અને ફેમિલી પેન્શન માટે પણ એક સમાન દર નક્કી કરવામાં આવ્યો છે. સરકારે LIC એજન્ટ્સ અને કર્મચારીઓ માટે ઘણી કલ્યાણકારી યોજનાઓને મંજૂરી આપી છે.

Breaking News: સરકારે કરી મોટી જાહેરાત, હવે LIC એજન્ટ્સને પણ મળશે સારી ગ્રેચ્યુઇટી અને પેન્શન
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 6:31 PM
Share

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સોમવારે ભારતીય જીવન વીમા નિગમ (LIC)ના એજન્ટ્સ માટે મોટી જાહેરાત કરી છે. હવે એલઆઈસી એજન્ટ્સ અને કર્મચારીઓને ગ્રેચ્યુઈટીની વધેલી મર્યાદાનો લાભ મળશે. આ ઉપરાંત ટર્મ ઈન્સ્યોરન્સ કવર અને ફેમિલી પેન્શન માટે પણ એક સમાન દર નક્કી કરવામાં આવ્યો છે. સરકારે LIC એજન્ટ્સ અને કર્મચારીઓ માટે ઘણી કલ્યાણકારી યોજનાઓને મંજૂરી આપી છે.

આ પણ વાંચો: Gujarat Rain: બાયડમાં ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે ભરાયેલા પાણીની સ્થિતિ યથાવત્, જુઓ Drone video

એલઆઈસી એજન્ટ્સના ગ્રેચ્યુઈટી, પેન્શન અને ટર્મ ઈન્સ્યોરન્સ કવર સંબંધિત નિયમોમાં ફેરફારની સાથે સરકારે રિન્યુએબલ કમિશન માટે યોગ્યતાના માપદંડમાં પણ સુધારો કર્યો છે. આ માટે સરકારે LIC (એજન્ટ્સ) રેગ્યુલેશન્સ-2017માં સુધારો કર્યો છે.

13 લાખ એજન્ટ્સને ફાયદો થશે

સરકારના આ પગલાથી LICના 13 લાખ એજન્ટ્સને ફાયદો થશે. ત્યારે સરકારના આ નિર્ણયથી LICના 10 લાખ નિયમિત કર્મચારીઓને પણ ફાયદો થશે. એલઆઈસીને દેશની સૌથી મોટી વીમા કંપની બનાવવામાં આ એજન્ટ્સ અને કર્મચારીઓની મહેનત લાગી. નાણા મંત્રાલયે સોમવારે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે.

હવે એજન્ટ્સને આટલી ગ્રેચ્યુઈટી મળશે

હવે LIC એજન્ટ્સ માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે એલઆઈસીમાં જે એજન્ટ્સ ફરીથી નિયુક્ત થશે તેમને રિન્યુએબલ કમિશનનો લાભ મળશે. આનાથી આવા એજન્ટ્સની નાણાકીય સ્થિરતામાં સુધારો થશે. હાલમાં LIC એજન્ટ્સને રિન્યુએબલ બિઝનેસ પર કમિશન મળતું નથી. તેમ જ આવા કોઈ વ્યવસાય પર કે જે તેણે તેની અગાઉની કોઈપણ એજેન્ટશીપ દરમિયાન કર્યું હતું.

હવે LIC કર્મચારીઓ અને એજન્ટ્સનું ટર્મ ઇન્શ્યોરન્સ કવર 3,000-10,000 રૂપિયાથી વધારીને 25,000-1.50 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. હવે દરેકને 30 ટકાના સમાન દરે ફેમિલી પેન્શન આપવામાં આવશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">