Gujarat Rain: બાયડમાં ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે ભરાયેલા પાણીની સ્થિતિ યથાવત્, જુઓ Drone video
Bayad Drone video: બાયડ અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે વિસ્તારમાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. બાયડ શહેરની શ્રીનાથ સોસાયટીના લોકોએ ભારે હાલાકી વરસાદી પાણીને લઈ વેઠી હતી. વિસ્તારમાં બીજા દિવસે સાંજે પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
બાયડ અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે વિસ્તારમાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. બાયડ શહેરની શ્રીનાથ સોસાયટીના લોકોએ ભારે હાલાકી વરસાદી પાણીને લઈ વેઠી હતી. વિસ્તારમાં બીજા દિવસે સાંજે પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ Gujarat Rain: બાયડમાં રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, 200 લોકોને NDRF એ રેસક્યુ કરી બહાર નિકાળ્યા, જુઓ Video
ડ્રોન વીડિયો સામે આવ્યા છે. અલગ અલગ આકાશી વીડિયોમાં જોઈ શકાય છે કે, રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. વરસાદી પાણીથી ઘેરાયેલા મકાનોમાં લોકો ઉપરના માળ પર રહીને વરસાદમાં સલામત રહેવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. બાયડમાં રવિવારે 8 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા બાયડના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા હતા.
અરવલ્લી સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 18, 2023 05:48 PM
Latest Videos