AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News9 Global Summit : News9ની બીજી વૈશ્વિક સમિટ 19મી જૂને દુબઈમાં યોજાશે, ભારત-UAE વચ્ચેની ભાગીદારી પર રહેશે ફોક્સ

News9 નું બીજું આંતરરાષ્ટ્રીય સમિટ, "ભારત-UAE : સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભાગીદારી", આવતીકાલ ગુરુવારે દુબઈમાં યોજાશે. તેમાં નીતિના ઘડવૈયાઓ, નીતિના નિર્માતાઓ, વ્યવસાયિક નેતાઓ, ટેક ક્ષેત્રના નિષ્ણાતો, બોલીવુડ સેલિબ્રિટી સહિત ઘણા પ્રભાવશાળી અગ્રણી વ્યક્તિઓ સામેલ થશે. આ પરિષદ ભારત અને UAE વચ્ચે વધતા જતા આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત હશે, જેમાં CEPA, IMEC જેવા મહત્વપૂર્ણ પાસાઓની પણ ચર્ચા કરવામાં આવશે.

News9 Global Summit : News9ની બીજી વૈશ્વિક સમિટ 19મી જૂને દુબઈમાં યોજાશે, ભારત-UAE વચ્ચેની ભાગીદારી પર રહેશે ફોક્સ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2025 | 5:06 PM
Share

TV9 નેટવર્કનું બીજું આંતરરાષ્ટ્રીય સમિટ (News9 ગ્લોબલ સમિટ) આવતીકાલ 19 જૂન, 2025 ના રોજ દુબઈમાં યોજાઈ રહ્યું છે. આ ગ્લોબલ સમિટ ઝડપથી વિકસતી ભારત અને UAE વચ્ચેની ભાગીદારીના મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. TV9 નેટવર્કનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સમિટ, ગત નવેમ્બર 2024 માં જર્મની ખાતે યોજાઈ હતી. તે પછી, આવતીકાલ 19મી જૂનના રોજ બીજું આંતરરાષ્ટ્રીય સમિટ યોજાનાર છે. આ પ્લેટફોર્મ પર વિવિધ નીતિના ઘડવૈયાઓ અને નિર્માતાઓ, વ્યવસાયિક નેતાઓ, ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાંતો, સેલિબ્રિટીઓ જોવા મળશે.

આ સમિટ ભારત અને UAE બંને દેશો વચ્ચે પ્રગતિ, નવીનતા અને સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે એક સહિયારા દ્રષ્ટિકોણ પર કામ કરશે. આ વખતે આ કાર્યક્રમની થીમ “ભારત-યુએઈ: સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભાગીદારી” રાખવામાં આવી છે.

તાજ દુબઈ ખાતે યોજાશે સમિટ

ટીવી9 નેટવર્ક ગ્લોબલ સમિટ 19 જૂન, 2025 ના રોજ તાજ દુબઈ ખાતે યોજાશે. સમિટમાં કેન્દ્રીય તેલ અને ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી મુખ્ય અતિથી તરીકેનુ પ્રવચન આપશે, જ્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી બંને દેશો વચ્ચેના અનોખા આધ્યાત્મિક જોડાણ પર સંબોધન કરશે. યુએઈમાં ભારતના રાજદૂત સંજય સુધીર પણ ભારત-યુએઈ ભાગીદારીના મહત્વ પર સંબોધન કરશે. ગયા વર્ષે નવેમ્બરમાં જર્મનીના સ્ટુટગાર્ટમાં ગ્લોબલ સમિટની સફળતા પછી, ન્યૂઝ 9 યુએઈમાં ગ્લોબલ સમિટનું આયોજન કરી રહ્યું છે. તેમાં વિવિધ વિભાગોની નીતિ ઘડનારાઓ, જાણીતા ઉદ્યોગપતિઓ, ટેક જગતના નિષ્ણાતો, બોલીવુડ સેલિબ્રિટીઓ અને ભારત અને યુએઈના પ્રભાવશાળી અગ્રણીઓ હાજરી આપશે.

ભારત-યુએઈ ભાગીદારી પર મુખ્ય ફોક્સ

TV9 નેટવર્કના એમડી અને સીઈઓ બરુણ દાસે જણાવ્યું હતું કે, “જર્મનીમાં અમારી પ્રથમ ગ્લોબલ સમિટની સફળતા પછી, અમે યુએઈમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટનું આયોજન કરવા માટે ઉત્સાહિત છીએ. યુએઈ નવીનતા અને વાણિજ્યમાં સમૃદ્ધ દેશ છે. આ પ્લેટફોર્મ ટકાઉ પ્રગતિને પ્રોત્સાહન આપતી અર્થપૂર્ણ, સરહદ પાર ભાગીદારી બનાવવાના અમારા વિઝનને પ્રતિબિંબિત કરે છે. ભારત અને યુએઈ ગતિશીલ સંબંધો ધરાવે છે, અને સમિટ સંવાદ અને સહયોગ માટે એક મહત્વપૂર્ણ સ્થળ બનશે.”

સમિટના એજન્ડામાં દ્વિપક્ષીય સંબંધોના મુખ્ય સ્તંભો પર ઘણી હાઇ-પ્રોફાઇલ પેનલ ચર્ચાઓ સામેલ છે, જેમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA), ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર (IMEC), ટેરિફ પડકારો, સ્ટાર્ટ-અપ્સ, AI અને સાંસ્કૃતિક જોડાણનો સમાવેશ થાય છે.

આ સેલિબ્રિટીઓ ગ્લોબલ સમિટમાં હાજરી આપશે

સમિટમાં સેલિબ્રિટી વક્તાઓમાં બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટી, અગ્રણી ટીવી નિર્માતા એકતા કપૂર અને પ્રતિભાશાળી અભિનેત્રી નરગીસ ફખરીનો સમાવેશ થાય છે. ઘણી અગ્રણી સંસ્થાઓ આ કાર્યક્રમને સમર્થન આપી રહી છે. તેમાં બ્યુમાર્ક (સમિટ પેટ્રોન), ડી બીયર્સ, ટાટા એઆઈજી ઇન્શ્યોરન્સ અને નેશનલ એજી કોઓર્ડિનેશન કમિટી (એસોસિયેટ સ્પોન્સર્સ) નો પણ સમાવેશ થાય છે.

ક્લાસમેટ, એનોક, જેકે સુપર સિમેન્ટ અને વુમન પ્રેન્યોર મેગેઝિન ભાગીદાર તરીકે સમિટને ટેકો આપી રહ્યા છે. સ્કિલ ટ્રાવેલ્સ ટ્રાવેલ પાર્ટનર છે, જ્યારે SOIL અને સીતા વાટિકા ઉજવણી પાર્ટનર છે. મુંબઈના ફેમસ સ્ટુડિયો મનોરંજન પાર્ટનર છે અને UAEના ખલીજ ટાઇમ્સ મીડિયા પાર્ટનર છે. અબુ ધાબી સ્થિત ઇન્ડિયન પીપલ્સ ફોરમ ડાયસ્પોરા પાર્ટનર છે.

News9 ગ્લોબલ સમિટ UAE 2025 આગામી પેઢીના વિચાર નેતૃત્વ, વ્યૂહાત્મક આંતરદૃષ્ટિ અને ભારત-UAE રોકાણ ઇકો સિસ્ટમ તૈયાર કરવા માટે એક અનોખું પ્લેટફોર્મ પ્રદાન કરે છે. UAE ખાતેના News9 ગ્લોબલ સમિટ લાઇવ અપડેટ્સ માટે @News9Tweets ને ફોલો કરો અને News9 પર લાઇવ સમિટ કવરેજ અને TV9 નેટવર્કની ચેનલ અને વેબસાઇટ્સ પર હાઇલાઇટ્સ જુઓ.

  News9 Global Summitના તમામ સમચારો જાણવા માટે આપ અહીં ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">