AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

75 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે રાહતના સમાચાર , ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે મુક્તિ મળી , પરંતુ આ નિયમનોનું કરવું પડશે પાલન

આવકવેરો ભરવાની મુક્તિ તે કેસોમાં ઉપલબ્ધ થશે જ્યાં વ્યાજની આવક તે જ બેંકમાંથી પ્રાપ્ત થાય જ્યાં પેન્શન જમા થાય છે.

75 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે રાહતના સમાચાર , ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે મુક્તિ મળી , પરંતુ  આ નિયમનોનું કરવું પડશે પાલન
big relief for senior citizen
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 8:16 AM
Share

આવકવેરા વિભાગે(Income Tax Department) નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને મુક્તિ માટે ફોર્મ સૂચિત કર્યું છે. વરિષ્ઠ નાગરિકોએ આ ફોર્મ બેંકોમાં જમા કરાવવાનું રહેશે. નાણાકીય વર્ષ 2021-22 ના બજેટમાં 75 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ રિટર્ન ભરવામાંથી મુક્તિ માટે જોગવાઈ રજૂ કરવામાં આવી છે જેમને પેન્શન આવક અને બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ મળે છે. આ વરિષ્ઠ નાગરિકોને 1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ માટે આવકવેરા રિટર્ન ભરવાની જરૂર રહેશે નહીં.

બેંકમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આવા વરિષ્ઠ નાગરિકો માટે નિયમો અને ફોર્મ જાહેર કર્યા છે. વરિષ્ઠ નાગરિકોએ આ ફોર્મ બેંકમાં જમા કરાવવાનું રહેશે, જે પેન્શન અને વ્યાજની આવક પર ટેક્સ કાપીને સરકારમાં જમા કરાવશે. આવકવેરો ભરવાની મુક્તિ તે કેસોમાં ઉપલબ્ધ થશે જ્યાં વ્યાજની આવક તે જ બેંકમાંથી પ્રાપ્ત થાય જ્યાં પેન્શન જમા થાય છે.

રિટર્ન ફાઇલ ન કરવાના ગેરફાયદા આવકવેરા કાયદા હેઠળ, નિર્દિષ્ટ મર્યાદાથી વધુ કમાણી કરતા તમામ લોકોએ રિટર્ન ફાઇલ કરવું પડશે. વરિષ્ઠ નાગરિકો (60 વર્ષ કે તેથી વધુ) અને અત્યંત વરિષ્ઠ નાગરિકો (80 વર્ષ અને તેથી વધુ) માટે આ મર્યાદા થોડી વધારે છે. ટેક્સ રિટર્ન ન ભરવાથી પેનલ્ટી ભરવી પડે છે તેમજ સ્રોત (ટીડીએસ) પર વધારાનો ટેક્સ કપાત સંબંધિત વ્યક્તિએ ચૂકવવો પડે છે.

બજેટમાં રાહત આપવામાં આવી છે નિષ્ણાંત ઇતેશ દોધીએ જણાવ્યું હતું કે 75 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને અનુપાલનનો બોજ ઘટાડવા માટે બજેટમાં કેટલીક રાહત આપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 2021-22 માટે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે આઝાદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે સરકાર 75 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો પર અનુપાલનનો બોજ ઘટાડશે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : આજે પેટ્રોલ – ડીઝલના ભાવમાં કેટલો થયો ઉતાર – ચઢાવ ? જાણો અહેવાલમાં

આ પણ વાંચો : SEBIએ 85 કંપનીઓના Capital Marketમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો , જાણો શું છે મામલો

આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
g clip-path="url(#clip0_868_265)">