સસ્તામાં સોનાના આભૂષણો ખરીદવાની સુવર્ણ તક! ક્યાં અને કેવી રીતે? વાંચો આ અહેવાલ

સસ્તામાં સોનાના આભૂષણો ખરીદવાની સુવર્ણ તક! ક્યાં અને કેવી રીતે? વાંચો આ અહેવાલ
સોનાના આભૂષણો ખરીદવાની સુવર્ણ તક

અહીં ગોલ્ડ જ્વેલરી બજાર ભાવ કરતા સસ્તા ભાવે મળે છે. જો તમે પણ સસ્તામાં સોનાના આભૂષણો ખરીદવા ઈચ્છતા હોય તો હરાજીમાં ભાગ લઈ શકો છો.

Bhavesh Bhatti

|

Dec 20, 2020 | 7:44 PM

જો તમે પણ સસ્તામાં સોનાના આભૂષણો ખરીદવા ઈચ્છતા હોય તો આ અહેવાલમાં માહિતી આપવામાં આવી છે. સોના પર ધિરાણ કરનાર મુથૂટ મિની ફાઇનાન્સિયર્સ 23 ડિસેમ્બર 2020 ના રોજ ગોલ્ડ જ્વેલરીની હરાજી કરવા જઈ રહી છે. આ તે સુવર્ણ આભૂષણ છે જે લોકોએ લોન માટે ગીરવે મૂક્યા હતા, પરંતુ લોન ભરી તેને પરત લઈ જઈ રહ્યા નથી. મુથૂટ કંપની આવા લોકોને પહેલાં નોટિસ મોકલે છે અને લોનના નાણાં ભરી જ્વેલરીને પરત લઈ જવા કહે છે. આવી નોટિસ પછી પણ જો લોકો તેમના ઘરેણાં પાછા નથી લેતા, તો પછી આવા ઘરેણાની હરાજી કરવામાં આવે છે. આવી ગોલ્ડ જ્વેલરી બજાર ભાવ કરતા સસ્તા ભાવે મળે છે.

ગોલ્ડ જ્વેલરીની હરાજી મુથૂટ કંપની દિલ્હી સહિત અનેક શહેરોમાં કરશે. 23 મી ડિસેમ્બર, 2020 ના રોજ મુથૂટ દક્ષિણ બેસ્ટ દિલ્હીમાં હરાજી કરશે. આ પહેલાં તમે મુથૂટ મિની ફાઇનાન્સિયર્સ લિમિટેડ શોપ નંબર 130/1 જનકપુરી ડી બ્લોક, નવી દિલ્હીની મુલાકાત લઈ આ જ્વેલરી જોઈ શકો છો. પૂર્વ દિલ્હીમાં જ્વેલરી જોવા માટે દુકાન નંબર E-23F-1 પ્રથમ માળ, દિલશાદ કોલોની, નવી દિલ્હી છે. હરાજી માટે કંપનીએ એક જાહેરાત પણ આપી છે, જેના દ્વારા તમે વધારે માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો: રાંધણ ગેસની રામાયણ, 15 દિવસમાં રાંધણ ગેસનો બાટલો 100 રૂપિયા થયો મોંઘો

મુથૂટ મીની ફાઇનાન્સિયર્સની હરાજીમાં ભાગ લેવા માંગતા હો, તો તમારી પાસે પાનકાર્ડ હોવું જોઈએ. પાનકાર્ડ સિવાય જીએસટી પ્રમાણપત્ર અથવા આવા અન્ય ઓળખ કાર્ડની જરૂર પડી શકે છે. મુથૂટ મિની ફાઇનાન્સિયર્સની હરાજી પહેલાં નિશ્ચિત રકમ જમા કરવી પડશે જે હરાજી બાદ પરત કરવામાં આવશે. હરાજીમાં જો તમે સોનાના આભૂષણો ખરીદો છો, તો પછી આ નાણાં તેમાંથી બાદ કરી દેવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati