રાંધણ ગેસની રામાયણ, 15 દિવસમાં રાંધણ ગેસનો બાટલો 100 રૂપિયા થયો મોંઘો

અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમવાર માત્ર 15 દિવસમાં રાંધણ ગેસના બાટલામાં રૂ.100નો ભાવ વધારો થયો છે. બીજી તરફ એલપીજી ગ્રાહકોને છેલ્લા 8 મહિનાથી રાંધણ ગેસના બાટલાની સબસિડી મળી નથી.

રાંધણ ગેસની રામાયણ, 15 દિવસમાં રાંધણ ગેસનો બાટલો 100 રૂપિયા થયો મોંઘો
રાંધણગેસનો બાટલો 100 રૂપિયા થયો મોંઘો


અમદાવાદ જિલ્લાના અંદાજે 17 લાખ સહિત ગુજરાતભરના 1.16 કરોડ એલપીજી ગ્રાહકોને છેલ્લા 8 મહિનાથી રાંધણ ગેસના બાટલાની સબસિડી મળી નથી. સબસિડી નહીં મળવા માટે પુરવઠા વિભાગ કે ડિલરો પાસે કોઇ કારણ નથી. બીજી તરફ અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમવાર માત્ર 15 દિવસમાં રાંધણ ગેસના બાટલામાં રૂ.100નો ભાવ વધારો થયો છે. LPG વિતરણ કરનારા અમદાવાદ જિલ્લાના 103 સહિત રાજ્યમાં 962 ડિસ્ટ્રિબ્યુટર છે. પુરવઠા વિભાગના સૂત્રો કહે છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સબસિડી નહીં લેનારા અને મળવાપાત્ર ન હોય તેવા 7 લાખ ગ્રાહકો છે. આ સિવાયના ગ્રાહકો સબસિડીની રાહ જોઇ રહ્યા છે, પરંતુ કેન્દ્ર તરફથી સબસિડી મળી નથી.

 

 

આ પણ વાંચો: વડોદરા: ડભોઈ SOGને મોટી સફળતા, 78 કિલો ગાંજા ઝડપ્યો

Click on your DTH Provider to Add TV9 Gujarati