મુકેશ અંબાણીની દિવાળીની ખરીદી, જર્મનીની આ કંપની પર કરી શકે છે કબજો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Dhinal Chavda

Updated on: Oct 14, 2022 | 1:18 PM

આ કંપનીની ડીલ વેલ્યુ એક બિલિયન ડૉલરથી લઈને 1.2 બિલિયન ડૉલર સુધીની હોઈ શકે છે. આમાં દેવું પણ સામેલ છે. સૂત્રોનું માનીએ તો બંને કંપનીઓ વચ્ચે વેલ્યુએશન સહિતની વિગતોની ચર્ચા થઈ રહી છે.

મુકેશ અંબાણીની દિવાળીની ખરીદી, જર્મનીની આ કંપની પર કરી શકે છે કબજો
Mukesh Ambani

દેશના બીજા નંબરના સૌથી મોટા અબજોપતિ મુકેશ અંબાણીએ હવે ઘણા ક્ષેત્રોમાં પોતાનો બિઝનેસ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન હવે મુકેશ અંબાણી (Mukesh Ambani)ની દિવાળીની શોપિંગ સારી રહી શકે છે. કારણ કે મુકેશ અંબાણી ટૂંક સમયમાં જ બીજી જર્મન કંપની મેટ્રો એજી (Metro AG) ખરીદવા જઈ રહ્યા છે અને દિવાળી સુધીમાં તેનો કબજો લઈ લેશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ભારતમાં જર્મન કંપની મેટ્રો એજીના હોલસેલ બિઝનેસને ખરીદવાની રેસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર કંપની રહી છે.

મુકેશ અંબાણી હવે દેશના રિટેલ સેક્ટરમાં પ્રભુત્વ જમાવવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને કંપનીઓ વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે. તમને જણાવી દઈએ કે આ પહેલા થાઈલેન્ડની કંપની Charoen Pokphand Group Co. મેટ્રો એજીના ભારતીય બિઝનેસને ખરીદવામાં પણ રસ દાખવ્યો હતો. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર મેટ્રો સાથે તેમની વાતચીત ચાલી રહી નથી. એટલે કે હવે મેટ્રો કેશ એન્ડ કેરી (Metro Cash & Carry) બિઝનેસ ખરીદવાની રેસમાં માત્ર રિલાયન્સ (RIL) જ રહી ગઇ છે. આગામી મહિના સુધીમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

આ કંપનીની ડીલ વેલ્યુ એક બિલિયન ડૉલરથી લઈને 1.2 બિલિયન ડૉલર સુધીની હોઈ શકે છે. આમાં દેવું પણ સામેલ છે. સૂત્રોનું માનીએ તો બંને કંપનીઓ વચ્ચે વેલ્યુએશન સહિતની વિગતોની ચર્ચા થઈ રહી છે. મેટ્રો અને રિલાયન્સના પ્રતિનિધિઓએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

જાણો શું છે મેટ્રોનો બિઝનેસ?

મેટ્રો 2003માં ભારતીય બજારમાં પ્રવેશી હતી અને હાલમાં દેશમાં 31 જથ્થાબંધ વિતરણ કેન્દ્રો ધરાવે છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં હોટલ, રેસ્ટોરન્ટ અને નાના રિટેલર્સનો સમાવેશ થાય છે. રિલાયન્સ પહેલાથી જ દેશની સૌથી મોટી બ્રિક એન્ડ મોર્ટાર રિટેલર છે. હોલસેલ યુનિટના આગમન સાથે તેની સ્થિતિ વધુ મજબૂત થશે. એમેઝોને પણ મેટ્રો બિઝનેસમાં રસ દાખવ્યો હતો. પરંતુ કોઈ કારણોસર તેમની વાતચીત આગળ વધી શકી ન હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati