MONEY9: અત્યારે NBFC શેરમાં રોકાણ કરવું જોઇએ?

NBFC શેરોની હાલત ખરાબ છે. આ સેક્ટર માટે હાલના દિવસોમાં ઘણાં ફેરફાર જોવા મળ્યા છે. રિઝર્વ બેંકે છેલ્લા બે મહિનામાં વ્યાજ દરોમાં બે વખત વધારો કર્યો છે. સાથે સાથે આ સેક્ટરના લોન વિતરણના માપદંડો ઘણાં સખત કરી દીધા છે.

MONEY9: અત્યારે NBFC શેરમાં રોકાણ કરવું જોઇએ?
Should you invest in NBFC stocks now
Follow Us:
Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 11, 2022 | 6:35 PM

Money9: રિઝર્વ બેંકે  NBFC માટેના માપદંડોમાં ફેરફાર કર્યા છે. ત્યારે રોકાણકારો (INVESTORS) પર તેની અસર પડવાની નક્કી છે. આ વાત આપણે આશિષના ઉદાહરણ સાથે સમજીએ. ઉદેપુરનો આશીષ શેર બજારનો જુનો ખેલાડી છે. પોતાને શેર બજારનો બાજીગર માનીને તે એવા સેક્ટર પર દાવ લગાવે છે જેમાં તેને લાગે છે કે આગળ પૈસા બનાવવાની તક મળશે. આ રણનીતિ હેઠળ તેણે નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ એટલે કે NBFC શેર પર દાવ લગાવ્યો હતો. પરંતુ આ વખતે તેનો આત્મવિશ્વાસ કંઇક ડગમગી ગયો હોય તેવું દેખાઇ રહ્યું છે.

NBFC શેરોની હાલત ખરાબ છે. આ સેક્ટર માટે હાલના દિવસોમાં ઘણાં ફેરફાર જોવા મળ્યા છે. રિઝર્વ બેંકે છેલ્લા બે મહિનામાં વ્યાજ દરોમાં બે વખત વધારો કર્યો છે. આ ઉપરાંત, આ સેક્ટર માટે એક મોટો પડકાર એ પણ છે કે હાલમાં જ રિઝર્વ બેંકે આ સેક્ટરના લોન વિતરણના માપદંડો ઘણાં સખત કરી દીધા છે. હવે આ સેક્ટરને બેંકોની સમાન જ ઘણાં નિયમો-કાયદાઓનું પાલન કરવું પડશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એક્સપર્ટનો મત

હવે તમારા મનમાં સવાલ ઉભો થાય કે આ બધાથી NBFC (એનબીએફસી) માટે શું સમસ્યા આવશે. આને સમજવા માટે તમારે રેટિંગ એજન્સીઓ અને એક્સપર્ટનો મત જાણવો પડશે. જિયોજિત ફાઇનાન્સિયલના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ્ટ વી.કે.વિજયકુમાર કહેછે કે વ્યાજ દરોમાં હજુ વધારે વૃદ્ધિ થવાની શક્યતા છે. આ સાઇકલના અંતમાં રેપો રેટ છ ટકાની નજીક રહેવાનું અનુમાન છે.

રેટિંગ એજન્સીનું અનુમાન છે કે વ્યાજ દરો વધવાથી NBFCનું બોરોવિંગ (borrowing) કે ફંડિગં કૉસ્ટ વધી શકે છે. અનુમાન એવું છે કે આ વર્ષે NBFCના ફંડિગ કૉસ્ટમાં 0.85% થી 1.05%નો વધારો થઇ શકે છે. 1 ઓક્ટોબર 2022થી NBFCની સામે નવો પડકાર આવવાનો છે. ફાઇનાન્સિયલ સિસ્ટમની સ્ટેબિલિટી માટે NBFC ના નાદાર થવા પર લગામ લગાવવા માટે RBIએ નિયમો જાહેર કર્યા છે. જેનાથી પણ NBFCનો લોનનો ખર્ચ વધી જશે.

ખર્ચને પાસ-ઓન કેવી રીતે કરશે NBFC

હવે સવાલ એ છે કે વધેલી કૉસ્ટને કેટલી pass-on કરી શકશે NBFC.તો આનો જવાબ એ છે કે NBFCની કુલ AUM એટલે કે એસેટ્સ અંડર મેનેજમેન્ટ (assets under management)નો 35 થી 40% હિસ્સો હોમ લોન સેગમેન્ટમાંથી આવે છે અને આ સેગમેન્ટમાં હાલના તેમજ નવા બન્ને પ્રકારના ગ્રાહકોને વધેલો ખર્ચ pass-on થઇ જવો જોઇએ કારણ કે મોટાભાગની હોમ લોન ફ્લોટિંગ રેટ પર આપવામાં આવે છે. પરંતુ બેંકો સાથે વધતી સ્પર્ધાના કારણે વ્યાજદરોમાં થયેલો વધારો એ કદાચ ખર્ચમાં થયેલા વધારા બરાબર ન પણ હોય.

બીજી બાજુ ઑટો લોન અને માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એટલે કે MSME ફાઇનાન્સિંગ જેવા અન્ય સેગમેન્ટ્સમાં મોટાભાગની લોન ફિકસ્ડ દરે આપવામાં આવે છે. એટલે કે માત્ર નવી લોન પર જ વધેલા દરો લાગૂ થઇ શકશે.

NBFC નું પ્રદર્શન કેવું છે

હવે જોઇએ કે NBFC નું પ્રદર્શન કેવું ચાલી રહ્યું છે. તો જો NBFC માટે ચોથા ક્વાર્ટરના પરિણામો પર નજર નાંખીએ તો એ સ્પષ્ટ દેખાય છે કે NBFC ની NPA એટલે કે એસેટ ક્વોલિટીમાં સુધારો થયો હતો. ઓમિક્રૉનની મામૂલી અસર અને ઓછા ખાતા NPA થવાથી એસેટ ક્વોલિટીમાં સુધારો થયો છે. રેટિંગ એજન્સી ICRA (ઇકરા)ના અનુસાર NBFCની NPA ડિસેમ્બર 2021માં 5.7%થી ઘટીને માર્ચ 2022માં 4.4% થઇ છે.

આ તો થઇ પ્રદર્શનની વાત. હવે એ પણ જાણો કે આ સેકટરનો આઉટલુક એટલે કે ભવિષ્યના પ્રદર્શનને લઇને NBFCનો પોતાનો કે અન્ય નિષ્ણાંતોનો અભિપ્રાય શું છે. તો આમાં એક વાત સ્પષ્ટ દેખાઇ રહી છે કે તમામ પડકારો છતાં આઉટલુકને લઇને NBFC બુલિશ છે. તેમનો લોન ગ્રોથ મજબૂત રહેવાનું અનુમાન છે. ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોની માંગમાં રિકવરીની આશા છે. નવા વાહનોનું વેચાણ વધવાની આશા છે. હવે કંપનીઓનું ક્રેડિટ ખર્ચ ઘટાડવા પર ફોકસ છે જેનાથી નફામાં સુધારાની શક્યતા છે.

NBFC ના શેરનું પ્રદર્શન

હવે જરા NBFC ના શેરના પ્રદર્શન પર પણ નજર નાંખી લઇએ. છેલ્લા એક વર્ષમાં આવી બધી કંપનીઓની હાલત ખરાબ છે. છેલ્લા એક વર્ષમાં ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટને છોડીને બાકી બધી મુખ્ય કંપનીઓએ નેગેટિવ રિટર્ન આપ્યું છે. એટલે આમાં રોકાણકારોને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. કુલ મળીને કહીએ તો ફંડિંગ કૉસ્ટ વધવાથી NBFCના માર્જિન પર દબાણની આશંકા છે. પરંતુ મજબૂત માંગ, એસેટ ક્વોલિટીમાં સુધારો અને પ્રોવિઝનિંગના કુશનથી નફા પર વધારે દબાણની આશંકા નથી.

જાણકારોનું કહેવું છે કે આ શેરોમાં ઘટાડો બજારમાં મંદીના સમયને અનુરૂપ જ છે. તો આશીષ જેવા લોકો આ સેક્ટરમાં લૉંગ ટર્મમાં રોકાણ કરીને સારા રિટર્નની આશા રાખી શકે છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">