Share Market : આજના કારોબારમાં રોકાણકારોને 2.8 લાખ કરોડનું નુકસાન, જાણો ક્યાં સ્ટોકમાં રહ્યો સૌથી વધુ ઉતાર – ચઢાવ

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoનો સ્ટોક આજે 12.61 ટકા ઘટ્યો અને શેર રૂ. 41.60 પર બંધ થયો છે. લોક-ઇન પિરિયડ પૂરો થયા બાદ સ્ટોક દબાણ હેઠળ છે.

Share Market : આજના કારોબારમાં રોકાણકારોને 2.8 લાખ કરોડનું નુકસાન, જાણો ક્યાં સ્ટોકમાં રહ્યો સૌથી વધુ ઉતાર - ચઢાવ
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 7:46 PM

આજે સતત બીજા દિવસે બજારમાં વેચવાલીનો દબદબો રહ્યો અને શેરબજાર(Share Market) ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 497 પોઈન્ટ ઘટીને 55268ના સ્તરે અને નિફ્ટી 147 પોઈન્ટના ઘટાડા સાથે 16483ના સ્તરે બંધ થયા છે. આજે સેન્સેક્સના ટોપ-30માં નવ શેરો ઉછાળા સાથે બંધ થયા હતા અને 21 શેર ઘટ્યા હતા. બજાજ ફાઇનાન્શિયલ સર્વિસિસ, પાવરગ્રીડ, ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સના શેરમાં વધારો થયો હતો. ઈન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેન્ક અને ડૉ.રેડ્ડીના શેર ઘટ્યા હતા. આજના ઘટાડા બાદ BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 257.34 લાખ કરોડ પર આવી ગયું છે. આજના ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં 2.8 લાખ કરોડનો ઘટાડો થયો છે.

શેરબજારની છેલ્લી  સ્થિતિ

SENSEX 55,268.49       −497.73 (0.89%)
NIFTY 16,483.85       −147.15 (0.88%)

મહેતા ઇક્વિટીઝના રિસર્ચ એનાલિસ્ટ પ્રશાંત તાપસીએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વની બેઠક પહેલા આજે બજારમાં વેચવાલી જોવા મળી હતી. એવું માનવામાં આવે છે કે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કરશે. નિફ્ટી માટે 16500નું લેવલ મહત્ત્વપૂર્ણ હતું જેને તેણે તોડી નાખ્યું છે. હવે નિફ્ટી માટે આગામી સપોર્ટ 16250ના સ્તરે છે.

એશિયન પેઇન્ટ્સના નફામાં 80 ટકાથી વધુનો ઉછાળો

એશિયન પેઇન્ટ્સે જૂન ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું છે. કંપનીના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 80.39 ટકાનો ઉછાળો આવ્યો છે અને આ રકમ રૂ. 1036 કરોડ થઈ છે. જૂન 2021 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 574 કરોડ હતો. કંપનીની ઓપરેટિંગ આવક 55 ટકાના ઉછાળા સાથે રૂ. 8578 કરોડ રહી હતી. જૂન 2021 ક્વાર્ટરમાં કંપનીની ઓપરેટિંગ આવક 5534 કરોડ રૂપિયા હતી. કંપનીના કુલ ખર્ચમાં 48.91 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે 7288 કરોડ રૂપિયા રહ્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

Nifty 50 Top Gainers

Company Name High Low Last Price Prev Close Change % Gain
Bajaj Finserv 13,548.85 12,790.00 13,313.00 12,619.55 693.45 5.5
JSW Steel 599.65 581.6 597.75 585.5 12.25 2.09
Grasim 1,517.45 1,485.10 1,514.85 1,498.50 16.35 1.09
Bharti Airtel 685.35 670.25 684.1 678.4 5.7 0.84
Coal India 203.3 199.55 202.3 200.9 1.4 0.7

Zomatoનો સ્ટોક લગભગ 12 ટકા તૂટ્યો

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoનો સ્ટોક આજે 12.61 ટકા ઘટ્યો અને શેર રૂ. 41.60 પર બંધ થયો છે. લોક-ઇન પિરિયડ પૂરો થયા બાદ સ્ટોક દબાણ હેઠળ છે. જોકે, બ્રોકરેજ ફર્મ જેફરીઝે સ્ટોક માટે મજબૂત લક્ષ્ય નક્કી કર્યું છે. તેમના મતે આ સ્ટોક 100ના સ્તરે જશે. આ વર્તમાન સ્તરથી 125 ટકાથી વધુ છે.

આ શેર્સમાં સૌથી વધુ નુકસાન નોંધાયું

Company Prev Close (Rs) Current Price (Rs) % Change
Tanla Platforms 913.7 731 -20
Pritika Auto Ind. 15.5 12.63 -18.52
Niyogin Fintech 37 31.55 -14.73
Zomato 47.55 41.65 -12.41
Anjani Finance Ltd. 4.99 4.4 -11.82
Ramco Systems Lt 310.35 276.45 -10.92
Olympia Inds. 53.2 47.9 -9.96
Tirupati Sarjan 7.97 7.18 -9.91
Bombay Wire Rope 46.4 41.8 -9.91
Duke Offshore Lt 9.15 8.26 -9.73

બજાજ ઓટોના નફામાં ઘટાડો

બજાજ ઓટોએ જૂન ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું છે. કંપનીના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં ઘટાડો થયો છે અને તે રૂ. 1163 કરોડ રહ્યો છે. જૂન 2021 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 1170 કરોડ હતો. કંપનીની ઓપરેટિંગ આવક 8005 કરોડ હતી, જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં 7386 કરોડ હતી. વેચાણ એકમોમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને કંપનીનું કુલ વેચાણ 933646 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 1006014 યુનિટ હતું.

g clip-path="url(#clip0_868_265)">