સ્વિસ બેંકમાં કેટલું કાળું નાણું જમા છે ? જાણો આ સવાલનો નિર્મલા સીતારમણે શું આપ્યો જવાબ

સીતારમણે (Nirmala Sitharaman) કહ્યું કે મીડિયા રિપોર્ટ્સમાં આ આંકડાઓનું અર્થઘટન કેવી રીતે કરવું તે ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. જેના કારણે ભ્રામક હેડલાઇન્સ અને વિશ્લેષણો સામે આવ્યા છે.

સ્વિસ બેંકમાં કેટલું કાળું નાણું જમા છે ? જાણો આ સવાલનો નિર્મલા સીતારમણે શું આપ્યો જવાબ
Black Money (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 1:06 PM

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) સોમવારે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે સ્વિસ બેંકોમાં (Swiss banks) ભારતના લોકો દ્વારા જમા કરાયેલા નાણાં વિશે કોઈ સત્તાવાર અંદાજ નથી. તેમણે કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 2020ની સરખામણીમાં 2021માં સ્વિસ બેંકોમાં ભારતીય લોકોની જમા રકમમાં ઉછાળો આવ્યો છે. તેમણે ગૃહને જણાવ્યું હતું કે સરકારે પનામા પેપર્સ લીક, પેરેડાઈઝ પેપર્સ લીક ​​અને તાજેતરમાં બહાર આવેલા પેન્ડોરા પેપર્સ લીક ​​જેવા વિદેશી અસ્કયામતોને લગતા કેસોની ઝડપી અને સંકલિત તપાસ કરવા માટે એક બહુ-એજન્સી ટીમ (MAG) ની રચના કરી છે. આમાં અમલીકરણ એજન્સીઓ/સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

નાણામંત્રીએ કહ્યું કે, ભારતીય નાગરિકો અને કંપનીઓ દ્વારા સ્વિસ બેંકોમાં કેટલા પૈસા જમા છે તેનો કોઈ સત્તાવાર અંદાજ નથી. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020ની સરખામણીમાં 2021માં સ્વિસ બેંકોમાં જમા ભારતીયોની સંપત્તિમાં વધારો થયો છે.

તેમણે કહ્યું કે આ મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ થાપણો સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીયો દ્વારા કથિત રીતે જમા કરાયેલા કાળા નાણાની રકમ દર્શાવતી નથી. તેમણે ધ્યાન દોર્યું કે આ વિષય પર સ્વિસ સત્તાવાળાઓએ પહેલાથી જ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય મીડિયા નિયમિતપણે સ્વિસ નેશનલ બેંક (SNB) દ્વારા પ્રકાશિત ડેટાનો ઉપયોગ સ્વિસ નાણાકીય સંસ્થાઓમાં ભારતીય રહેવાસીઓની સંપત્તિની રકમના વિશ્વસનીય સૂચક તરીકે કરે છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

ગેરમાર્ગે દોરેલા શીર્ષકથી બ્લેમની વિશે ગેરસમજ

સીતારમણે કહ્યું કે મીડિયા રિપોર્ટ્સમાં આ આંકડાઓનું અર્થઘટન કેવી રીતે કરવું તે ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. જેના કારણે ભ્રામક હેડલાઇન્સ અને વિશ્લેષણો સામે આવ્યા છે. આ ઉપરાંત વારંવાર એવું માની લેવામાં આવે છે કે, ભારતીય નાગરિકો દ્વારા સ્વિટ્ઝર્લેન્ડમાં જમા ધન અઘોષિત જ છે.

તેમણે કહ્યું કે 31 મે, 2022 સુધી બ્લેક મની એન્ડ ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ 2015 હેઠળ 368 કેસોની આકારણીનું કામ પૂર્ણ થઈ ગયું છે અને 14,820 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ મૂકવામાં આવી છે અને 1,294 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બ્લેક મની (અનડિક્લોઝ્ડ ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) અને ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ 2015 હેઠળ 648 ઘોષણાઓ કરવામાં આવી છે જેમાં રૂ. 4,164 કરોડની વિદેશી સંપત્તિ સામેલ છે.

8468 કરોડની અઘોષિત આવકને ટેક્સના દાયરામાં લાવવામાં આવી

નાણામંત્રીએ કહ્યું કે 31 મે, 2022 સુધી, HSBC સાથે વિદેશી બેંક ખાતામાં અઘોષિત રકમ જમા કરાવવાના કિસ્સામાં અત્યાર સુધીમાં 8,468 કરોડ રૂપિયાથી વધુની અઘોષિત આવકને કરવેરા હેઠળ લાવવામાં આવી છે અને 1,294 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે બ્લેક મની (અનડિક્લોઝ્ડ ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) અને ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ 2015 હેઠળ 648 ઘોષણાઓ કરવામાં આવી છે જેમાં રૂ. 4,164 કરોડની વિદેશી સંપત્તિ સામેલ છે.

ત્રણ મહિનાની કમ્પ્લાયન્સ વિન્ડો સ્કીમ હેઠળ એક વખતની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ યોજના 30 સપ્ટેમ્બર 2015ના રોજ બંધ કરવામાં આવી હતી. આવા કેસોમાં ટેક્સ અને પેનલ્ટી તરીકે લગભગ રૂ. 2,476 કરોડની રકમ વસૂલવામાં આવી હતી.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">