MONEY9: ઓવર સ્પેન્ડિંગને કેવી રીતે ઘટાડશો?

તમે ખરીદી કરવા જાવ તો એવું ઘણી વખત બન્યું હશે કે તમે ધાર્યા કરતાં વધુ ખરીદી કરીને ઘરે આવ્યા હોવ. અલગ અલગ સ્ટડીઝ એ જણાવે છે કે ઓવરસ્પેન્ડિંગની સમસ્યાને પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી અને ઈમોશનલ અંડર સ્ટેન્ડિંગ દ્વારા દૂર કરી શકાય છે.

MONEY9: ઓવર સ્પેન્ડિંગને કેવી રીતે ઘટાડશો?
How to avoid overspending
Follow Us:
Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 19, 2022 | 4:59 PM

Money9: જો તમે જરૂરિયાતથી વધારે ખર્ચ કરો છો અને પછી નાણાભીડની સમસ્યાથી પરેશાન છો તો તમે દુનિયામાં આવા એકલા વ્યક્તિ નથી. ઓવર સ્પેન્ડિંગની મુશ્કેલીથી દુનિયામાં ઘણાંબધા લોકો પરેશાન છે. અલગ અલગ સ્ટડીઝ એ જણાવે છે કે ઓવરસ્પેન્ડિંગની સમસ્યાને પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી અને ઈમોશનલ અંડર સ્ટેન્ડિંગ જ દ્વારા દૂર કરી શકાય છે. ફિનોલોજીના એક રિપોર્ટ અનુસાર ભારતમાં લોકો પોતાની કમાણીનો 34 ટકા હિસ્સો બચત કરે છે તો 66 ટકા હિસ્સો ખર્ચ કરે છે. અંદાજે 11 ટકા લોકો જેટલું કમાય છે એટલું ખર્ચ કરી નાખે છે તો દર છમાંથી એક વ્યક્તિ નિયમિત રીતે ઓવરસ્પેન્ડિંગ કરે છે.

સ્ટડી શું દર્શાવે છે?

એક સ્ટડી અનુસાર લોકોનો ખર્ચ અચાનક નથી વધતો, પરંતુ તેમાં ધીમે ધીમે વધારો થાય છે. મજાની વાત એ છે કે મોટાભાગે તેમને એ ખબર નથી હોતી કે તેઓ કેમ જરૂરિયાત કરતાં વધારે ખર્ચ કરે છે. લોકો ખરીદી કરતી વખતે એ નક્કી નથી કરી શકતા કે શું ખરીદવું જોઈએ અને શું નહીં. આવા લોકો માટે ખર્ચને કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ જાય છે. અમે ઓવરસ્પેન્ડિંગની સમસ્યાની વાત તો કરી દીધી. હવે તેના કારણોને પણ સમજી લઈએ.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

જરૂરિયાત કરતાં વધારે ખર્ચ કરવા ઉપરાંત મીડિયા, જાહેરાત અને સોશિયલ પ્રેશર પણ ઓવર સ્પેન્ડિંગને પ્રોત્સાહન આપે છે. સાથે જ કંપનીઓની માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ કન્ઝ્યુમરને ફીલ કરાવે છે કે ચીજો ખલાસ થઈ રહી છે તેથી તમે જો તેને નહીં ખરીદો તો તમને મળશે નહીં. એટલે એ તમને એ સમજાવાની કોશિશ કરે છે કે આ સામાનની લોએસ્ટ પ્રાઈસ છે તો પૈસા બચાવવા છે તો અત્યારે જ તેને ખરીદી લો. ખાસ કરીને ઓનલાઈન શોપિંગમાં પ્રોડક્ટની ઈમેજની નીચે એ લખેલું દેખાશે કે ઓલમોસ્ટ સોલ્ડ આઉટ કે લાસ્ટ ફ્યૂ પિસિસ રિમેઈનિંગ એટલે કે આ સામાન ખલાસ થઈ જવાનો છે કે પછી કેટલાક પીસ જ વધ્યા છે.

ઇ કોમર્સ કંપનીઓ ઈ-મેઈલ કે એપ નોટિફિકેશન દ્વારા પણ ગ્રાહકોને એ વાત ગળે ઉતારે છે કે સેલમાં જઈને ખરીદી કરવાથી તે એટલે કે ગ્રાહક ઘણા પૈસા બચાવી શકે છે.

સોશિયલ મીડિયાનું પ્રેશર

જો સોશિયલ પ્રેશરની વાત કરીએ તો લોકો પર રેસ્ટોરન્ટમાં જઇને ખાવાનું કે પરિવાર અને દોસ્તોની સાથે વેકેશન પર જવાનું પ્રેશર હંમેશા રહેતુ હોય છે. લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર બીજા લોકોને બહાર ફરતા કે ખાતાપીતા જુએ છે તો તેમને પણ બહાર ફરવા જવાનું મન થાય છે. તેમના ઘરવાળા આ અંગે તેમની પર પ્રેશર નાંખે છે. પછી ભલે ખિસ્સું તેની મંજૂરી આપે કે ન આપે. લોકોને એવું લાગે છે કે આવું કરવાથી ખુશી મળશે. સાથે જ જો ખર્ચ કરીશું તો એક સોશિયલ સ્ટેટસ મેઈન્ટેન થશે.

શું છે ઉકેલ?

  1. હવે અમે તમને સમસ્યા અને તેનું કારણ તો બતાવી દીધું તો તેનો ઉકેલ પણ અમે જ બતાવીશું. તો અમારી આ વાતોને ધ્યાનથી સાંભળજો.
  2. કેશથી પેમેન્ટ કરો. કાર્ડથી પેમેન્ટ કરવાથી આપણને એ ખબર નથી પડતી કે કેટલા પૈસા કપાઈ રહ્યાં છે અને એકાઉન્ટમાં કેટલા પૈસા બાકી બચ્યા છે. જેના કારણે આપણે લાપરવાહ થઈને ખર્ચ કરીએ છીએ.
  3. પોતાના ખર્ચની એક ડાયરી બનાવી લો. જેનાથી તમને ખબર પડશે કે કેટલા પૈસા ક્યાં ખર્ચાઇ રહ્યાં છે અને ક્યાં ખર્ચ કરવો અને ક્યાં ન કરવો.
  4. બહાર શોપિંગ કરવા જઇ રહ્યાં છો તો પહેલેથી બજેટ બનાવી લો. એટલે એ નક્કી કરીને જાઓ કે કેટલાનો સામાન ખરીદવાનો છે અને કોઇપણ સંજોગોમાં ખર્ચની લિમિટ ક્રોસ ન કરશો.
  5. સેવિંગનો ગોલ બનાવી લો એટલે કે મહિનામાં કેટલા પૈસા બચાવવાના છે. જેવો પગાર થાય કે તેનો કેટલોક હિસ્સો એક અલગ સેવિંગ એકાઉન્ટમાં નાંખી દો અને બાકીનો ખર્ચ કરો.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">