આજનું હવામાન : ગુજરાતવાસીઓને હવે આખો દિવસ પહેરવુ પડશે સ્વેટર ! ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતવાસીઓને હવે આખો દિવસ પહેરવુ પડશે સ્વેટર ! ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video

| Updated on: Nov 23, 2024 | 7:49 AM

હવામાન વિભાગે ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં પારો ગગડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. ગુજરાતના 13 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચી જાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી એક અઠવાડિયું 17 ડિગ્રીની તાપમાન રહી શકે છે.

ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 27મી સુધી 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ શકે છે અને ત્યારબાદ પારો ગગડીને 14 ડિગ્રી થવાની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં ઠંડો પવન ફૂંકાવા લગાશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે.

રાજ્યમાં કેવુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી,અરવલ્લી, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, મોરબી, મહેસાણા, કચ્છ, ખેડા, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત તાપી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

g clip-path="url(#clip0_868_265)">