AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Insurance લેતી વખતે ટાળો આ 6 ભૂલ, નહીંતર થશે મોટું નુકસાન, જાણો વિગતવાર

જીવન વીમા બાબતે થતી સામાન્ય ભૂલો શું છે અને તમામ સાવચેતી સાથે વીમો ખરીદીને આ ભૂલોને કેવી રીતે ટાળી શકાય? તે ઉપર કરો એક નજર

Life Insurance લેતી વખતે ટાળો આ 6 ભૂલ, નહીંતર થશે મોટું નુકસાન, જાણો વિગતવાર
જીવન વીમા બાબતે થતી સામાન્ય ભૂલો શું છે અને તમામ સાવચેતી સાથે વીમો ખરીદીને આ ભૂલોને કેવી રીતે ટાળી શકાય? તે ઉપર કરો એક નજર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 10:12 AM
Share

જીવન વીમો(Life Insurance) એક એવી બાબત છે જે આપણે કરેલા રોકાણ (Investment) અને પ્લાનિંગ (Planning) આપણા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બનાવે છે. અનેક વિકલ્પ અને માર્ગદર્શકોના કારણે વિમાની પસંદગીમાં ક્યારેક આપણે ભૂલ કરીએ છીએ. જોખમ સંચાલન સાધન તરીકે જીવન વીમો જ્યારે તમે ના હોવ ત્યારે તમારા પ્રિયજનોના નાણાકીય હિતોનું રક્ષણ કરે છે. આવી સ્થિતિમાં આ બાબતમાં કોઈપણ પ્રકારની નાની કે મોટી ભૂલ ટાળવી ખૂબ જ જરૂરી છે. જીવન વીમા બાબતે થતી સામાન્ય ભૂલો શું છે અને તમામ સાવચેતી સાથે વીમો ખરીદીને આ ભૂલોને કેવી રીતે ટાળી શકાય? તે ઉપર કરો એક નજર

1. ટર્મ ઇન્શ્યોરન્સ ન ખરીદવાની ભૂલ લોકો ધન વધારવા પર ખૂબ ભાર મૂકે છે અને સંપત્તિ સર્જન અને રોકાણ માટે જીવન વીમો ખરીદે છે. તેઓ ટર્મ પ્લાન ખરીદવાથી દૂર રહે છે, એવી દલીલ કરે છે કે હાલના રોકાણો સાથે જોડાયેલા વીમા ઉત્પાદનો પણ જીવન કવચ આપે છે અથવા તેઓએ અન્ય સાધનો દ્વારા નોંધપાત્ર રકમ એકઠી કરી છે. જો કે, મોટાભાગના લોકોને ખ્યાલ નથી આવતો કે ટર્મ પ્લાનનો મૂળભૂત ધ્યેય નાણાકીય સ્થિરતાને અસર કર્યા વિના નાણાકીય ટકાઉપણાને મદદ કરવાનો છે. તમારું રોકાણ સામાન્ય રીતે બાળકોના શિક્ષણ, નિવૃત્તિ વગેરે જેવા લક્ષ્યો સાથે જોડાયેલું હોય છે. આવી સ્થિતિમાં જો કેટલાક લોકો આર્થિક રીતે તમારા પર નિર્ભર હોય તો ટર્મ પ્લાન વૈકલ્પિક નથી.

2.દરેક સમસ્યાનો એક ઉકેલ ન હોય જીવન વીમો લાંબા ગાળાનો ઉપાય છે. આમાં પોલિસીધારકોને ભાગ્યે જ કોઈ સીધો લાભ છે કારણ કે તે તમારા પર નિર્ભર લોકો માટે ખરીદવામાં આવે છે. તાત્કાલિક લાભોના અભાવને કારણે, લોકો જીવન વીમો ખરીદતી વખતે ‘વધુ’ માંગે છે. લોકો અનેક ધ્યેયોને એક ઉકેલ સાથે વારંવાર જોડવાની ભૂલ કરે છે. આ નાણાકીય જોગવાઈ ઘટાડે છે. તે યાદ રાખવું અગત્યનું છે કે જીવન વીમો જીવનના નિર્ણાયક તબક્કાઓ સાથે સંકળાયેલી નાણાકીય જરૂરિયાતોને આવરી લે છે. આવી સ્થિતિમાં, તમામ લક્ષ્યો માટે માત્ર એક જ સાધન લેવાની ભૂલ ટાળવી જોઈએ કારણ કે તે આવનારા સમયમાં તમારા જીવનને પાટા પરથી ઉતારી શકે છે.

3. માહિતી છુપાવવાની ભૂલ ઘણા સ્માર્ટ લોકો સૌથી મોટી ભૂલ એ કરે છે કે સંપૂર્ણ માહિતી પૂરી પડતા નથી. તેઓ વિચારે છે કે જીવન વીમા પોલિસી ખરીદતી વખતે શું જાહેર કરવું અને શું જાહેર ન કરવું તે મોટી બાબત નથી. આ સમગ્ર ખરીદી પ્રક્રિયામાં, વ્યક્તિની જોખમ પ્રોફાઇલ (નાણાકીય અને તબીબી) સાથે સંબંધિત વીમાલેખન સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. લોકો પ્રીમિયમમાં વધારો ટાળવા માટે સંપૂર્ણ માહિતી આપતા નથી. આવી ભૂલોને કારણે વીમા કંપનીઓ દાવો ફગાવી દે છે. આ પોલિસી ખરીદવાના સમગ્ર હેતુને હરાવે છે.

4. પરિવારને પોલિસીની જાણ ન કરવી તમારા નાણાકીય નિર્ણયો વિશે તમારા આશ્રિતોને જાણ ન કરવી એ સૌથી મોટી ભૂલ છે. જો તમારા પર નિર્ભર લોકો તમારી પોલિસીની વિગતો જાણતા ન હોય તો જીવન વીમો ખરીદવાનો વાસ્તવિક હેતુ પૂરો થશે નહીં.

5. લાઈફ કવર રિવ્યુ મહત્વનું છે જીવન વીમો લાંબા ગાળાનું સાધન છે. લોકોને સામાન્ય રીતે લાગે છે કે એકવાર તમે ખરીદી કરો એટલે તમારો હેતુ પૂરો થાય છે. જો કે જેમ તમે જીવનના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાવ છો તેમ તેમ તમારા જીવનના આર્થિક અવરોધો પણ બદલાય છે. એટલા માટે તમારા લાઈફ કવરની સમીક્ષા કરવી જરૂરી છે. વર્ષમાં ઓછામાં ઓછું એક વખત આ કરવું જરૂરી છે.

6. ઇન્સ્ટ્રુમેન્ટની તુલના સ્માર્ટ લોકો દ્વારા થતી સૌથી મોટી ભૂલોમાંની એક વીમા અને અન્ય નાણાકીય પ્રોડક્ટ્સની સરખામણી છે. ઉદાહરણ તરીકે, ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી ઘણીવાર ગેરેંટીડ વીમા યોજનાઓ સાથે કરવામાં આવે છે. જો કે એફડી અને વીમા યોજનાઓનો હેતુ અલગ છે. આમાંથી એક બચત ઉત્પાદન છે જ્યારે અન્ય સંપત્તિ સર્જન ઉકેલ છે. એ જ રીતે ULIP ની તુલના ઘણીવાર SIP સાથે કરવામાં આવે છે. આ બંનેની તુલના કરી શકાતી નથી કારણ કે બંનેનો હેતુ અલગ છે અને બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે.

દરેક નાણાકીય નિર્ણયનું એક લક્ષ્ય હોય છે અને જીવન વીમાના કિસ્સામાં ઉદ્દેશ્ય સ્પષ્ટ છે – તમારા પરિવારના સપના અને આકાંક્ષાઓનું રક્ષણ કરવું. કોઈપણ પ્રકારની ખોટ ટાળવા માટે, વ્યક્તિએ પોતાને પૂછવું જોઈએ કે હું મારા પરિવારની નાણાકીય સ્થિરતાને મુશ્કેલી વગર ચાલુ રાખી શકું છું જ્યારે તમે આ પ્રશ્નનો જવાબ આપવાની સ્થિતિમાં હો ત્યારે વીમાનું મહત્વ અને રોકાણ યોગ્ય થશે.

આ પણ વાંચો: નાણાકીય વર્ષ 2020-21માં જાહેર ક્ષેત્રની બેન્કોએ બજારમાંથી 58,700 કરોડ એકત્ર કર્યા, કોરોનાકાળમાં ટકાવી રાખ્યો વિશ્વાસ

આ પણ વાંચો: FPI investment in india: વિદેશી રોકાણકારોનો ડગ્યો વિશ્વાસ, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 6105 કરોડ બજારમાંથી ઉપાડી લીધા

g clip-path="url(#clip0_868_265)">