AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market  : શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત, Sensex 60 હજાર નીચે સરક્યો

સપ્તાહના ત્રીજા દિવસે બજારમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 656 પોઈન્ટ ઘટીને 60,098 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 174 પોઈન્ટ ઘટીને 17,938 પર બંધ થયો હતો

Share Market  : શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત, Sensex 60 હજાર નીચે સરક્યો
શેરબજારમાં પ્રારંભિક કારોબાર લાલ નિશાન નીચે દેખાઈ રહ્યો છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 9:27 AM
Share

Share Market  : ભારતીય શેરબજાર આજે પણ નરમાશ સાથે કારોબાર આગળ ધપાવી રહ્યું છે. નબળા વૈશ્વિક સંકેત સાથે શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે નજરે પડી રહયા છે. સેન્સેક્સ 60 હજાર નીચે સરક્યો છે જયારે નિફટી 17,880 સુધી નીચલું સ્તર નોંધાવી ચુક્યો છે. શરૂઆતી કારોબારમાં બન્ને ઇન્ડેક્સ 0.3 ટકા ઘટાડો દર્શાવી રહ્યા છે.

વૈશ્વિક સંકેત નબળા મળ્યા

ભારતીય શેરબજાર માટે વૈશ્વિક બજારનું સેન્ટિમેન્ટ આજે અત્યંત નબળું રહ્યું છે. એશિયાના મુખ્ય બજારોમાં આજના કારોબારમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. અમેરિકાના મુખ્ય બજારો પણ બુધવારે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. ડાઉ જોન્સ બુધવારે 340 પોઈન્ટ નબળો પડ્યો અને 35,028.65 પર બંધ થયો. નાસ્ડેકમાં 167 પોઈન્ટની નબળાઈ છે અને તે 14,340.26 પર બંધ રહ્યો છે. S&P 500 ઈન્ડેક્સ 44 પોઈન્ટ ઘટીને 4,532.76 પર બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટી 0.42 ટકા નબળો પડ્યો છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સ પણ લાલ નિશાનમાં છે. જો કે, નિક્કી 225 અને હેંગ સેંગ મજબૂત થઈ રહ્યા છે. તાઈવાન વેઈટેડ રેડ માર્કમાં છે જ્યારે કોસ્પી અને શાંઘાઈ કંપોઝીટ લીડમાં છે.

AGS transact IPO

AGS transactનો IPO પ્રથમ દિવસે 88 ટકા ભરાયો છે. આ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂ. 166 થી રૂ. 175 નક્કી કરી છે.

આજે આ કંપનીઓના પરિણામો જાહેર થશે

આજે એટલે કે 20 જાન્યુઆરીએ કેટલીક નાની અને મોટી કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરવા જઈ રહી છે. તેમાં Bajaj Finserv, Cyient, Biocon, Hindustan Unilever, Asian Paints, Havells India, Persistent Systems, PNB Housing Finance, Agro Tech Foods, Century Textiles & Industries, Container Corporation Of India, Bank Of Maharashtra, Mphasis, Reliance Industrial Infrastructure, South Indian Bank, Vimta Labs અને VST Industriesનો સમાવેશ થાય છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ

NSE આજે F&O હેઠળ 6 શેરો પર ટ્રેડિંગ પ્રતિબંધ મૂકશે. જે શેરનું ટ્રેડિંગ થશે નહીં તેમાં BHEL, Escorts, Granules India, Indiabulls Housing Finance, Vodafone Idea અને SAIL નો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બુધવારે 19 જાન્યુઆરીએ બજારમાંથી રૂ. 2704.77 કરોડ ઉપાડ્યા હતા સાથે આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ પણ રૂ. 195.07 કરોડ ઉપાડ્યા હતા.

બુધવારે ઘટાડા સાથે કારોબાર પૂર્ણ થયો

સપ્તાહના ત્રીજા દિવસે બજારમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 656 પોઈન્ટ ઘટીને 60,098 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 174 પોઈન્ટ ઘટીને 17,938 પર બંધ થયો હતો. ઇન્ફોસિસનો શેર 2.85% ઘટીને રૂ. 1,866 થયો હતો.  સવારથી જ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. ટેક કંપનીઓના શેરમાં વધુ વેચવાલી જોવા મળી હતી. ઈન્ફોસિસ ઉપરાંત TCS, HCL અને વિપ્રોએ પણ દબાણ દર્શાવ્યું હતું.

આ પણ વાંચો :  Kitkat ના રેપર ઉપર ભગવાન જગન્નાથનો ફોટો લગાડવામાં આવતા વિવાદ છંછેડાયો, Nestle India એ શ્રદ્ધાળુઓની માંફી માંગી જથ્થો પરત મંગાવ્યો

આ પણ વાંચો :

એક સર્વે અનુસાર નવી નોકરી શોધનારાઓમાં પુરુષો કરતા મહિલાઓ વધારે, કોરોના બાદ આ કારણોથી નોકરી બદલવાની રુચિ દર્શાવી રહી છે

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">