Opening Bell : સાપ્તાહિક કારોબારની લીલા નિશાનમાં શરૂઆત, Sensex 55614 ઉપર ખુલ્યો

શેરબજાર શુક્રવારે સતત ચોથા દિવસે ઉછળ્યું હતું. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 85.90 પોઈન્ટ વધીને 55,550 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 35 પોઈન્ટ વધીને 16,630 પર બંધ થયો હતો.

Opening Bell : સાપ્તાહિક કારોબારની લીલા નિશાનમાં શરૂઆત, Sensex 55614 ઉપર ખુલ્યો
Bombay Stock Exchange - BSE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 9:19 AM

Share Market : નબળા વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે લીલા નિશાન ઉપર ખુલ્યા છે. સેન્સેક્સ(Sensex) 55,614.40 ઉપર ખુલ્યો હતો જેનું છેલ્લા સત્રનું બંધ સ્તર 55,550.30 હતું. શુક્રવારે સેન્સેક્સ 85.90 પોઈન્ટ વધીને 55,550 પર બંધ થયો હતો. બીજી તરફ નિફટી(Nifty)એ આજે  16,528.80 પર કારોબારનો પ્રારંભ કર્યો હતો . શુક્રવારે ઇન્ડેક્સ 35 પોઈન્ટ વધીને 16,630 પર બંધ થયો હતો.  કારોબારની શરૂઆત બાદ બંને મુખ્ય ઇન્ડેક્સમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. સેન્સેક્સ ગણતરીના સમયમાં 250 અને નિફટી 70 અંક ઉછળ્યા હતા.

વૈશ્વિક સંકેત નબળા મળ્યા

રશિયા અને યુક્રેન વચ્ચે હુમલા અટકવાનું નામ લઈ રહ્યા નથી ત્યારે આ યુદ્ધની અસર ફરી એકવાર અમેરિકન બજારો પર જોવા મળી છે. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતો જોવા મળ્યા હતા. શુક્રવારે યુએસ બજારો દબાણ હેઠળ આવ્યા હતા અને ઇન્ડેક્સ લાલ નિશાન સાથે બંધ થયો હતો. ડાઉ જોન્સ 200થી વધુ પોઈન્ટ તૂટ્યો અને ઈન્ડેક્સ 0.69 ટકાના ઘટાડા સાથે 32944 પર બંધ થયો. આ સિવાય નાસ્ડેકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને આ ઈન્ડેક્સ 286 પોઈન્ટ્સ ઘટ્યો હતો, એટલે કે તે 2.18 ટકા ઘટીને 12843 પર બંધ થયો હતો. એનર્જી સિવાયના તમામ સેક્ટર પર દબાણ જોવા મળ્યું હતું. રુસો-યુક્રેનિયન યુદ્ધે યુ.એસ.ના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટને નુકસાન પહોંચાડ્યું છે. એશિયન બજારોની વાત કરીએ તો અહીં પણ ઘટાડાના સંકેતો છે. SGX નિફ્ટી 45 પોઈન્ટ નીચે છે અને ઈન્ડેક્સ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

યુએસ માર્કેટ ની છેલ્લી સ્થિતિ

  • ડાઉ -2%
  • S&P -2.9%
  • નાસ્ડેક-3.5%

કોમોડિટી અપડેટ્સ

  • ક્રૂડ ઓઈલ 3% ઘટીને 110 ડોલર થી નીચે આવી ગયું
  • સોનું 2000 ડોલર ની નીચે સરક્યું

ચાલુ સપ્તાહની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 16 માર્ચે યુએસ ફેડ પોલિસી, વ્યાજ દરોમાં વધારો થવાના સંકેતો
  • ફેડ મોંઘવારી અને અર્થવ્યવસ્થા પર પણ અંદાજ કાઢશે
  • યુએસ રિટેલ વેચાણ અને હાઉસિંગ વેચાણ ડેટા જાહેર થશે
  • બેંક ઓફ જાપાન પોલિસી આવશે

FII-DII ડેટા

11 માર્ચના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શેરબજારમાંથી રૂ. 2263.90 કરોડ પરત ખેંચ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1686.85 કરોડનું રોકાણ કર્યું હતું.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

છેલ્લા સત્રનો કારોબાર

શેરબજાર શુક્રવારે સતત ચોથા દિવસે ઉછળ્યું હતું. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 85.90 પોઈન્ટ વધીને 55,550 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 35 પોઈન્ટ વધીને 16,630 પર બંધ થયો હતો. ફાર્મા અને બેંકિંગ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 246 પોઈન્ટ ઘટીને 55,218 પર ખુલ્યો હતો.તેના 30માંથી 16 વધ્યા અને 14 ઘટ્યા હતા.

આ પણ વાંચો : IPO : રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે LIC ના IPO માટે અસમંજસની સ્થિતિ જોકે ઘણી કંપનીઓ ઉભી છે કતારમાં

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આજે સવારે પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર થયા, જાણો શું છે તમારા શહેરમાં 1 લીટર ઇંધણની કિંમત

Latest News Updates

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">