IPO : રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે LIC ના IPO માટે અસમંજસની સ્થિતિ જોકે ઘણી કંપનીઓ ઉભી છે કતારમાં
એલઆઈસીનો આઈપીઓ ક્યારે લોન્ચ થશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. જોકે, આ દરમિયાન ઘણી કંપનીઓ દેશમાં IPO લાવવા માટે તૈયાર છે.
એલઆઈસીના આઈપીઓ(LIC IPO)ની રાહ લાંબી થઈ રહી છે અને અગાઉ તે 11 માર્ચે આવવાની ધારણા હતી પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine Crisis)ને કારણે તે થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી છે. અત્યારે એલઆઈસીનો આઈપીઓ ક્યારે લોન્ચ થશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. જોકે, આ દરમિયાન ઘણી કંપનીઓ દેશમાં IPO લાવવા માટે તૈયાર છે. Navi Technologies અને ઈન્ડિયા એક્સ્પોઝિશન માર્ટ લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી) પાસે પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) માટે પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા છે. ચાલુ વર્ષે આ IPO આવી શકે છે.
Navi Technologies IPO લાવશે
ફ્લિપકાર્ટના કો ફાઉન્ડર સચિન બંસલની આગેવાની હેઠળની Navi Technologies પણ શેરબજારમાં પ્રવેશવા તૈયારી કરી રહી છે. તેણે શેરબજારમાં IPO લાવવા માટે SEBI એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા પાસે તેના પ્રારંભિક દસ્તાવેજો ફાઈલ કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કંપની રૂ. 3350 કરોડનો IPO લાવવાની યોજના ધરાવે છે.
DRHP માં શું છે?
કંપનીના ડાયરેક્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ જણાવે છે કે કંપનીનો IPO સંપૂર્ણપણે નવો ઈશ્યુ હશે અને તેની પાસે વેચાણ માટે કોઈ ઓફર નથી. સચિન બંસલ કંપનીના IPO હેઠળ પોતાનો હિસ્સો ઘટાડતા નથી.
IPO જૂનમાં આવી શકે છે
અહેવાલો અનુસાર એવી ચર્ચા છે કે Navi Technologies નો IPO જૂનમાં આવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે સચિન બંસલે નવી ટેકમાં રૂ. 4000 કરોડનું રોકાણ કર્યું છે અને આઈપીઓ દ્વારા તેમની કંપનીનું વિસ્તરણ કરવાની યોજના છે.
હેક્સાગોન ન્યુટ્રિશનને IPO માટે સેબીની મંજૂરી મળી હેક્સાગોન ન્યુટ્રિશનને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) માટે મંજૂરી મળી છે. IPO દસ્તાવેજો (DRPH) અનુસાર, કંપની ઇશ્યુ હેઠળ 100 કરોડ રૂપિયાના નવા શેર ઇશ્યૂ કરશે. આ ઉપરાંત, તે 3,01,13,918 કરોડ ઇક્વિટી શેરના વેચાણ માટે ઓફર (OFS) પણ લાવશે.
ઇન્ડિયા એક્સપોઝિશન માર્ટે ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યું
ઈન્ડિયા એક્સ્પોઝિશન માર્ટ લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી) પાસે પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) માટે પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા છે. સંકલિત પ્રદર્શન અને કોન્ફરન્સ સ્થળો પૂરા પાડતી આ કંપનીનો હેતુ IPO દ્વારા 600 કરોડ રૂપિયા એકત્ર કરવાનો છે. સેબી (DRHP)માં સબમિટ કરાયેલા દસ્તાવેજો અનુસાર, કંપની IPO હેઠળ 450 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે.
લોકોમાં એલઆઈસીના આઈપીઓ અંગે ઉત્સુકતા
LICના IPOને લઈને ઘણી ઉત્સુકતા છે અને લોકો લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા છે. સરકાર LICના IPO દ્વારા આશરે રૂ. 60,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે અને આ માટે LICનો IPO ટૂંક સમયમાં આવી શકે છે.