Opening Bell : સતત બીજા દિવસે નબળા વૈશ્વિક સંકેત છતાં શેરબજારની લીલા નિશાનમાં શરૂઆત, Sensex 56663 ઉપર ખુલ્યો

સપ્તાહના પ્રથમ દિવસે આજે બજારમાં ખૂબ જ મજબૂતી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 935 પોઈન્ટ અથવા 1.68% વધીને 56,486 પર બંધ થયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 241 પોઈન્ટ અથવા 1.45% વધીને 16,871 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.

Opening Bell : સતત બીજા દિવસે નબળા વૈશ્વિક સંકેત છતાં શેરબજારની લીલા નિશાનમાં શરૂઆત, Sensex 56663 ઉપર ખુલ્યો
Bombay Stock Exchange - BSE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 9:19 AM

Share Market : સતત બીજા દિવસે નબળા વૈશ્વિક સંકેતોથી વિપરીત ભારતીય શેરબજાર(Stock Market)માં મજબૂત શરૂઆત થઇ છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં ખુલ્યા છે. નિફટી(Nifty) 0.17 ટકા અને સેન્સેક્સ(Sensex)0.31 ટકા વધારા સાથે ખુલ્યા છે. આજના કારોબારમાં સેન્સેક્સ 56,663.87 ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ સપ્તાહના પહેલા દિવસે 56,486.02 ઉપર બંધ થયો હતો. સોમવારે સેન્સેક્સ 935 પોઈન્ટ અથવા 1.68% વધીને 56,486 પર બંધ થયો  હતો. નિફટીની વાત કરીએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 241 પોઈન્ટ અથવા 1.45% વધીને 16,871 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. આજે નિફટી 16900.65 ઉપર ખુલ્યો હતો.

વૈશ્વિક સંકેત નબળાં

સોમવારે યુએસ બજારો ફરી ઘટ્યા હતા. સોમવારના ટ્રેડિંગ સેશનમાં વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો જોવા મળ્યા હતા. સપ્તાહના પ્રથમ દિવસે યુએસ બજારો લાલ નિશાનમાં બંધ થયા. ડાઉ જોન્સ ગઈકાલે સાંજે 450 પોઈન્ટ ઘટીને ફ્લેટ બંધ રહ્યો હતો. બીજી તરફ નાસ્ડેકમાં પણ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે 250 પોઈન્ટથી વધુ ઘટાડા સાથે આ ઈન્ડેક્સ 12581ના સ્તરે બંધ થયો છે. આ સિવાય FEDની બે દિવસીય બેઠક આજથી શરૂ થવા જઈ રહી છે. યુએસ માર્કેટની વાત કરીએ તો એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી અને ચીન તરફથી પુરવઠાની ચિંતાને કારણે Apple 2 ટકા ઘટ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી પણ લાલ નિશાન સાથે ટ્રેડ કરી રહ્યો છે. આ ઈન્ડેક્સ 100 પોઈન્ટથી વધુનો ઘટાડો દર્શાવે છે.

આજે બજાર માટે નોંધપાત્ર ઘટાનાઓ

  • રશિયા-યુક્રેનની વાતચીતનો ચોથો રાઉન્ડ ચાલુ છે
  • ડાઉ ઉપલા સ્તરથી 450 પોઈન્ટ તૂટ્યો તો નાસ્ડેકમાં 2% ઘટડાઓ
  • યુએસ ફેડની 2 દિવસીય બેઠક આજથી શરૂ થશે
  • છૂટક મોંઘવારી 8 મહિનાની ટોચે 6.07% પર પહોંચી

કોમોડિટી અપડેટ્સ

  • યુરોપિયન બજારો 2% વધ્યા
  • ક્રૂડ ઓઇલમાં 8% નો ઘટાડો દેખાયો
  • WTI ઇન્ટ્રાડે 100 ડોલર નીચે ગયું તો બ્રેન્ટ $104 પર ટ્રેડ થયું
  • ફેડ પોલિસી પહેલા સોનું 1950 થી નીચે સરકી ગયું

FII-DII ડેટા

14 માર્ચના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 176.52 કરોડ પરત ખેંચ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1098.62 કરોડનું રોકાણ કર્યું હતું.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

સોમવારે તેજી નોંધાઈ હતી

સપ્તાહના પ્રથમ દિવસે આજે બજારમાં ખૂબ જ મજબૂતી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 935 પોઈન્ટ અથવા 1.68% વધીને 56,486 પર બંધ થયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 241 પોઈન્ટ અથવા 1.45% વધીને 16,871 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. બેંકિંગ ક્ષેત્રોમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમનો સ્ટોક 2 થી 3% વધ્યો છે. Paytm નો શેર 12% થી વધુ ઘટીને રૂ. 680 પર બંધ થયો હતો. આ તેનું અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. ગયા અઠવાડિયે રિઝર્વ બેંકે તેના પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પણ વાંચો : LIC IPO : DPIIT એ ઓટોમેટિક રૂટ હેઠળ LICમાં 20 ટકા FDI સૂચિત કર્યું, જાણો ક્યારે આવી શકે છે IPO

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આજે તમારા શહેરમાં ઇંધણ સસ્તું થયું કે નહિ? જાણો અહેવાલ દ્વારા

g clip-path="url(#clip0_868_265)">