Stock Market: શેરબજારમાં SST શું છે ? જાણો સરકારે શા માટે વધાર્યુ તેનું લક્ષ્ય ?
કોરોના મહામારીને કારણે લોકડાઉન થવા અને વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે શેરબજારને ખુબ ફાયદો થયો છે. લાખો લોકો પહેલી વાર રોકાણકારના રૂપમાં બજારમાં આવ્યા છે.
શેરબજાર (Share Market) માં નવા રોકાણકારોના (Investors) પ્રવાહને જોઇ સરકારે પોતાનું ખીસ્સુ વધારે ખોલી નાખ્યુ છે. શેરબજારમાં તમે પ્રોફિટ(Profit) માં શેર (Stocks) વેંચો અથવા નુકસાનમાં બંને સ્થિતિમાં ફાયદો સરકારનો જ થશે. ખરેખર વાત એવી છે કે સરકારે શેરના ખરીદ વેચાણ પર સિક્યોરિટી ટ્રાંજેક્શન ટેક્સ એટલે કે SST લગાવે છે. હવે શેરનું ખરીદી વેચાણ જેટલુ વધારે હશે સરકારને એટલો વધારે ટેક્સ મળશે. કોરોના મહામારીને કારણે લોકડાઉન થવા અને વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે શેરબજારને ખુબ ફાયદો થયો છે. લાખો લોકો પહેલી વાર રોકાણકારના રૂપમાં બજારમાં આવ્યા છે. નવેમ્બર 2021 ડિમેટ એકાઉન્ટની સંખ્યા બે ગણાથી વધીને 7.7 કરોડ થઇ ગય છે. જે માર્ચ 2019 માં 3.6 કરોડ હતી. વર્તમાનમાં 9.59 કરોડ ડિમેટ એકાઉન્ટ ખુલી ચુક્યા છે.
ડિમેટ્સ એકાઉન્ટમાં જેટલુ વધારે લેવડ-દેવડ થશે સરકારને એટલી વધારે એસટીટી આવક મળશે. શેરના વેચાણ પર સેલરને 0.025 ટકા ટેક્સ આપવો પડશે. આ ટેક્સ શેરના વેચાણ મુલ્ય પર આપવો પડશે. ડિલીવરી બેસ્ડ શેર અથવા ઇકિવટી મુચ્યુઅલ ફંડની યુનિટ્સના વેચાણ પર 0.0001 ટકાના દરે ટેક્સ લાગશે. ગયા વર્ષે શેરબજારમાં જે વંટોળ આવ્યુ તેનાથી સરકારને ઘી-કેળા થઇ ગયા. સરકારે આ નાણાકિય વર્ષમાં એસટીટીનો જે 12 હજાર 500 કરોડ રૂપિયા ટાર્ગેટ રાખ્યો હતો તેના કરતા અત્યારે વધારે કલેક્શન થઇ ચુક્યુ છે.
સરકાર તેનાથી એટલી ઉત્સાહિત છે કે સરકારે આગલા નાણાકીય વર્ષમાં એસટીટીનો ટાર્ગેટ 20 હજાર કરોડ રૂપિયા નક્કિ કર્યુ છે. જો છેલ્લા 6 વર્ષની એસટીટી કલેક્શનનું એવરેજ જોઇએ તો આ વર્ષે તેના 65 ટકાથી વધાકે કલેક્શન જમા થઇ ચુક્યુ છે. એસટીટી કલેક્શનમાં સતત નફો જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે એસટીટી પ્રથમ વખત 2004 માં લાવવામાં આવ્યુ હતું. ત્યારે જોવામાં આવ્યુ કે ખરીદ વેચાણથી થતી આવકમા લોકો પોતાની આઇટીઆરમાં નહોતા દેખાડતા, જેના કારણે સરકારને ટેક્સ કલેક્શમાં થયેલા નુકસાનને જોતા આ નિર્ણય લેવાયો હતો.
આ પણ વાંચો : Mehsana: દૂધની પૌષ્ટિકતા, દૂધનું ઉત્પાદન કેવી રીતે કરશો પશુઓનું જતન, દૂધ સાગર ડેરીના તજજ્ઞોએ આપી આ અંગે માહિતી