AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas Cylinder Price : એલપીજી ગેસ સિલિન્ડર 73.5 રૂપિયા મોંઘો થયો , જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

સબસિડી વગરના 14.2 કિલો સિલિન્ડરના ગુજરાત(LPG Gas Cylinder Price in Gujarat)ના રેટ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં 848.50 રૂપિયા, સુરતમાં 840 રૂપિયા , રાજકોટમાં ૮૫૫.૫૦ રૂપિયા અને વડોદરામાં ૮૪૦.૫૦ રૂપિયા કિંમત છે

LPG Gas Cylinder Price : એલપીજી ગેસ સિલિન્ડર 73.5 રૂપિયા મોંઘો થયો , જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
LPG CYLINDER RATE TODAY
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 8:33 AM
Share

આજે નવા મહિનાના પહેલા દિવસે સરકારે મોંઘવારીનો આંચકો આપ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે 1 ઓગસ્ટથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ(LPG Gas Cylinder Price)માં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. આ વધારા પછી દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમત 1500 રૂપિયાથી વધીને 1623 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

જો કે, ઓઇલ કંપનીઓએ આમ આદમી દ્વારા ઉપયોગમાં લેવાતા 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો નથી. આ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા યથાવત છે. તમને જણાવી દઈએ કે છેલ્લા મહિનામાં એટલે કે જુલાઈમાં ઓઈલ કંપનીઓએ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કર્યો હતો.

સબસિડી વગરના 14.2 કિલો સિલિન્ડરની કિંમત કેટલી છે? ગુડ રિટર્ન્સ વેબસાઈટ અનુસાર સબસિડી વગરના 14.2 કિલો સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 834.50 રૂપિયા, કોલકાતામાં 861 રૂપિયા, મુંબઈમાં 834.50 રૂપિયા અને ચેન્નઈમાં 850.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. ગુજરાત(LPG Gas Cylinder Price in Gujarat)ના રેટ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં 848.50 રૂપિયા, સુરતમાં 840 રૂપિયા , રાજકોટમાં ૮૫૫.૫૦ રૂપિયા અને વડોદરામાં ૮૪૦.૫૦ રૂપિયા કિંમત છે.

19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત સરકારી તેલ કંપનીઓએ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. સૌથી વધુ વધારો ચેન્નઈમાં 73.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 73 રૂપિયા વધીને 1623 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 72.50 રૂપિયા વધીને 1629 રૂપિયા, મુંબઈમાં 72.50 રૂપિયા વધીને 1579.50 રૂપિયા અને ચેન્નઈમાં 73.50 રૂપિયા વધીને 1761 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે.

LPG ની કિંમત કેવી રીતે તપાસવી LPG Gas Cylinderની લેટેસ્ટ કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર બહાર પાડે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.

આ પણ વાંચો : આજથી પગાર અને પેન્શન સંબંધિત નિયમ બદલાઇ રહ્યો છે, જાણો શું પડશે અસર

આ પણ વાંચો : Petrol-Diesel Price Today :પેટ્રોલ – ડીઝલની કિંમતમાં વધારા ઉપર લાગી બ્રેક, પણ શું ભાવ ઘટાડાથી દેશવાસીઓને રાહત પણ મળશે ? જાણો આજના લેટેસ્ટ રેટ

Follow Us
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">