LPG Cylinder Price :રાહતના સમાચાર, સતત બીજા મહિને LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો થયો, આ રીતે જાણો તમારા શહેરના નવા ભાવ

આજથી દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1976.50ની જગ્યાએ 1885 રૂપિયા થઈ જશે. તે જ સમયે હવે કોલકાતામાં કિંમતો ઘટીને 1995.5 રૂપિયા થઈ ગઈ છે

LPG Cylinder Price :રાહતના સમાચાર, સતત બીજા મહિને LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો થયો, આ રીતે જાણો તમારા શહેરના નવા ભાવ
LPG Cylinder Price Cut
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 8:46 AM

દેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોને મહિનાના પહેલા દિવસે મોટી રાહત મળી છે. 1લી સપ્ટેમ્બરે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો(Reduction in LPG cylinder prices) કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડર(LPG cylinders) ની કિંમતમાં 100 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, ભાવમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર જ થયો છે જ્યારે 14.2 કિગ્રાનું ઘરેલું એલપીજી સિલિન્ડર(Domestic LPG cylinder) જૂના ભાવે જ ઉપલબ્ધ છે. 1 સપ્ટેમ્બરથી દિલ્હીમાં 1 ઇન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 91.50 રૂપિયા, કોલકાતામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા, ચેન્નાઈમાં 96 રૂપિયા સસ્તી થશે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડાનો ફાયદો દેશના લગભગ દરેક ક્ષેત્રમાં મળશે.

સિલિન્ડરની કિંમત

આજથી દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1976.50ની જગ્યાએ 1885 રૂપિયા થઈ જશે. તે જ સમયે હવે કોલકાતામાં કિંમતો ઘટીને 1995.5 રૂપિયા થઈ ગઈ છે જ્યારે પહેલા તે 2095 રૂપિયા હતો. મુંબઈમાં સિલિન્ડરની કિંમત ઘટીને 1844 રૂપિયા થઈ ગઈ છે.

ઘરેલુ સિલિન્ડરની કિંમત સ્થિર

6 જુલાઈથી ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે સિલિન્ડર હજુ પણ એ જ કિંમતે મળશે. ઇન્ડેન સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1053 રૂપિયા હશે જ્યારે કોલકાતામાં 1079 રૂપિયા, મુંબઈમાં 1052, ચેન્નાઈમાં 1068 રૂપિયા હશે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

1 ઓગસ્ટના રોજ પણ કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો

ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. અગાઉ ઓગસ્ટમાં પણ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તે સમયે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત પહેલા 2012.50 પૈસા હતી, આ ઘટાડા પછી કિંમત ઘટીને 1976.50 રૂપિયા થઈ ગઈ છે.

ગેસ સિલિન્ડરની કિંમત આ રીતે તપાસો

એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઈલ કંપની IOCની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.

શું LPG GAS CYLINDER ની Expiry Date હોય છે?

જો રસોડામાં એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે તો તમારા મનમાં પ્રશ્ન આવે છે કે શું ગેસની પણ એક્સપાયરી ડેટ(Expiry Date) હોય છે? ઓઈલ માર્કેટિંગ કંપની IOCL (Indian Oil) એ તેની વેબસાઈટ પર આ પ્રશ્નની માહિતી આપવામાં આવી છે.એલપીજી સિલિન્ડરોના વૈધાનિક પરીક્ષણ અને પેઇન્ટિંગ માટે સમય નક્કી કરવામાં આવે છે અને તેની ઉપર કોડની જેમ લખેલું હોય છે કે આગામી કઈ તારીખે તેમને પરીક્ષણ માટે મોકલવામાં આવશે. ઉદાહરણ તરીકે, A 2022 નો અર્થ છે કે તેઓને 2021 (એપ્રિલ-જૂન) ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે. એ જ રીતે જે સિલિન્ડરો પર B 2022 લખેલું હશે તેને વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર) વચ્ચે ફરીથી પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">