LPG Gas Cylinder Price : કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર થયો સસ્તો, જાણો નવા ભાવ

19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર(Commercial LPG Gas Cylinder)ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર 36 રૂપિયા સસ્તો થયો  છે.

LPG Gas Cylinder Price  : કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર થયો સસ્તો, જાણો નવા ભાવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 8:29 AM

મોંઘવારી વચ્ચે સરકારે રાહતના સમાચાર આપ્યા છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર(Commercial LPG Gas Cylinder)ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર(LPG Gas Cylinder) 36 રૂપિયા સસ્તો થયો  છે. હવે રાજધાની દિલ્હીમાં તેની કિંમત ઘટીને 1976 રૂપિયા થઈ ગઈ છે જે પહેલા 2012.50 રૂપિયા હતી. 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.અત્યાર સુધી દિલ્હીમાં કોમર્શિયલ ગેસની કિંમત 2012.50 રૂપિયા, કોલકાતામાં 2132 રૂપિયા, મુંબઈમાં 1972.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2177.50 રૂપિયા હતી.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં આજે 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા રાહત મળી  છે. આ ઘટાડા બાદ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત પ્રતિ સિલિન્ડર 2000 રૂપિયા કરતા ઓછી થઈ ગઈ છે. હાલમાં ગેસ સિલિન્ડરની કિંમત 2012.50 રૂપિયા છે. જોકે હાલમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કિંમતોમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર માટે જ લાગુ કરાયો  છે.

ઉલ્લેખનીય છે કે ભાવમાં આ સતત ચોથી વખત ઘટાડો કરાયો છે. જુલાઈ મહિનામાં જ ગેસની કિંમતમાં બે વખત ઘટાડો કરવામાં આવ્યો હતો. 19 મેના રોજ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2354 રૂપિયા હતી. 1 જૂને તેની કિંમતમાં 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે ઘટીને 2219 રૂપિયા થઈ ગયો હતો. 1 જુલાઈએ કિંમતમાં ફરીથી 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તેની કિંમત 2021 રૂપિયા કરવામાં આવી હતી. 6 જુલાઈના રોજ કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તે ઘટીને 2012.50 રૂપિયા થયો હતો.

LPG સિલિન્ડર પર 50 લાખનો વીમો મળે છે

કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાએ એલપીજી સિલિન્ડર ઘરે-ઘરે પહોંચાડ્યા છે. તેમાં ભરાયેલો ગેસ અત્યંત જ્વલનશીલ હોવાને કારણે ઘણી વખત અકસ્માતનું કારણ બને છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. યોગ્ય માહિતીના અભાવ અને જાળવણીમાં ક્ષતિને કારણે લોકો સિલિન્ડર ફાટવાના બનાવોપણ  સંભળાય છે. સાથે જ એ પણ જાણવું જોઈએ કે જો LPG સિલિન્ડર ફાટવાથી અથવા ગેસ લીક ​​થવાને કારણે અકસ્માત થાય છે તો ગ્રાહક તરીકે તમને શું અધિકાર છે. મોટાભાગના લોકોને આ વિશે ખબર નહીં હોય કે પેટ્રોલિયમ કંપનીઓ આના પર 50 લાખ રૂપિયાનો વીમો પણ આપે છે. આ માટે ગ્રાહકે કોઈ પ્રીમિયમ પણ ચૂકવવું પડતું નથી.

g clip-path="url(#clip0_868_265)">