Jio Tariff Hike : હવે Jio રીચાર્જ થશે મોંઘા, ટેરિફ કિંમતોમાં કર્યો વધારો, 10 કરોડ ગ્રાહકોને થશે સીધી અસર

Jio Tariff Hike : રિલાયન્સે Jio ફોનની ટેરિફ કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીએ Jio ફોનની કિંમતમાં 20 ટકાનો વધારો કર્યો છે. આ સાથે, કંપનીએ પ્રારંભિક ઓફર પણ બંધ કરી દીધી છે. હવે 10 કરોડ ગ્રાહકોએ આ માટે વધુ કિંમત ચૂકવવી પડશે.

Jio Tariff Hike : હવે Jio રીચાર્જ થશે મોંઘા, ટેરિફ કિંમતોમાં કર્યો વધારો, 10 કરોડ ગ્રાહકોને થશે સીધી અસર
Jio Tariff Hike
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 12:54 PM

રિલાયન્સે Jio ફોન ટેરિફ પ્લાન(Jio Phone Tariff Plan)ની કિંમતોમાં ફેરફાર કર્યો છે. કંપનીએ તેની લિમિટેડ પીરિયડ ડિસ્કાઉન્ટ ઓફર બંધ કરી દીધી છે. આ કારણે કંપનીના 749 રૂપિયામાં ઉપલબ્ધ પ્લાનની કિંમત પહેલા ફરી વધીને 899 રૂપિયા થઈ ગઈ છે. Jio ફોન 4G અને VoLTE સક્ષમ ફીચર ફોન છે, જે ફક્ત Reliance Jio નેટવર્ક પર કામ કરે છે. Jioના દેશભરમાં 400 મિલિયનથી વધુ ગ્રાહકો છે, જેમાંથી 100 મિલિયન એકલા JioPhoneના છે. અગાઉ, કંપનીએ ડિસેમ્બરમાં તેના 155 રૂપિયા અને 185 રૂપિયાના JioPhone પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો.

28 દિવસની વેલિડિટીવાળા JioPhoneના રૂ. 155ના પ્લાન માટે હવે ગ્રાહકોએ રૂ. 186 ચૂકવવા પડશે. આ પ્લાન હેઠળ ગ્રાહકોને 1 GB ડેટા મળતો હતો. આ સાથે, ગ્રાહકોને હવે JioPhoneના 185 રૂપિયાના પ્લાન માટે 222 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીએ આ પ્લાનમાં પણ 20 ટકાનો વધારો કર્યો છે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે. આ પ્લાન હેઠળ યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળે છે.

JioPhoneના 749 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો હવે ગ્રાહકોએ આ માટે 899 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીએ આ પ્લાનમાં 150 રૂપિયાનો વધારો કર્યો છે. આ પ્લાન હેઠળ 28 દિવસ માટે 2 GB ડેટા ઉપલબ્ધ હતો. આ પ્લાનની વેલિડિટી 336 રૂપિયા હતી.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

ભાવ વધવાની ધારણા હતી

મે મહિનામાં CRISILના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં દેશના ત્રણ મોટા ટેલિકોમ ઓપરેટર્સ ફરી એકવાર ટેરિફ પ્લાનમાં વધારો કરી શકે છે. રિપોર્ટ અનુસાર, આ વધારા બાદ નાણાકીય વર્ષ 2023 દરમિયાન કંપનીઓની આવકમાં 20 થી 25 ટકાનો વધારો જોવા મળશે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ગ્રોથ પ્રતિ યુઝરની સરેરાશ આવકના આધારે થશે. આગામી દિવસોમાં ટેલિકોમ કંપનીઓ માટે નેટવર્ક અને સ્પેક્ટ્રમમાં રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે.

g clip-path="url(#clip0_868_265)">