રાકેશ ઝુનઝુનવાલાની MCX માંથી એક્ઝિટ, અન્ય 4 સ્ટોક્સમાં પણ ઘટાડી હીસ્સેદારી

રાકેશ ઝુનઝુનવાલાએ ધ મંધાના રિટેલ વેન્ચર્સ, TARC અને ફોર્ટિસ હેલ્થકેરમાં હિસ્સો ઓછો કર્યો.

રાકેશ ઝુનઝુનવાલાની MCX માંથી એક્ઝિટ, અન્ય 4 સ્ટોક્સમાં પણ ઘટાડી હીસ્સેદારી
રાકેશ ઝુનઝુનવાલા (ફાઈલ ઈમેજ)

અનુભવી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઓછામાં ઓછા ત્રણ અન્ય પોર્ટફોલિયો હોલ્ડિંગમાં હિસ્સો રાખતી વખતે એમસીએક્સ અને લ્યુપિનમાંથી બહાર નીકળી ગયા હતા.  શેરબજારમાં નિષ્ણાત રોકાણકાર એટલે રાકેશ ઝુનઝુનવાલા. જેમણે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન એમસીએક્સમાં તેમના તમામ શેર વેચી દીધા છે. આ સિવાય તેમણે અન્ય ત્રણ સ્ટોકમાં પોતાની હિસ્સેદારી ઘટાડી દીધી છે. જૂન ક્વાર્ટરમાં, ઝુનઝુનવાલા પાસે કોમોડિટી એક્સચેન્જ MCX માં લગભગ 25 લાખ શેર અથવા 4.90 ટકા હિસ્સો હતો. તેઓ 30 સપ્ટેમ્બર સુધી મુખ્ય શેરધારકોમાં નહોતા.

કંપનીઓમાં એક ટકાથી વધુ હિસ્સો ધરાવતા શેરધારકોની જાણકારી આપવાની રહેતી હોય છે. લ્યુપિનનો પણ આવો જ કિસ્સો છે, જ્યાં જૂન ક્વાર્ટરમાં ઝુનઝુનવાલા  1.6 ટકા હિસ્સો ધરાવતા હતા, પરંતુ 30 સપ્ટેમ્બર સુધી મુખ્ય શેરધારકોની યાદીમાંથી તેમનું નામ ગાયબ હતું. આમ ઝુનઝુનવાલાએ ફાર્માસ્યુટિકલ કંપની લ્યુપિનમાં પોતાનો હિસ્સો ઘટાડીને એક ટકાથી પણ ઓછો કરી દીધો છે.

ક્યા ત્રણ સ્ટોકમાં ઘટાડ્યો હીસ્સો

ઝુનઝુનવાલા છેલ્લા ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછા ત્રણ અન્ય શેરોમાં હિસ્સો ઘટાડ્યો હતો. તેમાં મંધાના રિટેલ વેન્ચર્સ, ટીએઆરસી અને ફોર્ટિસ હેલ્થકેરનો સમાવેશ થાય છે. મતલબ કે, ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મંધાના રિટેલ વેન્ચર્સ, ટીએઆરસી અને ફોર્ટિસ હેલ્થકેરને  વેચી દીધી હતી.

તેમની પાસે મંધાના રિટેલમાં 12.74 ટકા હિસ્સેદારી હતી, જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઘટીને 7.39 ટકા થઈ હતી. TARC માં તેમનો હિસ્સો જૂન ક્વાર્ટરમાં 3.39 ટકાથી ઘટીને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1.59 ટકા થયો છે. આ જ રીતે તેમણે ફોર્ટિસ હેલ્થકેરમાં તેમનો હિસ્સો 4.31 ટકાથી ઘટાડીને લગભગ 4.23 ટકા કર્યો છે.

ઈન્ડિયન હોટેલ્સ, ટાટા કોમ્યુનિકેશન્સ, ઓરિએન્ટ સિમેન્ટ, વોકહાર્ટ અને એગ્રો ટેક જેવા શેરોમાં ઝુનઝુનવાલાના હોલ્ડિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેમણે કેનેરા બેંક અને નાલ્કોમાં હિસ્સેદારી ખરીદી હતી.

ઝુનઝુનવાલાના મુખ્ય પોર્ટફોલિયો શેરો જેવા કે ટાઇટન, ટાટા મોટર્સ, ક્રિસિલ અને એસ્કોર્ટ્સે હજુ ત્રિમાસિક શેરહોલ્ડિંગ ડેટાનો રીપોર્ટ હજુ જાહેર થવાનો બાકી છે. તાજેતરની ઉપલબ્ધ શેરહોલ્ડિંગ વિગતો દર્શાવે છે કે ટ્રેન્ડલાઇન સાથે જાહેર રૂપથી ઉપલબ્ધ આંકડાં મુજબ ઝુનઝુનવાલાનો પોર્ટફોલિયો હવે  24,970 કરોડ રૂપિયાનો છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 21 ઓક્ટોબરે યોજાશે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક, ઘણા મંત્રીઓ આપશે પ્રેઝન્ટેશન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati