Aryan Khan Drugs Case: NCBની તપાસ પક્ષપાતી, શિવસેના નેતાએ SCમાં અરજી દાખલ કરી, કર્યો મૌલિક અધિકારોના ઉલ્લંઘનનો દાવો
એનસીબી અને તેના અધિકારીઓ પર કેટલાક સેલેબ્સને નિશાન બનાવીને બદલો લેવાનો આરોપ લગાવતા શિવસેના નેતાએ ડ્રગ્સ કેસમાં કેન્દ્રીય એજન્સી અને સમીર વાનખેડેની ભૂમિકાની તપાસની માંગ કરી હતી.
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drugs Case) શિવસેનાના વરિષ્ઠ નેતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. શિવસેના નેતાનું કહેવું છે કે આર્યન ખાનના કેસમાં એનસીબીની (NCB) તપાસ પક્ષપાતી છે. આ તપાસ દરમિયાન આર્યનના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે. શિવસેનાના નેતાએ સુપ્રીમ કોર્ટમાં આ મામલે તપાસના આદેશ આપવા અપીલ કરી છે.
શિવસેના નેતા કિશોર તિવારીએ બંધારણની કલમ 32 હેઠળ અરજી દાખલ કરતી વખતે મુખ્ય ન્યાયાધીશ એમવી રમન્નાને આ મામલામાં દખલ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે એનસીબી છેલ્લા બે વર્ષથી પક્ષપાતી તપાસ કરીને ફિલ્મી હસ્તીઓ અને મોડલ્સને પરેશાન કરી રહી છે.
શિવસેનાના નેતા કિશોર તિવારીએ કહ્યું કે કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સાથે સંકળાયેલી દરેક બાબતોની નોંધ લેવા માટે બંધાયેલા છે. તેમણે કહ્યું કે NCB નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પોતાની અરજીમાં શિવસેના નેતાએ આર્યનની જામીન અંગેનો નિર્ણય 20 ઓક્ટોબર સુધી અનામત રાખવાના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જાહેર રજાનો હવાલો આપીને જામીન મોકૂફ રાખીને આરોપીનું અપમાન કરવામાં આવ્યું.
‘આર્યનને જેલમાં લોકતાંત્રીક રીતે રાખવામાં આવ્યો’
શિવસેનાના નેતાએ કહ્યું કે આર્યનને છેલ્લા 17 દિવસમાં ગેરકાયદેસર અને લોકતાંત્રિક રીતે જેલમાં રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ બંધારણ દ્વારા આપવામાં આવેલા સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. એનસીબી અને તેના અધિકારીઓ પર કેટલાક સેલેબ્સને નિશાન બનાવીને બદલો લેવાનો આરોપ લગાવતા શિવસેનાના નેતાએ ડ્રગ્સ કેસમાં કેન્દ્રીય એજન્સી અને સમીર વાનખેડેની ભૂમિકાની તપાસની માંગ કરી હતી.
‘સમીર વાનખેડેની ભૂમિકાની તપાસ થવી જોઈએ’
સમીર વાનખેડે પર શંકા ઉઠાવતા અરજીમાં કહેવામાં આવ્યું છે કે વાનખેડેની પત્ની મરાઠી અભિનેત્રી છે, તેની અન્ય સ્ટાર્સ સાથે સ્પર્ધા છે. એટલા માટે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે વાનખેડેની પત્ની બોલિવૂડમાં મોટું કામ કરવાનો પ્રયાસ કરી રહી છે. એટલા માટે ફિલ્મ ઉદ્યોગના જાણીતા લોકો NCBની રડાર પર છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને સ્વતંત્ર અને ખાસ બેરેકમાં મોકલવામાં આવ્યો છે.
જેલમાં આર્યન ખાનની સુરક્ષા વધારવામાં આવી
જેલ અધિકારીઓ દ્વારા તેની વ્યક્તિગત રીતે કાળજી લેવામાં આવી રહી છે. જે માહિતી બહાર આવી છે તે મુજબ આર્યન ખાન જેલમાં ડ્રગ સેવન સંબંધિત કેસમાં અન્ય આરોપીઓ સાથે વાત કરતો નથી. આર્યન હજુ પણ જેલની અંદરની પરિસ્થીતી અને ત્યાંનું ભોજન ખાવામાં અનુકુળ બની શક્યો નથી. આ કારણે જેલ અધિકારીઓ તેના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતિત છે.
આ પણ વાંચો : Maharashtra હોટલ-રેસ્ટોરન્ટ્સ, દુકાનોને લઈ CM ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય, અમ્યૂઝમેન્ટ પાર્ક ખોલવાની પણ આપી પરવાનગી