વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 21 ઓક્ટોબરે યોજાશે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક, ઘણા મંત્રીઓ આપશે પ્રેઝન્ટેશન
28 સપ્ટેમ્બરે થયેલી બેઠક બીજી 'ચિંતન શિબિર' હતી, જેની કવાયત મંત્રી પરિષદના વિસ્તરણ અને ફેરબદલ પછી શરૂ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે શાસન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે આવી બેઠકો યોજાઈ રહી છે.
21મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાશે, જેમાં તમામ પ્રોજેક્ટ્સના અમલીકરણ અને દેખરેખ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવશે. વડાપ્રધાન મોદી નિયમિત રીતે મંત્રી પરિષદની બેઠકો યોજે છે, જેમાં મંત્રીઓ મહત્વના મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન આપે છે. આ બેઠકો મંત્રીઓને તમામ કલ્યાણ યોજનાઓ વિશે નવીનતમ માહિતી મેળવવામાં મદદ કરે છે.
ગયા મહિને 28 સપ્ટેમ્બરે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને પિયુષ ગોયલે વિવિધ પ્રોજેક્ટના અમલીકરણ, નીતિઓ અને સરકારી ઘોષણાઓ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પ્રેઝન્ટેશન પૂર્વે તમામ પ્રોજેક્ટ્સના અમલીકરણ અને સરકારી યોજનાઓની પ્રગતિને સુધારવા અને વેગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અગાઉ બેઠક દરમિયાન 14 સપ્ટેમ્બરના રોજ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાર્યક્ષમતા અને સમય વ્યવસ્થાપન અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. 14મી સપ્ટેમ્બરે મંત્રી પરિષદની બેઠક પછી સૂત્રોએ કહ્યું હતું કે તે ‘ચિંતન શિબિર’ જેવું છે અને શાસનને વધુ સુધારવા માટે આવા વધુ સત્રો યોજાશે. ચિંતન શિબિરમાં વડાપ્રધાને ભાર મૂક્યો હતો કે સાદું જીવન જ જીવવાની સાચી રીત છે. આ બેઠકમાં વડાપ્રધાને મંત્રીઓને તેમના સહકર્મીઓની શ્રેષ્ઠ વસ્તુઓ અપનાવવા કહ્યું હતું.
અર્થતંત્રને ગતિ આપવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે
28 સપ્ટેમ્બરે થયેલી બેઠક બીજી ‘ચિંતન શિબિર’ હતી, જેની કવાયત મંત્રી પરિષદના વિસ્તરણ અને ફેરબદલ પછી શરૂ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે શાસન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે આવી બેઠકો યોજાઈ રહી છે. આવી બેઠકોમાંથી નવા જોડાયેલા મંત્રીઓને પણ ઘણું સમજવાની તક મળે છે.
આપણે જાણીએ છીએ તેમ કોરોના મહામારીને પગલે સરકાર લોકોના જીવન તેમજ અર્થવ્યવસ્થા પર પડેલી અસર ઘટાડવા માટે સતત કઈને કોઈ પગલાં લઈ રહી છે. સરકારે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ઘણા મહત્વના પગલાં પણ લીધા છે. આ વર્ષે જુલાઈમાં વડાપ્રધાને તેમની મંત્રી પરિષદનું વિસ્તરણ અને ફેરબદલ કર્યું હતું.
આવતા વર્ષે 7 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હતું. જે રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેમાં ઉત્તર પ્રદેશ સહિત છ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.
આ પણ વાંચો : દર 40-60 કિમી પર ઇ-વાહન ચાર્જિંગ સ્ટેશન લગાવવાનું NHAIનું લક્ષ્ય, 40,000 કિમીના હાઇવેને કરશે કવર