Jeevan Praman Patra: ડોરસ્ટેપ સર્વિસ દ્વારા સરળતાથી જમા કરાવી શકો છો અગત્યનું દસ્તાવેજ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Jeevan Praman Patra : દેશના તમામ પેન્શનધારકો(pensioners)એ તેમનું પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે 30મી નવેમ્બરે અથવા તે પહેલાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે.

Jeevan Praman Patra : દેશના તમામ પેન્શનધારકો(pensioners)એ તેમનું પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે 30મી નવેમ્બરે અથવા તે પહેલાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે. આ Common Service Centres (CSC), બેંક અને ડોરસ્ટેપ બેંકિંગ (Doorstep Banking)નો લાભ લઈને જમા કરી શકાય છે.
જો કે, જો તમે બેંક અથવા CSCમાં જઈને તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માંગતા નથી, તો તમે આ ઑનલાઇન પણ કરી શકો છો. આ સાથે, તમે ડોરસ્ટેપ બેંકિંગ સેવાનો લાભ લઈ શકો છો અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.
ડોર સ્ટેપ બેંકિંગ શું છે?
પેન્શન ધારકો તેમનું જીવન પ્રમાણપત્ર ઘણી રીતે સબમિટ કરી શકે છે. આમાં ડોર સ્ટેપ બેંકિંગ વધુ સારો વિકલ્પ બની શકે છે. ભારતમાં એવી ઘણી બેંકો છે જે તેમના વરિષ્ઠ નાગરિકોને ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા પૂરી પાડે છે.
આમાં, બેંક અધિકારી પેન્શન ધારકના ઘરે જાય છે અને તેના હયાતી પ્રમાણપત્રની ચકાસણી કરે છે. આ માટે તમારે અલગ-અલગ બેંકો અનુસાર નક્કી કરેલી ફી જમા કરાવવાની રહેશે.
કોણ ડોર સ્ટેપ બેંકિંગનો લાભ લઈ શકે છે?
SBIની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં કોઈપણ વરિષ્ઠ નાગરિક આ યોજનાનો લાભ લેવા માટે તેમની SBI શાખાનો સંપર્ક કરી શકે છે.
બેંકના નિયમો અનુસાર, આ સેવા ફક્ત 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો જ લઈ શકે છે જેઓ ચાલવામાં અસમર્થ હોય છે. આ માટે, ગ્રાહકે KYC પૂર્ણ કરવું જરૂરી છે અને એકાઉન્ટમાં તેનો/તેણીનો મોબાઇલ નંબર રજીસ્ટર કરાવવો પણ જરૂરી છે.
આ પણ વાંચો : Upcoming IPO: યાત્રા ઓનલાઈન લિમિટેડ કંપનીનો 15 સપ્ટેમ્બરે ખુલશે IPO, વાંચો સંપૂર્ણ માહિતી
કેટલી ફી ભરવાની રહેશે?
સામાન્ય રીતે, ડોર સ્ટેપ બેંકિંગ માટે જુદી જુદી બેંકોમાં અલગ-અલગ ચાર્જ હોય છે, પરંતુ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે, તમારે લગભગ 70 રૂપિયા અને GST અલગથી ચૂકવવો પડશે. તે જ સમયે, કેટલીક બેંકો તેમના ગ્રાહકોને મફત ડોર સ્ટેપ બેંકિંગ સુવિધા પ્રદાન કરે છે.
ડોર સ્ટેપ બેંકિંગ માટે કેવી રીતે નોંધણી કરવી?
આ માટે તમારે સૌથી પહેલા ડોર સ્ટેપ બેંકિંગ એપ ડાઉનલોડ કરવી પડશે અને મોબાઈલ નંબર એન્ટર કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. તમારે આ OTP દાખલ કરવો પડશે. પછી તમે તમારું નામ, ઈમેલ આઈડી અને પિન જેવી બધી માહિતી દાખલ કરો. આ પછી, સરનામું, પિન વગેરે જેવી બધી માહિતી દાખલ કરો.
આ માટે સૌથી પહેલા તમારે ડોર સ્ટેપ બેંકિંગ એપ પર જવું પડશે. આ પછી તમારે તમારા ખાતાના છેલ્લા 6 નંબર નાખવાના રહેશે. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. જે તમારે દાખલ કરવાનું રહેશે. આ પછી તેને સબમિટ કરવાનું રહેશે.
આ પછી, તમને બેંકનું નામ, એકાઉન્ટ નંબર, શાખા વગેરે જેવી માહિતી દેખાવાનું શરૂ થશે. આ પછી તમારે તમારી બ્રાન્ચ અને ટાઈમ સ્લોટ સિલેક્ટ કરવાનો રહેશે. પછી આ પછી તમારી બેંક તમારા ખાતામાંથી ડોર સ્ટેપ બેંકિંગ ચાર્જ ડેબિટ કરશે. આ પછી તમને સર્વિસ નંબર મળશે. બેંક દ્વારા તમને એક SMS મોકલવામાં આવશે. જેમાં એજન્ટનું નામ, મોબાઈલ નંબર અને અન્ય વિગતો નોંધવામાં આવશે.