Upcoming IPO: યાત્રા ઓનલાઈન લિમિટેડ કંપનીનો 15 સપ્ટેમ્બરે ખુલશે IPO, વાંચો સંપૂર્ણ માહિતી
યાત્રા ઑનલાઇન લિમિટેડ કંપનીના આ IPOનો લઘુતમ બિડિંગ લોટ 105 ઇક્વિટી શેર છે અને તે ત્યારપછી 105 ઇક્વિટી શેરના ગુણાંકમાં રહેશે. જેની લઘુતમ કિંમત ઇક્વિટી શેરની ફેસ વેલ્યૂ કરતાં 135 ગણી છે અને કેપ પ્રાઇઝ ઇક્વિટી શેરની ફેસ વેલ્યૂ કરતાં 142 ગણી છે. જે 15સપ્ટેમ્બર 2023ના રોજ ખુલશે અને બુધવાર, 20 સપ્ટેમ્બર 2023 ના રોજ બંધ થશે. ત્યારે જાણો કંપની અને તેની ઓફરની સંપૂર્ણ માહિતી
યાત્રા ઑનલાઈન લિમિટેડની ઈનિશિયલ પબ્લિક ઓફર કંપનીનો 15 સપ્ટેમ્બર, 2023ના રોજ IPO ખુલવા જઈ રહ્યો છે. કંપનીએ આ માટે ઈક્વિટી શેર દીઠ Rs 135થી Rs 142ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. બિડ બંધ થવાની તારીખ 20 સપ્ટેમ્બર છે.
યાત્રા ઑનલાઇન લિમિટેડ કંપનીના આ IPOનો લઘુતમ બિડિંગ લોટ 105 ઇક્વિટી શેર છે અને તે ત્યારપછી 105 ઇક્વિટી શેરના ગુણાંકમાં રહેશે. જેની લઘુતમ કિંમત ઇક્વિટી શેરની ફેસ વેલ્યૂ કરતાં 135 ગણી છે અને કેપ પ્રાઇઝ ઇક્વિટી શેરની ફેસ વેલ્યૂ કરતાં 142 ગણી છે.
યાત્રા ઑનલાઇન લિમિટેડનો IPO
યાત્રા ઑનલાઇન લિમિટેડ કંપની નાણાકીય વર્ષ 2023માં OTA ખેલાડીઓમાં કોર્પોરેટ ગ્રાહકોની સંખ્યાની દૃષ્ટિએ ભારતની સૌથી મોટી કોર્પોરેટ ટ્રાવેલ સેવા પ્રદાતા અને કુલ બુકિંગની આવક અને ઓપરેટિંગ આવકની દૃષ્ટિએ ભારતની ત્રીજી સૌથી મોટી ઑનલાઇન ટ્રાવેલ કંપની છે. જેમણે તેમના ઇનિશિઅલ પબ્લિક ઓફર માટે ઈક્વિટી શેર દીઠ Rs 135 થી Rs 142ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીની ઇનિશિઅલ પબ્લિક ઓફર સબસ્ક્રિપ્શન માટે શુક્રવાર, 15સપ્ટેમ્બર 2023ના રોજ ખુલશે અને બુધવાર, 20 સપ્ટેમ્બર 2023 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 105 ઇક્વિટી શેર્સ માટે બિડ કરી શકે છે અને ત્યારપછી 105 ઇક્વિટી શેરના ગુણાંકમાં વધારી શકે છે.
શું છે ઓફર?
ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ ઈક્વિટી શેર્સમાં રૂ. 6,020 મિલિયનની કિંમતના ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ અને 12,183,099 ઇક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.
કંપની પોતાના પ્લેટફોર્મ દ્વારા હોટેલ્સ, હોમસ્ટે અને રહેવા માટેની અન્ય સુવિધાઓની સુલભતા પૂરી પાડે છે, અને 31 માર્ચ, 2023 સુધીની સ્થિતિ મુજબ 105,600થી વધુ હોટલોના મુખ્ય સ્થાનિક OTA ખેલાડીઓ વચ્ચે સૌથી વધુ સંખ્યામાં હોટેલ અને રહેઠાણ જોડાણ ધરાવે છે. તે પ્રવાસીઓ માટે વન-સ્ટોપ શોપ ઉકેલ છે, જેમાં વેકેશન પૅકેજો તેમજ વિઝા સુવિધા, ટૂર, જોવાલાયક સ્થળો, શો અને ઈવેન્ટ્સની સેવા પૂરી પાડવામાં આવે છે.
કંપનીની અગત્યની માહિતી
કંપની અન્ય ઑનલાઇન ટ્રાવેલ એજન્સીઓ અથવા OTA, પરંપરાગત ઑફલાઇન ટ્રાવેલ કંપનીઓ, ટ્રાવેલ રિસર્ચ કંપનીઓ, પેમેન્ટ વૉલેટ્સ, સર્ચ એન્જિન અને મેટા સર્ચ કંપનીઓ સાથે, ભારતમાં અને વિદેશમાં સ્પર્ધામાં છે, જેમાં મેકમાયટ્રિપ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, ક્લિઅરટ્રિપ પ્રાઇવેટ લિમિટેડ, ઇઝી ટ્રિપ પ્લાનર્સ લિમિટેડ, થોમસ કૂક ઇન્ડિયા લિમિટેડ, FCM ટ્રાવેલ સોલ્યૂશન્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, GBT ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, CWT ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને લે ટ્રાવેનસ ટેકનોલોજી લિમિટેડ સામેલ છે.
કંપનીઓ પોતાની કામગીરીમાંથી કરેલી એકીકૃત આવક અગાઉના નાણાકીય વર્ષ 2022માં રૂ. 1,980.66 મિલિયન નોંધાવી હતી જ્યારે 31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે, વધીને રૂ. 3,801.60 મિલિયન થઇ ગઇ છે, જે મુખ્યત્વે કોવિડ-19ની ઘટતી અસરને કારણે તેના ગ્રાહક અને કોર્પોરેટ ટ્રાવેલ વ્યવસાય બંનેમાં થયેલી રિકવરીને કારણે થઇ છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં રૂ. 307.86 મિલિયનની ખોટ નોંધાવી હતી તેની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023માં રૂ. 76.32 મિલિયનનો નફો મેળવ્યો હતો.
SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ અને IIFL સિક્યોરિટીઝ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ છે અને લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઓફર માટે રજિસ્ટ્રાર છે. ઇક્વિટી શેરનું BSE અને NSE પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે.
કંપની, BRLM, કંપની સેક્રેટરી અને કંપનીના અનુપાલન અધિકારી, બિડ-કમ-અરજી ફોર્મની ઉપલબ્ધતા તેમજ RHPના સંબંધમાં વધુ વિગતો માટે, કૃપા કરીને 12 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રકાશિત વૈધાનિક જાહેરાતનો સંદર્ભ લો.