Jan Dhan Account: કઈ રીતે જાણશો તમારા જન ધન ખાતાનું બેલેન્સ, આ રીતે સરળ સ્ટેપ્સથી તમારી બેંકમાં ખાતાનું બેલેન્સ ચેક કરો
તમે મિસ્ડ કોલ દ્વારા ઘરે બેઠા તમારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો. જોકે આ માટે તમારા આધાર કાર્ડ સાથે એકાઉન્ટ લિંક કરવું ખૂબ જ જરૂરી છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના(JAN DHAN YOJANA)ના ઘણા ફાયદા છે જેમાં સરકાર દ્વારા ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. જો આમાં તમારું ખાતું છે તો તમે મિસ્ડ કોલ દ્વારા ઘરે બેઠા તમારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો. જોકે આ માટે તમારા આધાર કાર્ડ સાથે એકાઉન્ટ લિંક કરવું ખૂબ જ જરૂરી છે.
આ બેંક એકાઉન્ટ ઝીરો બેલેન્સથી શરૂ થાય છે. આ સિવાય તેમાં ઓવરડ્રાફ્ટ અને રુપે કાર્ડ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. જાણો કેવી રીતે તમે સરળતાથી તમારા જન ધન ખાતાનું બેલેન્સ ચેક કરી શકો છો.
જન ધન એકાઉન્ટ બેલેન્સ કેવી રીતે તપાસવું જો તમે જન ધન ખાતાનું બેલેન્સ જાણવા માંગતા હોય, તો પ્રથમ વિકલ્પ મિસ્ડ કોલ છે અને બીજો રસ્તો PFMS પોર્ટલ દ્વારા છે.
- સૌથી પહેલા તમારે PFMS પોર્ટલ https://pfms.nic.in/NewDefaultHome.aspx#ની આ લિંક પર જવું પડશે.
- ‘Know Your Payment’ વિકલ્પ દેખાય ત્યારે તેના પર ક્લિક કરો.
- તમારો એકાઉન્ટ નંબર રજીસ્ટર કરો
- અહીં તમારે બે વાર એકાઉન્ટ નંબર આપવો પડશે.
- જો ત્યાં કેપ્ચા દેખાય છે તો તેમાં કોડ દાખલ કરો.
- આ બધી વિગતો ભર્યા પછી તમે બેલેન્સ જોઈ શકશો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) જો તમારું ખાતું SBIમાં છે તો તમે આ નંબર 18004253800 અને 1800112211 પર કૉલ કરી શકો છો. ત્યાર બાદ તમારી ભાષા પસંદ કરો. બેલેન્સ અને છેલ્લા પાંચ વ્યવહારો જાણવા માટે ‘1’ દબાવો. હવે તમને તમારું બેલેન્સ ખબર પડશે. આ સિવાય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતાધારકો તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 92237 66666 પર કોલ કરીને પણ જાણી શકે છે.
પંજાબ નેશનલ બેંક(PNB ) પંજાબ નેશનલ બેંકમાં ખાતા ધરાવતા ગ્રાહકો તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 18001802223 અથવા 01202303090 પર મિસ્ડ કોલ કરીને SMS દ્વારા તેમના ખાતાની બેલેન્સ ચેક કરી શકે છે. જો તમારો મોબાઈલ નંબર નોંધાયેલ નથી, તો ખાતા ધારકો નજીકની શાખામાં જઈને આ સેવા શરૂ કરી શકે છે.
ICICI બેંક જો તમારું ICICI બેંકમાં ખાતું છે તો તમે બેલેન્સ જાણવા માટે 9594612612 પર મિસ્ડ કોલ કરી શકો છો. આ સિવાય ગ્રાહકો તેમના એકાઉન્ટ બેલેન્સની માહિતી જાણવા માટે ‘IBAL’ લખીને 9215676766 પર મેસેજ કરી શકે છે.
HDFC બેંક HDFC બેંકના ખાતાધારકોએ બેલેન્સ ચેક માટે ટોલ ફ્રી નંબર 18002703333, મિની સ્ટેટમેન્ટ માટે 18002703355, ચેકબુક માટે 18002703366, એકાઉન્ટ સ્ટેટમેન્ટ જાણવા માટે 1800 270 3377 પર કૉલ કરવાનો રહેશે.
બેંક ઓફ ઈન્ડિયા(BOI) બેંક ઓફ ઈન્ડિયાના ખાતાધારકો આ રીતે બેલેન્સ જાણી શકે છે, આ બેંકના ગ્રાહકો 09015135135 પર મિસ કોલ આપીને તેમના ખાતાનું બેલેન્સ જાણી શકે છે.
Axis બેંક એક્સિસ બેંકના ગ્રાહકો તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 18004195959 પર કૉલ કરીને એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. ગ્રાહકો મિની સ્ટેટમેન્ટ જાણવા માટે 18004196969 પર કૉલ કરી શકે છે.
આ પણ વાંચો : સરકારની કમાણી અને ખર્ચનો હીસાબ રાખે છે આ સંસ્થા, આના ડંડાથી નથી બચી શક્તી કોઈ પણ કંપની