AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષો બાદ ચીનમાં પાછા દેખાયા જેક મા, કંપનીના શેરના ભાવમાં થયો વધારો

જેક માએ વર્ષો પછી હાંગઝોઉ શહેરમાં આવેલી શાળાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે શિક્ષણ અને ચેટજીપીટી ટેક્નોલોજી વિશે ચર્ચા કરી હતી. ઓક્ટોબર 2020માં જેક માએ એક ફાઈનાન્સિયલ સમિટમાં કહ્યું હતું કે, પરંપરાગત બેંકો પ્યાદાની માનસિકતા ધરાવે છે.

વર્ષો બાદ ચીનમાં પાછા દેખાયા જેક મા, કંપનીના શેરના ભાવમાં થયો વધારો
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 6:51 PM
Share

અલીબાબાના સ્થાપક જેક મા એક વર્ષ બાદ ચીનમાં પરત ફર્યા છે. જેક મા ચીનના સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમણે 2021ના અંતમાં ચીન છોડી દીધું હતું. તે પછી તેમણે પોતાનો સમય જાપાન, ઓસ્ટ્રેલિયા અને થાઈલેન્ડમાં વિતાવ્યો હતો. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ (SCMP)એ સોમવારે અહેવાલ આપ્યો હતો કે, જેક મા એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહ્યા હતા. પરંતુ હવે જેક મા ચીન પરત ફર્યા કે તરત જ અલીબાબાના શેરમાં 4%થી વધુનો વધારો જોવા મળ્યો હતો.

આ પણ વાચો: અલીબાબાની ભારતમાંથી વિદાય, ચીનના ચુંગાલમાંથી આઝાદ થયું PayTM, અલીબાબાનો PayTMના શેરમાં કોઈ હિસ્સો નહીં

સૂત્રોના જણાવ્યા અનુસાર, SCMP રિપોર્ટ જાહેર થયા બાદ હોંગકોંગમાં અલીબાબાના શેરમાં 4%થી વધુનો વધારો થયો છે. SCMP રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે, જેક મા ક્યારે ચીન પરત ફર્યા, પરંતુ સૂત્રોને જણાવ્યું કે, તેમણે હાંગઝોઉ શહેરમાં એક શાળાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે શિક્ષણ અને ચેટજીપીટી ટેક્નોલોજી વિશે ચર્ચા કરી હતી.

આ વાતનો ખુલાસો કર્યો નથી

જેક મા ચીન પરત ફર્યા બાદ તેમના મિત્રોને મળ્યા હતા અને આંતરરાષ્ટ્રીય કલા મેળા આર્ટ બેસલની મુલાકાત પણ લીધી હતી અને કહ્યું હતું કે, તેઓ કૃષિ ટેકનોલોજી વિશે જાણવા માટે ઘણા દેશોની યાત્રા કરી રહ્યા છે, પરંતુ તેમણે એ વાતનો ખુલાસો કર્યો નથી કે તેઓ તાજેતરમાં લોકોની નજરમાંથી અચાનક કેમ ગાયબ થઈ ગયા હતા? બીજી તરફ, તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં ફિનટેક કંપનીનું નિયંત્રણ પણ છોડી દીધુ હતુ.

વિશ્વનો સૌથી મોટો IPO લાવવાની હતી યોજના

જણાવી દઈએ કે, ઓક્ટોબર 2020માં જેક માએ એક ફાઈનાન્સિયલ સમિટમાં કહ્યું હતું કે, પરંપરાગત બેંકો પ્યાદાની માનસિકતા (સરકારનું પ્યાદુ બનવાની માનસિકતા) ધરાવે છે. આ પછી, આવતા મહિનાના અંતમાં લગભગ $180 બિલિયનની કિંમતનો વિશ્વનો સૌથી મોટો IPO લાવવાની યોજના હતી. જે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો હતો.

અલીબાબાની ભારતમાંથી વિદાય

દિગ્ગજ ચાઈનીઝ મલ્ટીનેશનલ કંપની અલીબાબાએ ભારતીય ફિનટેક ફર્મ PayTMમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દીધો છે. અલીબાબાએ બ્લોક ડીલમાં Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન લિમિટેડના તમામ 3.4 ટકા ઇક્વિટી શેરના વેચાણ બાદ ભારતમાંથી વિદાય લીધી છે. અગાઉ જાન્યુઆરીમાં કંપનીએ 6.26 ટકા ઈક્વિટીમાંથી 3.1 ટકા ઈક્વિટી વેચી હતી. બ્લોક ડીલ પૂર્ણ થયા પછી, અલીબાબા પાસે હવે Paytmમાં કોઈ હિસ્સો નથી.

g clip-path="url(#clip0_868_265)">