અલીબાબાની ભારતમાંથી વિદાય, ચીનના ચુંગાલમાંથી આઝાદ થયું PayTM, અલીબાબાનો PayTMના શેરમાં કોઈ હિસ્સો નહીં

અલીબાબાએ આજે ​​યોજાયેલી બ્લોક ડીલમાં Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન લિમિટેડના તમામ 3.4 ટકા ઇક્વિટી શેરના વેચાણ બાદ ભારતમાંથી વિદાય લીધી છે. અગાઉ જાન્યુઆરીમાં કંપનીએ 6.26 ટકા ઈક્વિટીમાંથી 3.1 ટકા ઈક્વિટી વેચી હતી. બ્લોક ડીલ પૂર્ણ થયા પછી, અલીબાબા પાસે હવે Paytmમાં કોઈ હિસ્સો નથી.

અલીબાબાની ભારતમાંથી વિદાય, ચીનના ચુંગાલમાંથી આઝાદ થયું PayTM, અલીબાબાનો PayTMના શેરમાં કોઈ હિસ્સો નહીં
Paytm Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 5:46 PM

દિગ્ગજ ચાઈનીઝ મલ્ટીનેશનલ કંપની અલીબાબાએ ભારતીય ફિનટેક ફર્મ PayTMમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દીધો છે. અલીબાબાએ આજે ​​યોજાયેલી બ્લોક ડીલમાં Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન લિમિટેડના તમામ 3.4 ટકા ઇક્વિટી શેરના વેચાણ બાદ ભારતમાંથી વિદાય લીધી છે. અગાઉ જાન્યુઆરીમાં કંપનીએ 6.26 ટકા ઈક્વિટીમાંથી 3.1 ટકા ઈક્વિટી વેચી હતી. બ્લોક ડીલ પૂર્ણ થયા પછી, અલીબાબા પાસે હવે Paytmમાં કોઈ હિસ્સો નથી.

આ પણ વાંચો: Russia Ukraine War : રશિયાએ એક કલાકમાં ઝાપોરિઝિયા પર 17 વખત મિસાઈલથી કર્યો હુમલો, ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બનાવ્યું નિશાન

અગાઉ, પ્રખ્યાત ઉદ્યોગપતિ જેક માની ફર્મએ ઝોમેટો અને બિગ બાસ્કેટમાં હિસ્સો વેચ્યો હતો. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અલીબાબા દ્વારા સમગ્ર હિસ્સો વેચવાના સમાચાર પછી બજારમાં ફેરફાર થઈ શકે છે, કારણ કે ભારતીય કંપની ચીનની પકડમાંથી મુક્ત થઈ ગઈ છે. ANIના રિપોર્ટમાં Paytm અને Alibaba વચ્ચેની બ્લોક ડીલનો ખુલાસો થયો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

PayTMની કમાણી વધી

નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં EBITDA સાથે ઓપરેટિંગ પ્રોફિટેબિલિટીની જાહેરાત પછી ESOP ની કિંમત રૂ. 31 કરોડ હતી. એટલા માટે છેલ્લા કેટલાક દિવસોથી ફિનટેક જાયન્ટના શેરમાં તેજી જોવા મળી રહી છે. વાર્ષિક ધોરણે 42 ટકાના વધારા સાથે પેટીએમની કમાણી વધીને રૂ. 2,062 કરોડ થઈ છે. આ પછી, જાન્યુઆરી 2023 દરમિયાન Paytmનું પ્રદર્શન નોંધપાત્ર રીતે સુધર્યું, જે 8 ફેબ્રુઆરીએ સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરવામાં આવ્યું હતું.

વેપારમાં આવી તેજી

ફર્મએ તેના મુખ્ય વ્યવસાય ચુકવણી અને ધિરાણ વ્યવસાયમાં સતત વૃદ્ધિ જોઈ છે. 6.1 મિલિયન ડિવાઈસ ડિપ્લોયમેન્ટ્સ સાથે, Paytm ઓફલાઈન પેમેન્ટ્સમાં તેનું લીડરશિપને મજબૂત કરી છે. ત્યારે જાન્યુઆરી 2023 માં, Paytm ના 8.9 કરોડ સરેરાશ માસિક વ્યવહાર વપરાશકર્તાઓ (MTU) માં 29 ટકાનો વધારો નોંધાયો હતો.

PayTM: નુકસાન ઘટ્યું, શેર ઘટ્યા

પેટીએમએ ડિસેમ્બર ક્વાર્ટરમાં ખોટ ઘટાડીને રૂ. 392 કરોડ કરી છે. તેની સરખામણીમાં, ગયા વર્ષના સમાન સમયગાળામાં પેટીએમની ખોટ રૂ. 778.5 કરોડ હતી. જોકે, શેરબજાર બંધ થયા બાદ વિજય શંકરના નેતૃત્વમાં કામ કરતી કંપનીના શેરનો ભાવ રૂ. 650.55 હતો. તેનો સ્ટોક 7.85 ટકા ઘટીને રૂ. 55.40 થયો છે, પરંતુ 2023માં તે હજુ પણ 22 ટકા ઉપર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">