AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IREDAને રૂપિયા 290 કરોડના રોકાણ માટે મળી મંજૂરી, શેર પર થશે સીધી અસર

IREDAને નેપાળમાં 900 મેગાવોટનો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે GMR અપર કર્નાલી હાઇડ્રો પાવર લિમિટેડ અને કરનાલી ટ્રાન્સમિશન કંપની પ્રાઇવેટ લિમિટેડમાં 10 ટકા સુધીના ઇક્વિટી રોકાણને મંજૂરી મળી છે. મંગળવારે કંપનીનો શેર 6 ટકાથી વધુ ઘટીને રૂ. 272.20 પર બંધ થયો હતો.

IREDAને રૂપિયા 290 કરોડના રોકાણ માટે મળી મંજૂરી, શેર પર થશે સીધી અસર
IREDA
| Updated on: Jul 17, 2024 | 9:16 PM
Share

ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડના (ERDA) શેર આવતીકાલે ગુરુવારે ફોકસમાં રહેશે. કારણ કે કંપનીએ શેર બજાર વિશે એક મોટી માહિતી આપી છે. કંપનીએ જણાવ્યું હતું કે તેના બોર્ડે નેપાળમાં 900 મેગાવોટનો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે GMR અપર કર્નાલી હાઇડ્રો પાવર લિમિટેડ અને કરનાલી ટ્રાન્સમિશન કંપની પ્રાઇવેટ લિમિટેડમાં 10 ટકા સુધીના ઇક્વિટી રોકાણને મંજૂરી આપી છે. SJVN લિમિટેડ સાથે સંકળાયેલા આ પ્રોજેક્ટ માટે રોકાણની રકમ આશરે રૂ.290 કરોડ છે.

કંપનીએ શું કહ્યું ?

IREDAના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) પ્રદીપ કુમાર દાસે જણાવ્યું હતું કે, આ વ્યૂહાત્મક રોકાણ રિન્યુએબલ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તારવા અને આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. આ પ્રોજેક્ટ નેપાળમાં હાઇડ્રોપાવર સંભવિતતાનો ઉપયોગ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે પ્રાદેશિક ઉર્જા સુરક્ષા અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ વિકાસમાં ફાળો આપશે. કંપની અપર કરનાલી હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટમાં 10 ટકા ભાગીદારી લેશે.

શેરની સ્થિતિ શું છે ?

IREDA શેર ગયા વર્ષે 29 નવેમ્બર, 2023 ના રોજ રૂ. 49.99 ના એક વર્ષની નીચી સપાટીએ હતા. આ સ્તરેથી તે 8 મહિનામાં 520 ટકા ઉછળીને 15 જુલાઈ, 2024ના રોજ રૂ. 310.00ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. હાલમાં તે આ સ્તરથી 12 ટકા ડાઉનસાઈડ છે. મંગળવારે કંપનીનો શેર 6 ટકાથી વધુ ઘટીને રૂ. 272.20 પર બંધ થયો હતો.

એક્સપર્ટનું કહેવું છે કે જો તેનો વધારો કોઈ ફંડામેન્ટલ્સ પર આધારિત નથી તો તે ઘટી શકે છે. SJVN વિશે વાત કરીએ તો, ગયા વર્ષે 18 જુલાઈ, 2023ના રોજ, શેર રૂ. 45.32ની એક વર્ષની નીચી સપાટીએ હતો. આ સ્તરેથી તે 7 મહિનામાં 272 ટકા ઉછળીને 5 ફેબ્રુઆરી, 2024ના રોજ રૂ. 170.45ની એક વર્ષની ટોચે પહોંચ્યો હતો. હાલમાં તે આ સ્તરથી 11 ટકા ડાઉનસાઈડ છે.

Follow Us
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">