કોરોનાથી વ્યવસાય ઠપ્પ થતા, આઈનોક્સ મલ્ટીપ્લેકસ હવે પુલાવ, બિરીયાની, રાજમા-ચાવલ વેચશે

|

May 03, 2021 | 10:30 AM

દેશના વિવિધ શહેરોમાં મલ્ટીપ્લેક્સ સિનેમાની શ્રૃંખલા ધરાવનાર ગ્રુપ આઇનોક્સ લેઝરે , ફુડ એન્ડ બ્રેવરીજના ફૂડ ડિલિવરી માટે ઝોમેટો અને સ્વિગી સાથે પણ ભાગીદારી કરી છે.

કોરોનાથી વ્યવસાય ઠપ્પ થતા, આઈનોક્સ મલ્ટીપ્લેકસ હવે પુલાવ, બિરીયાની, રાજમા-ચાવલ વેચશે
આઈનોક્સ મલ્ટીપ્લેક્સ જુથ હવે ફુડ એન્ડ બ્રેવરીજના વ્યવસાયમાં ઝંપલાવશે

Follow us on

કોરોનાને કારણે અનેક વ્યવસાય ઉપર વરવી અસર વર્તાઈ રહી છે. કોરોનાના સંક્રમણથી લોકોને બચાવવા માટે લગાવવામાં આવેલ કરફ્યુ તેમજ લોકડાઉનથી અનેક એવા વેપાર વ્યવસાય છે કે જેના ઉપર સૌથી ખરાબ અસર વર્તાઈ છે. આવી સ્થિતિમાં, ભારતના મોટા શહેરોમાં મલ્ટિપ્લેક્સ થિયેટર ધરાવનાર આઈનોક્સ જૂથે હવે ફુડ એન્ડ બ્રેવરેજના વ્યવસાયમાં ઝંપલાવવાનું નક્કી કર્યુ છે. આવનારા સમયમાં, આઈનોક્સ મલ્ટીપ્લેક્ક્ષમાંથી તમે સિનેમાની ટિકીટ લો કે ના લો, આઈનોક્સ જૂથ દ્વારા બનાવેલા રાજમા-ભાત, પુલાવ બિરયાની સહીત ફાસ્ટ ફુડ અને બ્રેવરેજ વેચાણથી મેળવી શકશો અથવા તો તેનો ઓર્ડર આપીને તમે મંગાવી શકશો.

દેશના વિવિધ શહેરોમાં મલ્ટીપ્લેક્સ સિનેમાની શ્રૃંખલા ધરાવનાર ગ્રુપ આઇનોક્સ લેઝરે , ફુડ એન્ડ બ્રેવરીજના ફૂડ ડિલિવરી માટે ઝોમેટો અને સ્વિગી સાથે પણ ભાગીદારી કરી છે. જેથી તે ફુડ અને બ્રેવરેજ ગ્રાહકોના ઘરે કે તેઓ જે સ્થળે કહે ત્યા પહોંચાડશે. આઇનોક્સને પણ આ નિર્ણય લેવો પડ્યો કારણ કે કોરોનાની બીજી લહેરના કારણે ફરી એકવાર સિનેમા ગૃહો બંધ કરાવી દેવાયા છે. મલ્ટીપ્લેક્ક્ષનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે.

ઇનોક્સ લેઝિયર લિમિટેડના સીઈઓ આલોક ટંડને સમાચાર સંસ્થાને જણાવ્યુ હતું કે, અમે ફૂડ એન્ડ બેવરેજીસ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. તેના માટે એક રોડમેપ પણ તૈયાર કર્યો છે. જેમાં ઓનલાઇન ફૂડ ઓર્ડર પ્લેટફોર્મ, સ્વીગી, ઝોમેટો, ડાઇનઆઉટ દ્વારા ખાદ્ય ચીજ મંગાવી શકાશે.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

ઇનોક્સ લેઝિયર લિમિટેડ કંપનીને આશા છે કે, તેમની આવકમાં ફુડ એન્ડ બ્રેવરીજનો હિસ્સો 19 ટકાથી વધીને ભવિષ્યમાં 35 ટકા થશે. 31 માર્ચ 2021 ના ​​રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીને 148 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જ્યારે અગાઉના વર્ષ 2019-20માં તેની આવક 1915 કરોડ રૂપિયા હતી. આમ કોરોનાને કારણે કંપનીની આવક ઘટી છે અને વ્યવસાય પ્રભાવિત થતા હવે અન્ય ક્ષેત્ર પ્રવેશવાનું નક્કી કરાયુ છે.

Next Article