ગુજરાતની કંપની 14 ડિસેમ્બરે IPO લાવશે, રોકાણ પહેલા વાંચો યોજનાની સંપૂર્ણ માહિતી
ક્રાયોજેનિક ટેંક ઉત્પાદક આઇનોક્સ ઇન્ડિયા લિમિટેડનો IPO 14 ડિસેમ્બરે રોકાણ માટે ખુલશે. વડોદરા સ્થિત કંપનીએ ઓગસ્ટમાં માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેના પ્રારંભિક IPO પેપર્સ ફાઈલ કર્યા હતા અને ઈસ્યુ માટે તેની મંજૂરી મેળવી હતી.
ક્રાયોજેનિક ટેંક ઉત્પાદક આઇનોક્સ ઇન્ડિયા લિમિટેડનો IPO 14 ડિસેમ્બરે રોકાણ માટે ખુલશે. વડોદરા સ્થિત કંપનીએ ઓગસ્ટમાં માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેના પ્રારંભિક IPO પેપર્સ ફાઈલ કર્યા હતા અને ઈસ્યુ માટે તેની મંજૂરી મેળવી હતી.
તમને જણાવી દઈએ કે આ IPO સંપૂર્ણપણે તેના વર્તમાન શેરધારકો અને પ્રમોટર્સ દ્વારા 2.21 કરોડ શેરની વેચાણ માટેની ઓફર (OFS) છે.
Inox CVA IPO Details
IPO | Detail |
IPO Date | December 14, 2023 to December 18, 2023 |
Face Value | ₹2 per share |
Price | Not Declared |
Lot Size | Not Declared |
Total Issue Size | Not Declared |
Offer for Sale | 22,110,955 shares of ₹2 (aggregating up to ₹[.] Cr) |
Issue Type | Book Built Issue IPO |
Listing At | BSE, NSE |
Share holding pre issue | 90,763,500 |
18મી ડિસેમ્બર સુધી રોકાણની તક
તમને જણાવી દઈએ કે આ ઈસ્યુ સંપૂર્ણપણે OFS છે, તેથી કંપનીને કોઈ આવક નહીં મળે અને તમામ પૈસા વેચનાર શેરધારકોને જશે. શેર વેચાણની એન્કર બુક 13 ડિસેમ્બરે ખુલશે, જ્યારે ઓફર 18 ડિસેમ્બરે બંધ થશે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલેકે DRHP અનુસાર સિદ્ધાર્થ જૈન, પવન કુમાર જૈન, નયનથારા જૈન, ઈશિતા જૈન અને મંજુ જૈન વેચાણ ઓફરમાં વેચાન કરનાર શેરધારકોમાં સામેલ છે. BSE અને NSE પર 21 ડિસેમ્બરથી ઈક્વિટી શેરમાં ટ્રેડિંગ શરૂ થશે.
Inox CVA IPO Tentative Schedule
IPO | Date |
IPO Open – Close Date | 14 to December 18, 2023 |
Basis of Allotment | Tuesday, December 19, 2023 |
Initiation of Refunds | Wednesday, December 20, 2023 |
Credit of Shares to Demat | Wednesday, December 20, 2023 |
Listing Date | Thursday, December 21, 2023 |
Cut-off time for UPI mandate confirmation | 5 PM on December 18, 2023 |
OFS હેઠળ, સિદ્ધાર્થ જૈન, પવન કુમાર જૈન, નયનથારા જૈન, ઈશિતા જૈન, મંજુ જૈન, લતા રૂંગટા અને અન્ય લોકો શેર વેચશે. ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. ઓફરનો લગભગ 50% લાયક સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત છે 35% છૂટક રોકાણકારો માટે અને બાકીના 15% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે રહેશે તેમ યોજનામાં નક્કી કરાયું છે.
આ પણ વાંચો : માત્ર એક વર્ષમાં રોકાણકારોના નાણાં ડબલ કરનાર કંપની હવે બોનસ શેર આપશે, જાણો રેકોર્ડ ડેટ સહિતની માહિતી