દેશમાં કાયમ છે ચ્હા ની બાદશાહત, 69% ભારતીયોએ ગણાવી પોતાની પહેલી પસંદ
ભારતની બેવરેઝ માર્કેટની જો વાત કરવામાં આવે તો ચા નો દબદબો યથાવત્ છે. 69% લોકોની પહેલી પસંદ ચા છે. ભારત દુનિયામાં ચા નો બીજો ઉત્પાદન દેશ છે પરંતુ 80 ટા ચા નો વપરાશ તો આપણા દેશમાં જ થઈ જાય છે, જો કે છેલ્લા થોડા વર્ષોથી કોફીનું ચલણ પણ ઘણુ વધ્યુ છે.

વિશ્વના બેવરેજીસ માર્કેટમાં કોફી અને ચા નો દબદબો છે. દુનિયામાં કોફી સૌથી વધુ પીવાતુ બેવરેજ એટલે કે પીણુ છે. પરંતુ ભારતમાં દૂર-દૂર સુધી ચાની બરાબરી કરી શકે તેમ કોઈ નથી. ચા ની બાદશાહત કાયમ છે. લોકલસર્કલ દ્વારા હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણમાં આ હકીકત સામે આવી છે. સર્વેક્ષણ મુજબ, 69 ટકા લોકોએ ચાને તેમની પ્રથમ પસંદગી તરીકે ઓળખાવી છે, જ્યારે 26 ટકા લોકોએ કોફી પસંદ કરી છે. સર્વેક્ષણમાં વધુમાં સૂચવવામાં આવ્યું છે કે 45 ટકા ભારતીયો દરરોજ ત્રણ કે તેથી વધુ કપ ચા અથવા કોફીનો પીવે છે.
સર્વે મુજબ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમી પ્રદેશોમાં ચાનો બજાર હિસ્સો 80 ટકાથી વધુ છે, જ્યારે દક્ષિણ રાજ્યોના મેટ્રો અને નોન-મેટ્રો બંને વિસ્તારોમાં કોફીનો હિસ્સો 25 ટકાથી વધુ છે. તાજેતરના સમયમાં, ભારતમાં કોફીના વપરાશમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. 2024 માં ભારતનું કોફી બજાર $1.88 બિલિયન હતું જે 2032 સુધી વાર્ષિક 4.3 ટકાના દરે વધવાનો અંદાજ છે. ભારત વિશ્વના સાતમા સૌથી મોટા કોફી ઉત્પાદક દેશ તરીકે સ્થાન ધરાવે છે. 2025 માં, ભારતે $1.8 બિલિયનની કોફીની નિકાસ કરી હતી.
સર્વેના હાલ
ચાની વાત કરીએ તો, ભારત ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો ચા નો ઉત્પાદક દેશ છે. દેશમાં ઉત્પાદિત કુલ ચામાંથી, 80 ટકા તો દેશમાં જ વપરાય છે. તાજેતરના વર્ષોમાં દેશમાં ચાનો વપરાશ વધ્યો છે. દેશભરમાં અનેક શહેરોમાં સ્પેશ્યિલ ટી શોપ ચેઈન ખૂલી રહી છે. સાથે જ ગ્રીન ટી નું માર્કેટ પણ વધી રહ્યુ છે. આ સર્વેમાં 385 જિલ્લાના 50,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
સર્વેમાં ભાગ લેનારાઓમાં, 73 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ બ્રાન્ડેડ ચાના પેકેટ ખરીદવાનું પસંદ કરે છે, જ્યારે 19 ટકા છૂટક, અનબ્રાન્ડેડ ચા પત્તી ખરીદે છે. ઉત્તરદાતાઓમાંથી 8 ટકા ગ્રીન ટી અથવા ટી સેશે પસંદ કરે છે. 45 ટકા લોકોએ પરંપરાગત દૂધ આધારિત ચા પસંદ કરી છે. 5 ટકા ગ્રીન ટી પસંદ કરે છે, અને 2 ટકા બ્લેક કોફી પસંદ કરે છે. તેવી જ રીતે, 15 ટકા લોકો દૂધ આધારિત કોફી પીવે છે, 12 ટકા લોકો બ્લેક ટી પસંદ કરે છે, અને 7 ટકા લોકો ન્યૂનતમ દૂધવાળી કાળી ચા પસંદ કરે છે.
