“પટેલો બોલવામાં કડવા હોય છે તેમણે મીઠુ બોલતા શીખવુ પડશે”- અનાર પટેલની પાટીદારોને ટકોર
બનાસકાંઠાના પાલનપુરમાં સરદાર પટેલની પ્રતિમાના અનારણ પ્રસંગે ખોડલધામના સંગઠન અધ્યક્ષ અનાર પટેલની દીકરીએ પાટીદારોને ટકોર કરી છે. અનાર પટેલે કહ્યુ કે પટેલોએ મીઠુ બોલતા શીખવુ પડશે. પટેલ બોલવામાં કડવા હોય છે. તેમણે મીઠુ બોલતા શીખવુ પડશે.
બનાસકાંઠામાં પાલનપુરના ગઢ ગામે સરદાર પટેલની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ખોડલધામના સંગઠન અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ CM આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલે પાટીદારોને ટકોર કરી છે. અનાર પટેલે કહ્યુ કે પટેલો બોલવામાં થોડા રફ, થોડા કડવા હોય છે. હવે જમાના પ્રમાણે તેમણ બોલતા શીખવુ પડશે. પ્રેમથી વાત કરતા શીખવુ પડશે. તેમણ કહ્યુ સમાજને તોડવાવાળાને ઓળખવા પડશે.
અત્યારે ઘરે ઘરે નેતા છે- અનાર પટેલ
વધુમાં અનાર પટેલે કહ્યુ કે જો સરદાર પટેલ પણ અત્યારે હોતને તો 562 રઝવાડા ભેગા ન કરી શક્યા હોત કારણ કે અત્યારે ઘરે ઘરે નેતા છે. બધાને મોટા થઈ જવુ છે. તેમણે કહ્યુ સંગઠનની વાત આવે ત્યારે બધુ ભૂલી જવુ પડે.
સમાજના દીકરીઓએ સક્ષમ બનવુ પડશે
અનાર પટેલે કહ્યુ કે પટેલ સમાજમાં થતા આંતરજ્ઞાતિય લગ્નનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યુ આપમી દીકરી બીજા સમાજમાં જાય છે કારણ કે આપણા સમાજના દીકરીઓ સક્ષમ નથી. સમાજમાં કોઈ દારુ પીને આવતુ હોય તેને બહાર નહીં કાઢો તો સમાજ બગડશે. તેમણે કહ્યુ સમાજનો દીકરો રખડતો, દારુ પીતો મળે ત્યારે જ દીકરીઓ બીજા સમાજના છોકરા સાથે જાય છે.
ભારતમાં સૌપ્રથમ શરૂ થયેલા પેટ્રોલ પંપ પર કેવી રીતે ભરાતુ હતુ પેટ્રોલ, કેવી રીતે થતુ સપ્લાય? 1 લીટર પેટ્રોલની શું હતી કિંમત?
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
