AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દિલ્હીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 55 મી મેચમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટક્કર થઈ રહી છે. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: દિલ્હીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
Punjab Kings vs Delhi Capitals
| Updated on: May 11, 2026 | 7:20 PM
Share

IPL 2026માં આજે સિઝનના 55 મા મુકાબલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં DCએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે PBKS આ મેચમાં પહેલા બેટિંગ કરશે. PBKS આ સિઝનની અગિયારમી અને DC બારમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

અક્ષર પટેલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અક્ષર પટેલે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. અમે મહત્વપૂર્ણ ક્ષણોએ મેચ જીતી શક્યા નથી. અમે પરિણામની ચિંતા કરીશું નહીં. જીતો કે હારો, અમે સારી બ્રાન્ડની ક્રિકેટ રમવાનો પ્રયાસ કરીશું. અમે પ્લેઈંગ ઈલેવનમાં પાંચ ફેરફારો કર્યા છે. પોરેલ, સાહિલ પારેખ, ડેવિડ મિલર, માધવ તિવારી અને આકિબ નબી આજે ટીમમાં છે.

શ્રેયસ અય્યરે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે સાચું કહું તો, જ્યાં સુધી તમે તેના પર રમો નહીં ત્યાં સુધી તમે પિચ વિશે ઘણું બધું કહી શકતા નથી. ત્યાં જાઓ અને પ્રદર્શન કરો. અમે પોઈન્ટ ટેબલ વિશે વધુ વિચારવા માંગતા નથી, ફક્ત ક્ષમતા અને સહજતા પર ધ્યાન કેન્દ્રિત કરી જીતવા માંગીએ છીએ. અમે એક ફેરફાર કર્યો છે. લોકી ફર્ગ્યુસનની જગ્યાએ બેન દ્વાર્શિયસ આજની મેચમાં રમશે.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

પ્રભસિમરન સિંહ (વિકેટકિપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંઘ, માર્કો જેન્સન, બેન દ્વારશુઈસ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ સબ્સ: હરપ્રીત બ્રાર, યશ ઠાકુર, ઝેવિયર બાર્ટલેટ, વિષ્ણુ વિનોદ, પ્રવીણ દુબે.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ (વિકેટકિપર), અભિષેક પોરેલ, સાહિલ પારખ, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ (કેપ્ટન), માધવ તિવારી, મુકેશ કુમાર, ઔકિબ નબી ડાર, મિશેલ સ્ટાર્ક, લુંગી એનગિડી.

ઈમ્પેક્ટ સબ્સ: પથુમ નિસાંકા, સમીર રિઝવી, આશુતોષ શર્મા, વિપ્રાજ નિગમ, ત્રિપુરાણા વિજય.

Breaking News: એક પણ છગ્ગો માર્યા વિના સૌથી વધુ રન બનાવનારા 6 દિગ્ગજ બેટ્સમેન, આ ભારતીય દિગ્ગજ ટોચ પર

Follow Us
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
g clip-path="url(#clip0_868_265)">