Digital currency: ડિજિટલ રૂપિયો ચલણમાં આવવાથી મોબાઈલ ફોન તમારી બેંક બનશે, સમજો CBDC ને અહેવાલ દ્વારા

સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) એ RBI દ્વારા જારી કરાયેલ ડિજિટલ કરન્સી છે. આ લીગલ ટેન્ડર હશે.

Digital currency: ડિજિટલ રૂપિયો ચલણમાં આવવાથી મોબાઈલ ફોન તમારી બેંક બનશે,  સમજો CBDC ને અહેવાલ દ્વારા
બેંક અંગેની ફરિયાદ માટે RBI એ CMS સિસ્ટમ શરૂ કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 8:00 AM

વર્ષ 2022નું બજેટ(Budget 2022) રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે(fm nirmala sitharaman) કહ્યું કે રિઝર્વ બેન્ક (RBI) આગામી નાણાકીય વર્ષમાં ડિજિટલ રૂપિયો(digital rupee) લોન્ચ કરશે. નાણામંત્રીએ કહ્યું કે ડિજિટલ રૂપિયો સેન્ટ્રલ બેંકની ડિજિટલ કરન્સી(digital currency) હશે જે 2022-23માં લોન્ચ કરવામાં આવશે.  તેમણે પોતાના બજેટ ભાષણમાં ડિજિટલ રૂપિયાના ફાયદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. નાણામંત્રીએ કહ્યું કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ડિજિટલ અર્થતંત્રને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે. સીતારમને કહ્યું “ડિજિટલ કરન્સી કરન્સી મેનેજમેન્ટ સિસ્ટમને વધુ કાર્યક્ષમ અને સસ્તું બનાવશે.” ચાલો જાણીએ CBDC શું છે અને તેના મહત્વના ફાયદા શું છે.

CBDC શું છે ?

સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) એ RBI દ્વારા જારી કરાયેલ ડિજિટલ કરન્સી છે. આ લીગલ ટેન્ડર હશે. RBI ના જણાવ્યા અનુસાર તે કેન્દ્રીય બેંક દ્વારા જારી કરાયેલ ચલણ હશે પરંતુ કાગળ અથવા પોલિમરથી અલગ હશે. તે એક સોવરિન કરન્સી છે અને તેને સેન્ટ્રલ બેંકની બેલેન્સ શીટમાં જવાબદારી તરીકે દર્શાવવામાં આવશે. CBDC સમાન મૂલ્ય પર રોકડમાં એક્સચેન્જ કરી શકશે.

CBDC કેમ જરૂરી?

ડિજિટલ ચલણને બાળી અથવા નુકસાન કરી શકાતું નથી. તેથી એકવાર જારી કરવામાં આવે તો તે હંમેશા રહેશે જ્યારે નોટો સાથે આવું થતું નથી. વિશ્વભરમાં CBDCમાં કિફાયતી હોવાના લોકોને આકર્ષે છે. જો કે અત્યાર સુધી માત્ર કેટલાક દેશો જ આ બાબતે પાઇલટ પ્રોજેક્ટથી આગળ વધી શક્યા છે. CBDC એ કોઈપણ દેશની સત્તાવાર ચલણનો ઈલેક્ટ્રોનિક રેકોર્ડ અથવા ડિજિટલ ટોકન છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કેવી રીતે ટ્રાન્ઝેક્શન થશે?

ડિજિટલ રૂપિયો વાસ્તવમાં બ્લોકચેન ટેકનોલોજીBlockchain Technology) પર આધારિત ચલણ હશે. ડિજિટલ કરન્સીના બે પ્રકાર છે – રિટેઇલ અને હોલસેલ. હોલસેલ કરન્સીનો ઉપયોગ નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે જ્યારે રિટેઇલ ડિજિટલ કરન્સીનો ઉપયોગ સામાન્ય લોકો અને કંપનીઓ દ્વારા કરવામાં આવે છે.

હકીકતમાં બ્લોકચેન ટેકનોલોજી (Blockchain Technology) )વિકેન્દ્રિત(Decentralized) છે. આનો અર્થ એ છે કે તમામ પ્રકારની માહિતી નેટવર્કમાંના તમામ કમ્પ્યુટર્સ પર છે. જોકે ડિજિટલ રૂપિયા અલગ હશે. કારણ કે તે RBI દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. તે ખરેખર વિકેન્દ્રિત નહીં હોય. તમે તેને મોબાઈલથી એકબીજાને સરળતાથી મોકલી શકો છો અને તમે દરેક પ્રકારની ચીજવસ્તુઓ ખરીદી શકશો અને સેવાઓનો ઉપયોગ કરી શકશો.

આ પણ વાંચો :  ભારત 2030 સુધીમાં તેલ અને ગેસનું ઉત્પાદન બમણું કરશે : હરદીપ સિંહ પુરી

આ પણ વાંચો : બેન્ક ઓફ ઈન્ડિયાનો ત્રીજા ક્વાર્ટરમાં નફો 90 % વધ્યો, કમાણીમાં ઘટાડો

g clip-path="url(#clip0_868_265)">