ગ્રોથ ઝડપી રાખવા માટે સરકારે વધારવો પડશે ખર્ચ, મૂડી ખર્ચ પણ ઘટાડવાની જરૂર: ઈન્ડસ્ટ્રી

FICCIનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ભારતીય અર્થતંત્ર ત્રણ ટ્રિલિયન ડોલરનું થઈ જશે. આરબીઆઈએ વર્ષ 2021-22માં આર્થિક વૃદ્ધિ દર 9.5 ટકા રહેવાનું અનુમાન કર્યું છે.

ગ્રોથ ઝડપી રાખવા માટે સરકારે વધારવો પડશે ખર્ચ, મૂડી ખર્ચ પણ ઘટાડવાની જરૂર: ઈન્ડસ્ટ્રી
Symbolic Image
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Dec 21, 2021 | 9:42 PM

ઈન્ડસ્ટ્રી બોડી FICCIના નવા ચૂંટાયેલા પ્રમુખ સંજીવ મહેતાએ (president of industry body FICCI Sanjiv Mehta) મંગળવારે જણાવ્યું હતું કે ભારતે લાંબા ગાળે આઠ ટકાથી વધુનો વિકાસ દર ટકાવી રાખવા માટે બિઝનેસ કરવાની સરળતા (ease of doing business), ટેક્સ પોલિસીમાં સાતત્ય અને મૂડીના ઓછા ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સાથે જ તેમણે કહ્યું કે હાલમાં ખાનગી રોકાણ સુસ્ત છે, તેથી સરકારે ખર્ચ વધારવો જોઈએ.

‘8 ટકાના વિકાસ દર માટે પ્રયત્નો કરવા પડશે’

મહેતાએ મંગળવારે જણાવ્યું હતું કે ભારતે લાંબા ગાળે 8 ટકાથી ઉપરનો વિકાસ દર ટકાવી રાખવા માટે વેપાર કરવાની સરળતા, કર નીતિમાં સાતત્ય અને મૂડીની ઓછી કિંમત પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. મહેતાએ લાંબા સમય સુધી ઉચ્ચ આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવા માટે ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરવા માટે સતત પ્રયત્નોની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. આ મહિને FICCIના નવા પ્રમુખ તરીકે ચૂંટાયેલા મહેતાએ કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ભારતીય અર્થતંત્ર ત્રણ ટ્રિલિયન ડોલરનું થઈ જશે.

તેમણે એક ચર્ચામાં કહ્યું ‘આપણે લાંબા સમય સુધી ઉચ્ચ વૃદ્ધિ દર જાળવી રાખવાની જરૂર છે. આ નાણાકીય વર્ષમાં વિકાસ દર નવ ટકાથી વધુ રહેવાની ધારણા છે. પરંતુ તેને સતત આઠ ટકાથી ઉપર જાળવી રાખવું એ એક પડકાર હશે.” હિન્દુસ્તાન યુનિલિવરના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)માં સતત વધારો અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે. પરંતુ ખાનગી રોકાણને હજુ વેગ મળ્યો નથી, તેથી સરકારે અર્થતંત્રમાં વધુ નાણાંનું રોકાણ કરવાની જરૂર છે.

તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રને આપવામાં આવતી મૂડીના ખર્ચમાં પણ ઘટાડો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ભારતમાં વ્યાજ દર પ્રતિસ્પર્ધી દેશોની સરખામણીએ ઘણો વધારે છે. FICCI પ્રમુખને કોરોના વાઈરસના નવા સ્વરૂપ ઓમિક્રોનની આર્થિક પ્રવૃતિઓ પર સંભવિત અસર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેનો ફેલાવો ચિંતાનો વિષય છે અને ઝડપી રસીકરણથી જ તેની સામે લડી શકાય છે. તેમણે કહ્યું કે સરકારે રસીકરણ અભિયાનને ઝડપી બનાવવું જોઈએ.

અર્થવ્યવસ્થામાં તેજીનું અનુમાન

ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2021-22માં આર્થિક વૃદ્ધિ દર 9.5 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. રિઝર્વ બેંકના મતે આ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6.6 ટકા રહી શકે છે. જ્યારે ચોથા ક્વાર્ટરમાં અર્થતંત્ર 6 ટકાની ઝડપે વૃદ્ધિ કરી શકે છે. આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વૃદ્ધિ 17.2 ટકા અને બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ 7.8 ટકા રહી શકે છે. તે જ સમયે બેન્ક ઓફ અમેરિકાએ 9.3 ટકા વૃદ્ધિનો અંદાજ આપ્યો છે.

ADBએ સ્થાનિક માંગ સામાન્ય સ્તરે પાછી આવવાના અનુમાન સાથે નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતની વૃદ્ધિનું અનુમાન 7.5 ટકા જાળવી રાખ્યું છે. તે જ સમયે ફિચે વર્ષ 2022-23 માટે તેની વૃદ્ધિનું અનુમાન 10 ટકાથી વધારીને 10.3 ટકા કર્યું છે.

આ પણ વાંચો :  Life Certificate: પેંશનર્સ 31 ડિસેમ્બર સુધીમાં જમા કરાવો લાઈફ સર્ટિફિકેટ, નહીંતર પેંશન મળવામાં થઈ શકે છે સમસ્યા

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati