રશિયા-યુક્રેન યુદ્ધ દરમ્યાન કિંમતો ઉપર નિયંત્રણ મેળવવા ભારત ઈમરજન્સી ઓઈલ સ્ટોકનો ઉપયોગ કરી શકે છે

રશિયા-યુક્રેન યુદ્ધ દરમ્યાન કિંમતો ઉપર નિયંત્રણ મેળવવા ભારત ઈમરજન્સી ઓઈલ સ્ટોકનો ઉપયોગ કરી શકે છે
ક્રૂડ ઓઈલ સપ્લાય ચિંતાનો વિષય બનવાનો ભય ઉભો થયો છે

યુએસ પ્રમુખ જો બિડેને ગુરુવારે કહ્યું કે તેઓ એસપીઆરમાંથી મુક્તિ પર કેટલાક દેશો સાથે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે જરૂર પડ્યે અમેરિકા વધારાના બેરલ તેલ પણ રિલીઝ કરશે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Feb 28, 2022 | 7:23 AM

ભારત તેના ઈમરજન્સી ઓઈલ (Crude Oil)સ્ટોકનો ઉપયોગ કરી શકે છે. એક અખબારી અહેવાલ મુજબ સરકાર તેલની કિંમતોને નિયંત્રણમાં રાખવાનો નિર્ણય લઈ શકે છે. યુક્રેન સામે રશિયાના યુદ્ધને કારણે વૈશ્વિક પુરવઠાને અસર થઈ છે. સરકાર આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર પર નજીકથી નજર રાખી રહી છે. સરકાર સંભવિત સપ્લાય અટકવાની દહેશત પર નજર રાખી રહી છે.

રિપોર્ટ અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે બજારની ઉથલપાથલ ઘટાડવા માટે ભારત વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ (SPR)માંથી મુક્તિ માટેની પહેલને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. જેનાથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો પણ કાબુમાં આવી શકે છે. જોકે મંત્રાલયે જથ્થા અને સમય અંગે વિગતો આપી નથી.

ભારતનું રિઝર્વ 9.5 દિવસ પૂરતું છે

FY20 વપરાશ પેટર્ન અનુસાર ભારતના વ્યૂહાત્મક અનામતમાં 5.33 મિલિયન ટન અથવા 39 મિલિયન બેરલની સંગ્રહ ક્ષમતા છે જે 9.5 દિવસ પૂરતી છે.

ગુરૂવારે ક્રૂડ ઓઈલ 8 ટકા વધીને 105 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું હતું. રશિયાએ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યા પછી આવું થયું હતું. પરંતુ પાછળથી તે પાછું 97 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું કારણ કે યુએસ પ્રતિબંધોએ રશિયા પાસેથી કોઈપણ ઊર્જા પુરવઠાને લક્ષ્ય બનાવ્યું ન હતું. આ પછી સપ્લાયની સમસ્યાનો ડર થોડો ઓછો થયો.

અમેરિકા આ પગલું ભરી શકે છે

યુએસ પ્રમુખ જો બિડેને ગુરુવારે કહ્યું કે તેઓ એસપીઆરમાંથી મુક્તિ પર કેટલાક દેશો સાથે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે જરૂર પડ્યે અમેરિકા વધારાના બેરલ તેલ પણ રિલીઝ કરશે. કટોકટી રિલીઝ કરવાથી કિંમતો પર અસ્થાયી અસર પડે છે. જોકે, આવી જાહેરાતોની બજાર પર સારી અસર પડી શકે છે. બજારમાં અત્યારે ઉથલપાથલ ચાલી રહી છે. જો કે, અત્યાર સુધી કોઈ ભૌતિક પુરવઠાની સમસ્યા નોંધાઈ નથી.

નવેમ્બરમાં યુએસ, ભારત, યુકે, જાપાન અને કેટલાક અન્ય દેશોએ સંયુક્ત રીતે કિંમતો ઘટાડવા માટે તેમના વ્યૂહાત્મક ભંડારમાંથી તેલ રિલીઝ કરવાનીની જાહેરાત કરી હતી.

યુક્રેન-રશિયા યુદ્ધથી અહીં મોંઘવારી વધશે : કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડ

કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડને જ્યારે પત્રકારોએ એ પૂછ્યું કે, યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારત તટસ્થ ભૂમિકામાં છે. આવી સ્થિતિમાં ભારતમાં આ યુદ્ધની શું અસર થશે? તો આ સવાલ પર ભાગવત કરાડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, યુક્રેન-રશિયા યુદ્ધની અસર ભારત પર પડશે. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે.

આ પણ વાંચો : Maharashtra: યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ભારતમાં વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ, મોંઘવારી નિરંકુશ થશે: કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડ

આ પણ વાંચો : ફ્યુચર રિટેલ બંધ કરવા જઈ રહી છે તેના મોટા ભાગના બીગ બજાર, રિલાયન્સ ટૂંક સમયમાં કરશે ટેકઓવર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati