શેરબજારમાં ટ્રેડિંગ કરનારા લોકો માટે કામના સમાચાર, ડીમેટ એકાઉન્ટમાં લાગે છે 7 પ્રકારના ચાર્જ

જો શેરબજારમાં શેરનું ખરીદ-વેચાણ કરવું હોય તો તેના માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. જો તમે હમણાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે, તો તમારે ડીમેટ એકાઉન્ટ પર લાગુ થતા તમામ ચાર્જ અને ફીને સમજવી જોઈએ. ચાલો જાણીએ કે ડીમેટ ખાતામાં કયા ચાર્જ ચૂકવવા પડે છે.

શેરબજારમાં ટ્રેડિંગ કરનારા લોકો માટે કામના સમાચાર, ડીમેટ એકાઉન્ટમાં લાગે છે 7 પ્રકારના ચાર્જ
Demat Account Charges
Follow Us:
| Updated on: Jan 13, 2024 | 4:59 PM

જો શેરબજારમાં શેરનું ખરીદ-વેચાણ કરવું હોય તો તેના માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. જો તમે હમણાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે, તો તમારે ડીમેટ એકાઉન્ટ પર લાગુ થતા તમામ ચાર્જ અને ફીને સમજવી જોઈએ. ચાલો જાણીએ કે ડીમેટ ખાતામાં કયા ચાર્જ ચૂકવવા પડે છે.

એકાઉન્ટ ઓપનિંગ ચાર્જ

બ્રોકરેજ કંપનીઓ ડીમેટ ખાતું ખોલાવવા માટે ચાર્જ વસૂલે છે. આ ચાર્જ દરેક કંપનીનો અલગ અલગ હોઈ છે. કેટલીક કંપનીઓ ચાર્જ વગર પણ ખાતું ખોલી આપે છે. બ્રોકરેજ પસંદ કરતા પહેલા એડવાન્સ કોસ્ટ વિશે જાણકારી મેળવવી મહત્વપૂર્ણ છે.

વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ

વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ તમારા ડીમેટ એકાઉન્ટને મેનેજ કરવા માટે બ્રોકર દ્વારા લેવામાં છે. કેટલાક બ્રોકર્સ ઝીરો AMC ઓપ્શન પણ આપે છે, જ્યારે કેટલીક કંપની નજીવો ચાર્જ વસૂલે છે. રોકાણકારોને આ ચાર્જની જાણકારી હોવી જોઈએ.

ટીમ ઈન્ડિયા 13 વર્ષ પછી જોશે આ દિવસ ! ગાબા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં
Photos : મલાઈકા અરોરાએ તડકામાં કર્યા યોગ, આ તસવીરે ખેંચ્યું લોકોનું ધ્યાન
Vastu Tips : ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
70 દિવસ પછી તેજિંદર બગ્ગા Bigg Bossના ઘરમાંથી આઉટ થયો
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Video : વિરાટ કોહલીના શર્મનાક પ્રદર્શન બાદ ડ્રેસિંગ રૂમમાં ગંભીરે કર્યું આવું

ટ્રાન્ઝેક્શન ચાર્જ

તમે જ્યારે શેર ખરીદો કે વેચો છો ત્યારે ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવામાં આવે છે. જે ટ્રાન્ઝેક્શન વેલ્યુ અથવા ટ્રેડેડ શેરની સંખ્યા પર આધારિત છે. ટ્રાન્ઝેક્શન ચાર્જ સમજવો અને જાણવો જરૂરી છે, કારણ કે વારંવાર સોદા કરવાથી એકંદર ખર્ચને અસર થઈ શકે છે.

ડીમટીરિયલાઈઝેશન ચાર્જ

જો તમે ભૌતિક શેર પ્રમાણપત્રોને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરાવો છો, તો ડીમટીરિયલાઈઝેશન ચાર્જ લાગુ થઈ શકે છે. આ પ્રક્રિયા સિક્યોરિટીઝ મેનેજમેન્ટને સરળ બનાવે છે. આ ચાર્જ બ્રોકરોમાં અલગ-અલગ હોય છે.

એકાઉન્ટ કરેક્શન ચાર્જ

તમારી ડીમેટ એકાઉન્ટ વિગતોમાં કોઈપણ ફેરફાર અથવા કરેક્શન, જેમ કે તમારી સંપર્ક વિગતો અથવા નોમિની ઉમેરવાથી, એકાઉન્ટ કરેક્શન ચાર્જ લાગી શકે છે. તમારી ખાતાની માહિતીને અદ્યતન રાખવી અને સંબંધિત ચાર્જથી વાકેફ રહેવું જોઈએ.

ડીમેટ નિષ્ક્રિય હોય ત્યારે પણ શુલ્ક

જો તમારું ડીમેટ એકાઉન્ટ લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે તો કેટલાક બ્રોકર્સ ચાર્જ વસૂલે છે. તેના માટે સમયાંતરે ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ. તમારા બ્રોકર સાથે તેમની એકાઉન્ટ નિષ્ક્રિયતા અંગેના નિયમો વિશે જાણકારી મેળવો.

આ પણ વાંચો : સિમેન્ટ બનાવતી કંપની કરી રહી છે IPO લાવવાની તૈયારી, આઈપીઓ દ્વારા એકત્ર કરશે 6000 કરોડ રૂપિયા

કોર્પોરેટ એક્શન ચાર્જ

કોર્પોરેટ એક્શન, જેમ કે બોનસ ઈશ્યૂ, રાઈટ્સ ઈશ્યૂ અથવા ડિવિડન્ડમાં સ્પેશ્યલ ચાર્જ સામેલ હોઈ શકે છે. બ્રોકર્સ આ કોર્પોરેટ એક્શનની પ્રોસેસ કરવા અને તમારા ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે ચાર્જ વસૂલ કરી શકે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">