આધાર કાર્ડનો દુરુપયોગ કરશો તો થઇ જશો કંગાળ! UIDAI ના નિયમની અનદેખી ભારે પડી શકે છે

શાળા પ્રવેશથી લઈને હોટેલ બુકિંગ સુધી, હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને મુસાફરી સુધી દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઓળખના પુરાવા(Aadhaar Card Used as ID Proof) તરીકે ઉપયોગ થાય છે.

આધાર કાર્ડનો દુરુપયોગ કરશો તો થઇ જશો કંગાળ! UIDAI ના નિયમની અનદેખી ભારે પડી શકે છે
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 8:11 AM

આધાર કાર્ડ (Aadhaar Card) દેશના દરેક નાગરિક માટે અગત્યનું દસ્તાવેજ છે. સરકારે નાગરિકોની ઓળખ માટે કેટલાક દસ્તાવેજો નક્કી કર્યા છે. આધાર કાર્ડ આ દસ્તાવેજો પૈકીનું એક છે. આધાર કાર્ડ (Aadhaar Card)અને પાન કાર્ડ (PAN Card) આજકાલના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો પૈકીના એક છે. આધાર કાર્ડનો ઉપયોગ મોટાભાગે ઓળખ અને રહેઠાણના પુરાવા(Address Proof) તરીકે થાય છે જ્યારે પાન કાર્ડ(PAN Card)નો ઉપયોગ નાણાકીય વ્યવહારો(Financial Transaction) માટે થાય છે.

PAN કાર્ડનો ઉપયોગ મોટાભાગે એવા લોકો જ કરે છે જેમની પાસે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન(Banking Transaction) સંબંધિત કામ હોય છે. શાળા પ્રવેશથી લઈને હોટેલ બુકિંગ સુધી, હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને મુસાફરી સુધી દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઓળખના પુરાવા(Aadhaar Card Used as ID Proof) તરીકે ઉપયોગ થાય છે.

આધારનું દુરુપયોગ ભારે પડીશ શકે છે

આધાર કાર્ડ UIDAI (Unique Identification Authority Of India)દ્વારા જારી કરવામાં આવે છે જે સરકાર દ્વારા નિયુક્ત સંસ્થા છે. UIDAIએ નાગરિકોને ચેતવણી આપી છે કે જો કોઈ આધારનો દુરુપયોગ કરે છે તો તેને રૂ. 1 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. સરકારે આ માટે નોટિસ પણ જાહેર કરી છે. આ નિયમ અનુસાર આધાર કાર્ડનો દુરુપયોગ (Aadhaar Card Misuse) પર સરકાર રૂ. 1 કરોડ સુધીનો દંડ થઇ શકે છે જે દંડની રકમ UIDAIના ફંડમાં જમા કરવામાં આવશે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

તમને જણાવી દઈએ કે બેંકથી લોન લેવાથી લઈને આઈડી પ્રૂફ સુધી દરેક જગ્યાએ આધારનો ઉપયોગ થાય છે. તે કિસ્સામાં તેનો દુરુપયોગ પણ થઈ શકે છે. ભેજબાનોનો શિકાર બનવાથી બચવા માટે UIDAI નવેમ્બર 2021 માં ગોપનીયતાની સુરક્ષા માટે એક કાયદો લાવ્યો હતો. આ મુજબ નિયમોની અવગણના કરીને આધાર કાર્ડનો દુરુપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ આરોપીઓ પર 1 કરોડનો દંડ લાગી શકે છે.

છેતરપિંડીના બનાવોમાં વધારો

છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટાઇઝેશનની ગતિ ખૂબ જ ઝડપથી વધી છે. જેના કારણે સાયબર ફ્રોડ પણ અનેક ગણી ઝડપથી વધી ગયા છે. આ ગુનાઓમાં પણ ઘણી વખત આધારનો દુરુપયોગ થયો છે. આ સંજોગોમાં આધાર કાર્ડને સુરક્ષિત રાખવા અને તેના દુરુપયોગને રોકવા માટે આધાર સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : જાણો શા માટે આનંદ મહીન્દ્રા અમૃતસરના આ રેસ્ટોરન્ટમાં જમવા માટે જવા માગે છે, સોશીયલ મીડીયામાં જણાવ્યું કારણ

આ પણ વાંચો : ADBએ 2021માં ભારતને આપી હતી અધધધ 4.6 અબજ ડોલરની લોન, જાણો શું છે તેના પાછળનું કારણ

g clip-path="url(#clip0_868_265)">