AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો શા માટે આનંદ મહીન્દ્રા અમૃતસરના આ રેસ્ટોરન્ટમાં જમવા માટે જવા માગે છે, સોશીયલ મીડીયામાં જણાવ્યું કારણ

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના મતે, અમૃતસરમાં વિશ્વની શ્રેષ્ઠ જલેબી હોઈ શકે છે. પરંતુ હવે બીજું એક કારણ પણ છે, જેના કારણે તેઓ પંજાબના અમૃતસર શહેરમાં જમવા માટે જઈ શકે છે.

જાણો શા માટે આનંદ મહીન્દ્રા અમૃતસરના આ રેસ્ટોરન્ટમાં જમવા માટે જવા માગે છે, સોશીયલ મીડીયામાં જણાવ્યું કારણ
Anand Mahindra (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 9:24 PM
Share

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના (Anand Mahindra) મતે, અમૃતસરમાં વિશ્વની શ્રેષ્ઠ જલેબી હોઈ શકે છે. પરંતુ હવે બીજું એક કારણ પણ છે, જેના કારણે તેઓ પંજાબના અમૃતસર શહેરમાં જમવા માટે જઈ શકે છે. ઉદ્યોગપતિએ (Businessman) શનિવારે ટ્વિટર પર એક યુટ્યુબ વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયો યુટ્યુબ ચેનલ અમૃતસર વોકિંગ ટુર્સ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આમાં બે ભાઈઓની વાત કહેવામાં આવી છે. આ બંને ભાઈઓની ઉંમર 17 વર્ષ અને 11 વર્ષ છે. ડિસેમ્બર 2021માં તેમના પિતાનું અવસાન થયું ત્યારથી આ બંને ભાઈઓ એકલા પીઝા રેસ્ટોરન્ટ ચલાવે છે. આ બે ભાઈઓના નામ જશદીપ અને અંશદીપ છે અને તે અમૃતસરની બહાર એક ગામમાં રહે છે. આ બંને ભાઈઓ તેમની રેસ્ટોરન્ટ સુધી પહોંચવા માટે દરરોજ 25 કિમીનો પ્રવાસ કરે છે. આ બંને ભાઈઓએ ત્રણ મહિના જૂની આ રેસ્ટોરન્ટનું ભાડું પણ ચૂકવવું પડે છે.

મહિન્દ્રાએ તેમની હિંમતની પ્રશંસા કરી

મહિન્દ્રાએ ટ્વિટ કરીને આ બંને બાળકોની હિંમત અને ઉત્સાહ વિશે વાત કરી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે આ બાળકો સૌથી હિંમતવાન બાળકોમાથી એક છે. જેમને મે ક્યાંય જોયા છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે જલ્દી જ તેમના રેસ્ટોરન્ટમાં જવા માટે લોકોની લાઈન લાગી જાય.

મહિન્દ્રાએ અમૃતસર સાથેના તેમના કનેક્શન અને તેમની ખાણીપીણીની પસંદગી વિશે પણ વાત કરી હતી. મહિન્દ્રા ગ્રૂપના સીઈઓએ કહ્યું કે તેઓ અમૃતસરને પ્રેમ કરે છે અને સામાન્ય રીતે શહેરમાં વિશ્વની શ્રેષ્ઠ જલેબી માટે ઉત્સુક રહે છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે પણ તેઓ બીજી વાર આ શહેરમાં આવશે ત્યારે તેઓ ચોક્કસ આ જગ્યાએ જમવા જશે.

મહિન્દ્રાની આ ટ્વીટ અને યુટ્યુબ વિડિયો બંનેએ સોશિયલ મીડિયા પર યુઝર્સના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ ભાઈઓને પ્રેરણા ગણાવ્યા છે અને આશા રાખી છે કે તેમને જલ્દી સફળતા મળે.

તમને જણાવી દઈએ કે આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં જ દિલ્હીમાં એક વિકલાંગ વ્યક્તિને મહિન્દ્રાના ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન પર નોકરી આપીને મદદ કરવાનું વચન પૂરું કર્યું છે. તેનું નામ બિરજુ રામ છે. બિરજુ રામ ગયા વર્ષે ડિસેમ્બરમાં મહિન્દ્રા ગ્રૂપના ચેરમેનની નજરમાં પહેલીવાર આવ્યા હતા જ્યારે જુગાડમાંથી બનાવેલા તેમના વાહનનો એક વીડિયો ઓનલાઈન વાયરલ થયો હતો.

આ પણ વાંચો :  Shark Tank શોમાં આવ્યા આ 5 સૌથી અજીબો ગરીબ આઈડિયા, જાણીને તમને પણ થશે આશ્ચર્ય !

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">