જો તમે બેંકને તમારા PAN ની વિગતો નથી આપી તો તમારું TDS REFUND અટકી શકે છે , જાણો વિગતવાર

|

Jul 30, 2021 | 8:36 AM

જોકે તમે પહેલાથી જ વ્યાજની આવક પર TDS ભરપાઈ કરી ચૂક્યા છો અને તમે નીચલા ટેક્સ બ્રેકેટમાં આવો છો તો તમે રિફંડ માટે દાવો કરી શકો છો. ઉલ્લેખનીય છે કે કરદાતાએ ITR માં કરવેરા પહેલાની અથવા કુલ આવક દર્શાવવાની હોય છે

સમાચાર સાંભળો
જો તમે બેંકને તમારા PAN ની વિગતો નથી આપી તો તમારું TDS REFUND અટકી શકે છે , જાણો વિગતવાર
If you do not provide your PAN details to the bank, your TDS refund may be suspended

Follow us on

જો તમે હજી સુધી બેંકમાં તમારી પાનકાર્ડ વિગતો અપડેટ કરી નથી તો જલ્દીથી આ કામ પતાવી લો કારણ કે આ વિના તમને TDS ક્લેમમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બેંક તમારી થાપણો પર ૨૦ ટકાના ઉચ્ચ દરે ટીડીએસ કાપી શકે છે. ઉપરાંત જો પાન કાર્ડની વિગતો અપડેટ કરવામાં ન આવે તો TDS ક્રેડિટનો દાવો કરવા માટે તમારી ટેક્સની વિગતો ફોર્મ 26AS માં દેખાશે નહીં.

જોકે તમે પહેલાથી જ વ્યાજની આવક પર ટીડીએસ ભરપાઈ કરી ચૂક્યા છો અને તમે નીચલા ટેક્સ બ્રેકેટમાં આવો છો તો તમે રિફંડ માટે દાવો કરી શકો છો. ઉલ્લેખનીય છે કે કરદાતાએ ITR માં કરવેરા પહેલાની અથવા કુલ આવક દર્શાવવાની હોય છે અને ચૂકવેલ કરની ક્રેડિટ અલગથી લેવાની હોય છે પરંતુ પાન કાર્ડ જમા ન કરાવવાના કિસ્સામાં બેંક દ્વારા દાખલ કરાયેલા ટીડીએસ રિટર્નમાં “પાન ઉપલબ્ધ નથી” દેખાશે.

TBR ના આધારે ક્રેડિટ આપી શકાય છે
કરદાતા રિફંડ મેળવવા માટે કપાતકર્તા દ્વારા તેને આપવામાં આવેલા ટ્રાન્ઝેક્શન-આધારિત રિપોર્ટ (TBR) નો ઉપયોગ કરી શકે છે. આ આધારે તમે ક્રેડિટ પણ મેળવી શકો છો. જો કે આ કરદાતાને નોટિસ જારી કરી શકે છે કારણ કે આવકવેરા રિટર્નમાં ટીડીએસનો દાવો કરવામાં આવ્યો છે અને ફોર્મ 26AS માં પાન કાર્ડની વિગતો દેખાશે નહીં તેથી કેટલીક સમસ્યાઓ ઉભી થઈ શકે છે. આવી સ્થિતિમાં કરેક્શન અરજી ફોર્મ પણ ભરવાનું રહેશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

TDS રિફંડ ક્લેઇમ કરવાની પ્રક્રિયા
જો TDS ટેક્સ લાયેબિલિટી કરતા વધારે કાપવામાં આવે છે તો તમે ITR ફાઇલ કરીને રિફંડનો દાવો કરી શકો છો. આમાં તમારે બેંકનું નામ અને તેનો IFSC કોડ આપવો પડશે. જો તમારી પાસે કરપાત્ર આવક ન હોય તો તમારે લોઅર અથવા નીલ TDS પ્રમાણપત્ર માટે અરજી કરવી પડશે. આ અંતર્ગત તમારે ફોર્મ 13 ભરવાનું રહેશે. તમારે આ ફોર્મ TDS કપાતકર્તાને સબમિટ કરવાનું રહેશે. જો તમે બેંકોના વ્યાજમાંથી કમાતા નથી તો તમારે 15G ફોર્મ હેઠળ આ માહિતી આપવી પડશે. ITR ફાઇલ કર્યાના 3-6 મહિનાની અંદર તમારા બેંક ખાતામાં ITR રિફંડ જમા થાય છે.

Next Article