Fixed Deposit : દેશની આ 5 બેંકોમાં FD કરશો તો બની જશો અમીર, મળશે છપ્પરફાડ વ્યાજદર
પંજાબ નેશનલ બેંકની FDમાં રોકાણ કરીને તમને બમ્પર વળતર પણ મળશે. તે 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદતવાળી FD પર 3.5 ટકાથી 7.25 ટકા વચ્ચે વ્યાજ ઓફર કરે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે તે 4 ટકાથી 7.75 ટકા વચ્ચે વ્યાજ ઓફર કરે છે. જો તમે 444 દિવસ માટે રોકાણ કરો છો, તો તમને મહત્તમ વ્યાજ 7.25 ટકા મળશે.

Fixed Deposit: ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તરફ લોકોનું આકર્ષણ ધીમે ધીમે વધી રહ્યું છે. નાનાથી મોટા રોકાણકારો FDમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. કારણ કે આમાં રોકાણકારોને ઓછા સમયમાં સારું વળતર મળે છે. ઉપરાંત, સેવિંક એકાઉન્ટની તુલનામાં, તમને ફિક્સ્ડ ડિપોઝિટ પર બમ્પર વ્યાજ મળે છે.
આ પણ વાંચો: Made in India ઈન્ટરનેટ બ્રાઉઝર થયું લોન્ચ, મોબાઈલ ફોનમાં કરશે કામ, આ મામલે તોડ્યો રેકોર્ડ
આ જ કારણ છે કે બેંકોમાં FDમાં રોકાણ કરનારા ગ્રાહકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. જો તમે ઊંચા વ્યાજ રેટ્સનો લાભ લેવા માંગતા હો, તો તમે FDમાં રોકાણ કરી શકો છો. તો ચાલો આજે જાણીએ એવી પાંચ ફેમસ બેંકો વિશે જે FD પર વધુ વ્યાજ આપી રહી છે. આ યાદીમાં સરકારી, ખાનગી બેંકો પણ સામેલ છે.
બેંક ઓફ બરોડા FD રેટ્સ
બેંક ઓફ બરોડા તેના ગ્રાહકો માટે ખૂબ જ ઉત્તમ FD સ્કીમ લઈને આવી છે. તે સાત દિવસથી લઈને 10 વર્ષ સુધીના લાંબા કાર્યકાળ માટે FD ઓફર કરે છે. ખાસ વાત એ છે કે બેંક ઓફ બરોડા તેના નિયમિત ગ્રાહકો માટે 3થી 7.25 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. તે જ સમયે, તે વરિષ્ઠ નાગરિકો માટે 3.5થી 7.75 ટકા વચ્ચે વ્યાજ ઓફર કરે છે.
ફેડરલ બેંક FD રેટ્સ
બેંક ઓફ બરોડાની જેમ, ફેડરલ બેંક પાસે પણ 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદત માટેની FD યોજનાઓ છે. તે તેના પર 3 ટકાથી 7.3 ટકા સુધી વ્યાજ આપી રહી છે. જ્યારે, તે વરિષ્ઠ નાગરિકોને 3.5 ટકાથી 7.8 ટકા વ્યાજ દર આપે છે. ખાસ વાત એ છે કે આ વ્યાજ રેટ્સ 1 સપ્ટેમ્બર 2023થી લાગુ થશે.
કેનેરા બેંક FD
એ જ રીતે, કેનેરા બેંક પાસે પણ 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે FD યોજના છે. તે સામાન્ય ગ્રાહકોને 4 ટકાથી 7.25 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે, જ્યારે તે વરિષ્ઠ નાગરિકોને 4 ટકાથી 7.75 ટકા વચ્ચે વ્યાજ દર ઓફર કરી રહી છે. તે જ સમયે, તે 444 દિવસની અવધિ પર 7.25 ટકાનું સૌથી વધુ વ્યાજ આપે છે.
ઇન્ડસઇન્ડ બેંક એફડી રેટ્સ
ઇન્ડસઇન્ડ બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદત માટે 3.5 ટકાથી 7.5 ટકા વચ્ચેના વ્યાજ દરો પણ ઓફર કરે છે. જ્યારે તે વરિષ્ઠ નાગરિકોને 4.25 ટકાથી 8.25 ટકા વચ્ચે વ્યાજ દર ઓફર કરે છે. આ દરો માત્ર 5 ઓગસ્ટ, 2023થી જ લાગુ થશે.